Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:રામજી મંદિરથી નીકળનારા રૂટની ચકાસણી, સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

    13 hours ago

    પાલનપુરમાં અષાઢી બીજ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસે રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને સમગ્ર રૂટની ચકાસણી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આગામી 16 તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. આ રથયાત્રા પાલનપુર શહેરના નગરજનોના કલ્યાણ અને નગરચર્યા માટે નીકળે છે. આ અંગે પાલનપુરના DYSP જે.જે. ગામીતે જણાવ્યું હતું કે, બનાસકાંઠા પોલીસ ભાવી ભક્તો અને રામજી મંદિર સાથે સંકળાયેલા લોકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. આ સમગ્ર બંદોબસ્ત DYSPના સુપરવિઝન હેઠળ, જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થામાં 5 પીઆઈ, 12 પીએસઆઈ, 226 પોલીસ કર્મચારીઓ અને 159 હોમગાર્ડ્સ તૈનાત રહેશે. આ ઉપરાંત, ઘોડેસવાર પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવશે. પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ કેમેરાની મદદથી અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવશે અને સંવેદનશીલ સ્થળો પર પણ દેખરેખ રાખવામાં આવશે. રથયાત્રાને અનુલક્ષીને અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાંની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. કુલ 18 કિલોમીટરના રથયાત્રાના રૂટ પર ટ્રાફિક વ્યવસ્થા માટે પણ અલગથી આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    એક વર્ષથી નાસતો-ફરતો બુટલેગર વાપીથી ઝડપાયો:વલસાડ પ્રોહીબિશન ગુનામાં વોન્ટેડ હતો અને સુરતમાં પણ કેસ નોંધાયેલા
    Next Article
    DCP નકુમે આરોપીને વાળ પકડી લાકડીના 25થી વધુ ફટકા માર્યા:નાસીરનગર ડિમોલિશન બાદ ફરીવાર કાયદો હાથમાં લીધો, સુરતમાં સુપ્રીમ કોર્ટ અને DGPના આદેશનો ઉલાળિયો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment