Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક વર્ષથી નાસતો-ફરતો બુટલેગર વાપીથી ઝડપાયો:વલસાડ પ્રોહીબિશન ગુનામાં વોન્ટેડ હતો અને સુરતમાં પણ કેસ નોંધાયેલા

    1 day ago

    વલસાડ સિટી પોલીસે પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપી સુશીલ સંતોષ પાટીલને વાપી ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ સુરતનો રહેવાસી છે અને તેની સામે અગાઉ પણ દારૂના અનેક ગુનાઓ નોંધાયા છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા દ્વારા જિલ્લાના નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ અંતર્ગત DySP એ.કે. વર્માના માર્ગદર્શન અને સિટી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો. આ દરમિયાન, ૧૩ જુલાઈના રોજ પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વલસાડ સિટી પોલીસના પ્રોહીબિશન ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી સુશીલ પાટીલ વાપી તરફ આવવાનો છે. આ બાતમીના આધારે વલસાડ પોલીસની સર્વેલન્સ ટીમે વાપી ખાતે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીનું નામ સુશીલ સંતોષ પાટીલ (ઉંમર ૨૬) છે. તે સુરત શહેરના સચિન વિસ્તારમાં, વીરનર્મદ હાઇટ્સ, સરસ્વતી વિદ્યાલયની સામે આવેલા એ-અંબિકા એપાર્ટમેન્ટ, રૂમ નં. ૧૦૨ નો રહેવાસી છે. વલસાડ સિટી પોલીસ મથકે વર્ષ ૨૦૨૫માં તેની સામે પ્રોહીબિશન એક્ટ કલમ ૬૫એઇ, ૯૮(૨), ૮૧ મુજબ ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત, તેની સામે સુરત સચિન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪માં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુના દાખલ થયા છે. સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ ૨૦૨૪માં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ગોંડલ DYSP કચેરીના કોન્સ્ટેબલના ઘરે જુગારધામ:સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ને રેન્જ IGની ટીમનો દરોડો, 13 મહિલાઓ ઝડપાઈ; આખા D-સ્ટાફની બદલી, કોન્સ્ટેબલ સસ્પેન્ડ
    Next Article
    પાલનપુરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:રામજી મંદિરથી નીકળનારા રૂટની ચકાસણી, સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment