Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેપ્ટન શુભમનની ચોગ્ગા સાથે ફિફ્ટી:શ્રેયસ સાથે 60+ રનની ભાગીદારી, રોહિત-કોહલી સસ્તામાં આઉટ; ઇંગ્લેન્ડે 259 રનનો ટાર્ગેટ આપ્યો

    20 hours ago

    જો રૂટ અને લિયામ ડૉસનની ફિફ્ટીની ઇનિંગ્સના જોરે ઇંગ્લેન્ડે પહેલી વન-ડેમાં ભારતને 259 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 23 ઓવરમાં 135/2 છે. ટીમ તરફથી કેપ્ટન શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. સેમ કરને રોહિત શર્મા (11)ને આઉટ કરીને પ્રથમ ઝટકો આપ્યો, જ્યારે જોફ્રા આર્ચરે વિરાટ કોહલી (5 રન)ને LBW આઉટ કર્યો. બર્મિંગહામના એજબેસ્ટન ખાતે યજમાન ટીમે 61 રન સુધી કોઈ વિકેટ ગુમાવી ન હતી, પરંતુ ત્યારબાદ 19 રનની અંદર જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રૂટ અને ડૉસને છઠ્ઠી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. રૂટે 76 બોલમાં 76 રન બનાવ્યા હતા. ડૉસને 68 રનની ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લેન્ડની ટીમ 47.5 ઓવરમાં 258 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ના અને ગુરનૂર બરારને 2-2 વિકેટ મળી હતી. જસપ્રીત બુમરાહ અને શિવમ દુબેને 1-1 સફળતા મળી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, ગરનૂર બરાર, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, જોફ્રા આર્ચર, લિયામ ડૉસન, જોશ ટંગ અને આદિલ રશીદ.
    Click here to Read More
    Previous Article
    India Got Latent Controversy:samay raina को supreme court की फटकार,कहा बेवकूफ बनाते हो | Top News
    Next Article
    64 વર્ષીય વૃદ્ધાને 10 વર્ષની કેદ:પાડોશમાં રહેતી 59 વર્ષીય મહિલા ઉપર એસિડ નાખ્યું હતું, ખાંડની વાટકી પરત કરવાના બહાને આવ્યા; સોનાનો દોરો લઈ લેવનાઓ ઈરાદો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment