Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોંડલ DYSP કચેરીના કોન્સ્ટેબલના ઘરે જુગારધામ:સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ને રેન્જ IGની ટીમનો દરોડો, 13 મહિલાઓ ઝડપાઈ; આખા D-સ્ટાફની બદલી, કોન્સ્ટેબલ સસ્પેન્ડ

    1 day ago

    ગોંડલના ભવનાથનગર વિસ્તારમાં આવેલા DYSP કચેરીના પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના મકાનમાં ચાલતા જુગારધામ પર રેન્જ IGની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 13 મહિલાઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ હતી. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ને રેન્જ IGની ટીમે સપાટો બોલાવ્યો હતો. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે આવતાં ગોંડલ સીટી બી ડિવિઝનના આખા સર્વેલન્સ સ્ટાફની રાજકોટ હેડ ક્વાર્ટરમાં તાત્કાલિક બદલી કરી છે. જ્યારે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યાં છે. બહારથી મહિલાઓને બોલાવી જુગાર રમાડાતો પોલીસ તપાસ મુજબ, મકાન માલિક ભગીરથસિંહ વાઘેલા પોતે ગોંડલ DYSP કચેરીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓ પોતાના આર્થિક ફાયદા માટે બહારથી મહિલાઓને બોલાવી તીન-પત્તીનો જુગાર રમાડતા હતા અને નાલ ઉઘરાવતા હતા. પોલીસે દરોડો પાડી 1.35 લાખની રોકડ રકમ કબજે કરી ગઈકાલે, 13 જુલાઈ, 2026 ના રોજ સાંજે આશરે 5:30 વાગ્યે પોલીસે ભવનાથનગર, દત્તાત્રેય મંદિર પાસે આવેલા કોન્સ્ટેબલ ભગીરથસિંહના મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 13 મહિલા આરોપીઓને જુગાર રમતા ઝડપી લેવામાં આવી હતી, જોકે, મકાન માલિક ભગીરથસિંહ વાઘેલા હાજર મળી આવ્યા ન હતા. પોલીસે જુગારના પટમાંથી અને આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1,35,900/- રોકડા કબ્જે કર્યા છે. આ કેસમાં પોલીસે કોન્સ્ટેબલ સહિત કુલ 14 આરોપીઓ સામે જુગાર અટકાયત અધિનિયમની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા તાત્કાલિક એક્શનમાં આવ્યાં ગોંડલ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરે જ ચાલતા આ હાઈપ્રોફાઈલ જુગારધામ પર ખુદ રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે સપાટો બોલાવ્યો હતો. રેન્જ આઈજીએ પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાને સસ્પેન્ડ કરી નાખ્યાં છે. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા જ ગંભીર બેદરકારીને પગલે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા તાત્કાલિક અસરથી કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. સ્ટાફના 6 પોલીસ કર્મચારીઓની બદલી કરી ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના 6 પોલીસ કર્મચારીઓને કોઈ પણ જાતના બેક રેફરન્સ વિના તાત્કાલિક છૂટા કરીને રાજકોટ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવાનો સત્તાવાર હુકમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મદનસિંહ ચૌહાણ, શક્તિસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, સુરપાલસિંહ, મહિપાલસિંહ અને હિતેન્દ્રસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. આ કડક બદલીના હુકમથી સ્થાનિક પોલીસ બેડામાં ભારે ફફડાટ અને ચકચાર મચી ગઈ છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીનું નામ જુગારધામ ચલાવવામાં સામે આવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. રાજકોટ રેન્જ ડી.આઈ.જી.પી. કચેરીના એ.એસ.આઈ. વકાર ઉમર અરબની ફરિયાદના આધારે આ દરોડાની કામગીરી કરવામાં આવી હતી. ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સુભાષ વીરા ડાંગરે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. તમામ હાજર મહિલા આરોપીઓને નામદાર અદાલતની ગાઈડલાઈન મુજબ નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલી મહિલાઓના નામ
    Click here to Read More
    Previous Article
    ભિલાડ અપહરણ કેસનો 9 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:વલસાડ LCBએ મહારાષ્ટ્રના ગુનેગારને દબોચ્યો, વોન્ટેડ આરોપીઓને શોધવાનું વિશેષ ઓપરેશન
    Next Article
    એક વર્ષથી નાસતો-ફરતો બુટલેગર વાપીથી ઝડપાયો:વલસાડ પ્રોહીબિશન ગુનામાં વોન્ટેડ હતો અને સુરતમાં પણ કેસ નોંધાયેલા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment