Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DCP નકુમે આરોપીને વાળ પકડી લાકડીના 25થી વધુ ફટકા માર્યા:નાસીરનગર ડિમોલિશન બાદ ફરીવાર કાયદો હાથમાં લીધો, સુરતમાં સુપ્રીમ કોર્ટ અને DGPના આદેશનો ઉલાળિયો કર્યો

    14 hours ago

    સુરતના વિવાદિત નાસીરનગર ડિમોલીશનમાં સ્થળ પર હાજર રહી ચર્ચામાં આવેલા અને તાજેતરમાં જ IPS કેડરનું પ્રમોશન મેળવનાર ડીસીપી રાજદીપસિંહ નકુમનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ડીસીપી નકુમને જાણે ગુજરાતના ડીજીપી અને સુપ્રીમ કોર્ટના આદેશ લાગુ જ ન પડતા હોય તે રીતે આરોપીએને જાહેરમાં લઈ જઈ ઢોર માર મારતા સવાલો ઉઠ્યા છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં હત્યાના પ્રયાસ કેસમાં ઝડપાયેલા આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી ડીસીપી નકુમ અને તેમના સ્ટાફે આરોપીઓને જાહેરમાં ફટકાર્યા હતા. ખુદ ડીસીપી નકુમે આરોપીઓના વાળ પકડીને 25થી વધુ લાકડીના ફટકા માર્યા હતા. આરોપીઓના જાહેરમાં વાળ પકડીને લાફા અને લાકડીઓ ફટકારી સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલા પાંચ આરોપીઓને સબક શીખવવાના નામે ડીસીપી રાજદીપ નકુમ ડીજીપી અને સુપ્રીમ કોર્ટના આદેશને જાણે ભૂલી ગયા હતા. આરોપીઓનું જાહેર રસ્તા પર સરઘસ કાઢ્યું હતું. આટલેથી ન અટકતા થોડે થોડે અંતરે આરોપીઓને ઉભા રાખી વાળ પકડી લાફા અને લાકડીઓ મારતા રહ્યા. આખા સરઘસ દરમિયાન ડીસીપીએ આરોપીઓ પર 25થી વધુ લાકડીના ઘા કર્યા હતા. ઝોનનો ચાર્જ મળતા SOGની ટીમ બોલાવી આરોપીઓને ફટકાર્યા આ સમગ્ર મામલાની બેકગ્રાઉન્ડની વાત કરીએ તો, સલાબતપુરાના ખૂનની કોશિશના કેસની તપાસ હાલ એસટીએસસી (ST/SC) સેલના એસીપી ચલાવી રહ્યા છે. આ દરમિયાન ઝોનના મૂળ ડીસીપી રજા પર ઉતરી જતાં તેમનો એડિશનલ ચાર્જ રાજદીપસિંહ નકુમને સોંપાયો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે સ્થળ પર એસોજી (SOG)ની ટીમને તેડાવી લીધી હતી. વીડિયો ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એસોજીની ટીમ પણ સાહેબના પગલે ચાલીને આરોપીઓને જાહેરમાં નિર્દયતાથી માર મારતી નજરે પડી હતી. આરોપીઓને મારીમારીને ચાલવા જેવા ન રહેવા દીધા સોશિયલ મીડિયામાં જે વીડિયો સામે આવ્યા છે તેમાં ડીસીપી અને અન્ય પોલીસકર્મીઓ દ્વારા આરોપીઓને એ હદે મારવામાં આવ્યા હતા કે રસ્તા પર સરખા પગ પણ માંડી શકતા ન હતા. આરોપીઓ કરગરી રહ્યા હતા પણ પોલીસની લાકડી અટકી ન હતી. તત્કાલીન ઈન્ચાર્જ DGP કે.એલ.એન. રાવે કરેલા પરિપત્રનો ઉલાળિયો ગુજરાત પોલીસમાં કસ્ટોડિયલ હિંસા અને જાહેરમાં સરઘસ કાઢવાની પ્રથા બંધ કરવા માટે તત્કાલીન ઈન્ચાર્જ ડીજીપી ડોક્ટર કે.એલ.એન. રાવ દ્વારા એક અત્યંત મહત્વનો પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. આ સત્તાવાર પરિપત્રમાં સ્પષ્ટ આદેશ હતો કે, પોલીસ કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી શકશે નહીં, તેમની પાસે જાહેરમાં ઉઠક-બેઠક કરાવી શકશે નહીં કે ઘૂંટણિયે ચલાવી શકશે નહીં. આટલું જ નહીં, આરોપી ગમે તેવો ગુનેગાર હોય તો પણ તેને જાહેરમાં લાત કે લાકડીથી ફટકારી શકાય નહીં. રાજદીપસિંહ નકુમે આ તમામ નિયમોની ઐસીતૈસી કરી નાખી છે. ખેડા ફ્લોગિંગ કેસના હાઈકોર્ટના ચુકાદાની પણ અવગણના કરાઈ વર્ષ 2022માં ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારાના આરોપીઓને પોલીસે થાંભલા સાથે બાંધીને જાહેરમાં લાકડીઓથી ફટકાર્યા હતા. આ ચકચારી 'ખેડા ફ્લોગિંગ કેસ'માં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવીને 4 પોલીસકર્મીઓને કોર્ટના તિરસ્કાર (Contempt of Court) બદલ દોષિત ઠેરવી 14 દિવસની જેલની સજા ફટકારી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કાયદો હાથમાં લેવાનો અધિકાર પોલીસને નથી. સુરતની આ ઘટના દર્શાવે છે કે ઉચ્ચ અધિકારીઓ હજુ પણ હાઈકોર્ટના આ સીમાચિહ્નરૂપ ચુકાદા અને સજાથી કોઈ પાઠ શીખ્યા નથી. ડી.કે. બાસુ ગાઇડલાઇન્સ અને સુપ્રીમ કોર્ટના આદેશોનો ભંગ અદાલતોએ વારંવાર દેશભરની પોલીસને યાદ અપાવ્યું છે કે, ધરપકડ કરાયેલા કોઈપણ આરોપીના બંધારણીય અને માનવ અધિકારોનું રક્ષણ થવું અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટની પ્રખ્યાત 'ડી. કે. બાસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ' કેસની માર્ગદર્શિકા (D.K. Basu Guidelines) મુજબ કસ્ટડીમાં કે જાહેર સ્થળે શારીરિક-માનસિક ત્રાસ આપવો એ ગંભીર કાયદાકીય ગુનો છે. ગુજરાત હાઈકોર્ટે અગાઉ આદેશ આપ્યો છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોતાના તાબેદારો પર નજર રાખવી જોઈએ જેથી સત્તાનો દુરુપયોગ ન થાય. પરંતુ અહીં તો ખુદ આઈપીએસ કક્ષાના અધિકારી જ મોખરે રહીને કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા છે, જે આગામી દિવસોમાં મોટા કાયદાકીય વિવાદનું કારણ બની શકે છે. આ સમાચાર પણ વાંચોઃ ગાંધીનગરમાં જ ગુંડાઓનો ‘વરઘોડો’ કાઢી DGPના નિયમનો ઉલાળિયો રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપીને પડાવી લીધેલા કરોડો રૂપિયા પરત ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને જાનથી મારી નાખવાના ઇરાદે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાનો મામલો ગાંધીનગરમાં સામે આવ્યો છે. ગાંધીનગરના કુડાસણ સ્થિત એક ફિટનેસ જીમ પાસે સોમવારે(29 જૂન) રાત્રે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. જેમાં બે વ્યક્તિઓને છરી અને અન્ય હથિયારોના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવતા બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમગ્ર મામલે અમદાવાદના નવા નરોડા ખાતે રહેતા ઉત્સવ રોહિતકુમાર પટેલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર નામજોગ અને અન્ય 10 જેટલા અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અંદાજિત 2 મહિના પહેલાં ગુજરાતના પૂર્વ ઈન્ચાર્જ DGP ડૉ. કે.એલ.એન. રાવએ એક મહત્વપૂર્ણ અને કડક લેખિત આદેશ જાહેર કરી કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવા અને આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવો આદેશ જાહેર કર્યો હતો. હવે ગાંધીનગરમાં જ ગુંડાઓનો ‘વરઘોડો’ કાઢી DGPના નિયમનો ઉલાળિયો કરવામાં આવ્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) નાસીરનગર ડિમોલિશનના વિવાદાસ્પદ DCP નકુમને સરકારનું ઇનામ:એક તરફ હાઇકોર્ટ ખખડાવતી હતી ને બીજી તરફ IPSના પ્રમોશનનો લેટર છૂટ્યો સુરતના નાસીરનગર ડિમોલિશનના વિવાદમાં આવેલા ડીસીપી રાજદીપસિંહ નકુમને આઈપીએસ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે. જો કે હાઇકોર્ટે 25 જૂને ભૂતિયા ડિમોલિશન મામલે પૂછ્યું હતું કે, તમે કેમ હાજર હતા. જેના 7 દિવસમાં જ સરકારે શિરપાવ આપી પ્રમોશન આપ્યું છે. આમ એક બાજુ હાઇકોર્ટ ખખડાવી રહી હતી તો બીજી બાજુ સરકારે તો શિરપાવ જ આપી દીધો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:રામજી મંદિરથી નીકળનારા રૂટની ચકાસણી, સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
    Next Article
    Amrit Bharat Station Scheme: PM to virtually inaugurate revamped Godhra railway station on July 17

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment