Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભિલાડ અપહરણ કેસનો 9 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:વલસાડ LCBએ મહારાષ્ટ્રના ગુનેગારને દબોચ્યો, વોન્ટેડ આરોપીઓને શોધવાનું વિશેષ ઓપરેશન

    1 day ago

    વલસાડ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ ભિલાડ અપહરણ કેસમાં છેલ્લા નવ વર્ષથી ફરાર આરોપી વિકાસ રામારાવ ચવ્હાણ (ઉંમર ૨૮) ને ઝડપી પાડ્યો છે. મહારાષ્ટ્રના જાલના જિલ્લાનો વતની આ આરોપી ભિલાડમાંથી જ ગુપ્ત બાતમીના આધારે પકડાયો હતો. LCBની આ કાર્યવાહીને મોટી સફળતા માનવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ કડક ઝુંબેશ ચલાવવાની સૂચના આપી હતી. આ સૂચનાના પગલે LCB એ વોન્ટેડ આરોપીઓને શોધવા માટે વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું. LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ. યુ. રોઝના નેતૃત્વ હેઠળ પીએસઆઈ જે.જી. વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગ અને ગુપ્ત માહિતી એકત્રિત કરી રહી હતી. આ દરમિયાન LCB ના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ રાજેન્દ્રસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, અપહરણ કેસનો વોન્ટેડ આરોપી ભિલાડમાં હાજર છે. આ બાતમીના આધારે પોલીસે ભિલાડ ખાતે વોચ ગોઠવીને વર્ષ ૨૦૧૮ માં નોંધાયેલા અપહરણ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા વિકાસ રામારાવ ચવ્હાણને દબોચી લીધો હતો. આરોપી મૂળ મહારાષ્ટ્રના જાલના જિલ્લાના મંઠા તાલુકાના નાઇગાવનો રહેવાસી છે અને લાંબા સમયથી પોલીસથી બચવા માટે ભાગી રહ્યો હતો. પકડાયેલા આરોપી વિકાસ ચવ્હાણ વિરુદ્ધ ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં. ૮૯/૨૦૧૮ મુજબ ગુનો નોંધાયેલો છે. તેના પર ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૧૪૩ (ગેરકાયદે મંડળી), ૪૫૨ (ગૃહ અપપ્રવેશ), ૩૬૩/૩૬૫ (અપહરણ), ૩૪૨ (ગેરકાયદે અટકાયત), ૩૨૩ (ઈજા પહોંચાડવી), ૫૦૪, ૫૦૬(૨) (ધમકી આપવી) અને ૧૧૪ (ગુનામાં મદદગારી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. LCB ની ટીમે આરોપી વિકાસ ચવ્હાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુનાની વધુ તપાસ માટે તેનો કબજો ભિલાડ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: જેના હાથમાં દરિયો તેના કબજામાં દુનિયા:ટ્રમ્પના હોર્મુઝ ટોલ અને હૂથીઓના ધડાકાથી વિશ્વ ભયભીત, પેટ્રોલ-ડીઝલ ભડકે બળી શકે, ભારતમાં આર્થિક અંધાધૂંધીનો ખતરો
    Next Article
    ગોંડલ DYSP કચેરીના કોન્સ્ટેબલના ઘરે જુગારધામ:સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ને રેન્જ IGની ટીમનો દરોડો, 13 મહિલાઓ ઝડપાઈ; આખા D-સ્ટાફની બદલી, કોન્સ્ટેબલ સસ્પેન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment