Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહરુખના બંગલા 'મન્નત'ના રિનોવેશનને લીલી ઝંડી:સુપ્રીમ કોર્ટે બે નવા માળ બાંધવાની રોક લગાવતી અરજી ફગાવી; અરજદારની નિયત પર પ્રશ્ન ઉઠાવ્યા

    2 days ago

    બોલિવૂડના 'બાદશાહ' શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરીના મુંબઈ સ્થિત બંગલા 'મન્નત'ના રિનોવેશનનો માર્ગ મોકળો થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે 'મન્નત'માં બે નવા માળ બનાવવાની રોક લગાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે અરજદાર સંતોષ દૌંડકરના ઇરાદા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. કોર્ટે કહ્યું કે, 'જો કોઈ પોતાના ખાનગી મકાનમાં ફેરફાર કે નિર્માણ કરવા માંગે છે, તો તે તેની મરજી છે, કાયદાનું મોટાભાગે પાલન કરવામાં આવ્યું છે.' અરજદારની નિયત પર પ્રશ્ન ઉઠાવ્યા સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરનાર મુંબઈના સામાજિક કાર્યકર સંતોષ દૌંડકરની નિયત પર પ્રશ્ન ઉઠાવ્યો. બેન્ચે કહ્યું કે, 'આ એક ખાનગી ઘર છે. જો તેમાં રહેતા લોકો પોતાની રીતે ફેરફાર કરવા માંગે છે, તો તે તેમની પસંદ છે. જો કાયદાનું મોટાભાગે પાલન કરવામાં આવ્યું છે, તો કોઈ પાડોશી કે અન્ય વ્યક્તિએ તેમાં દખલ શા માટે કરવી જોઈએ?' અરજદારના વકીલ શોએબ આલમે દલીલ કરી કે, મામલો એક પ્રખ્યાત સ્ટાર સાથે જોડાયેલો છે, તેથી તેને અલગ રીતે જોવો ન જોઈએ. પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, તે કોઈ વ્યક્તિની લોકપ્રિયતાથી પ્રભાવિત નથી. 'મન્નત'માં બે માળ વધારવાની યોજના છે શાહરુખ ખાન અને ગૌરી ખાન તેમના છ માળના બંગલા ઉપર વધુ બે રહેણાંક માળ બનાવવા માંગે છે. ગૌરી ખાને બંગલાના એનેક્સ બિલ્ડિંગમાં બે વધારાના માળ ઉમેરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. આ માટે મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCJMA) એ 3 જાન્યુઆરી 2025ના રોજ મંજૂરી આપી હતી. અરજદારે આ જ મંજૂરીને પર્યાવરણીય નિયમો અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ના નિયમોનું ઉલ્લંઘન ગણાવીને પડકારી હતી. તેમનું કહેવું હતું કે, 5 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ માટે પર્યાવરણ મંત્રાલયની મંજૂરી જરૂરી છે, જેને અવગણવામાં આવી હતી. એનજીટીએ પણ અરજી ફગાવી દીધી હતી સુપ્રીમ કોર્ટ પહેલાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ની પુણે બેન્ચે પણ સપ્ટેમ્બર 2025માં આ અરજી ફગાવી દીધી હતી. એનજીટીએ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, પ્રોજેક્ટમાં પર્યાવરણના નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે અને મંજૂરી આપવાની પ્રક્રિયામાં કોઈ ખામી નથી. એનજીટીએ માન્યું હતું કે, આ નિર્માણ CRZ-2 ઝોનમાં આવે છે. નિયમો હેઠળ આ ઝોનમાં રહેણાંક ઇમારતમાં વધારાના નિર્માણની મંજૂરી હોય છે. અરજદારે એનજીટીના આ જ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેને હવે સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધો છે. મન્નતનો ઇતિહાસ અને શાહરુખનું જોડાણ બાંદ્રા સ્થિત 'મન્નત' માત્ર એક બંગલો નથી, પરંતુ મુંબઈનો એક મોટો લેન્ડમાર્ક છે. શાહરુખ ખાને તેને વર્ષ 2001માં ગુજરાતી બિઝનેસમેન નરીમન દુબાશ પાસેથી ખરીદ્યો હતો. પહેલા તેનું નામ 'વિલા વિયેના' હતું, જેને બાદમાં શાહરુખે બદલીને 'મન્નત' કરી દીધું. આ બંગલાને હેરિટેજનો દરજ્જો પણ મળ્યો છે. દર વર્ષે શાહરુખના જન્મદિવસ અને ઈદના અવસરે હજારો ચાહકો તેમના બંગલાની બહાર એકઠા થાય છે. શાહરુખ 'મન્નત'ની બાલ્કનીમાં આવીને પોતાના ચાહકોનું અભિવાદન કરે છે. હવે આ નવા નિર્ણય બાદ 'મન્નત'ની ઊંચાઈ બે માળ વધુ વધી જશે.
    Click here to Read More
    Previous Article
    હાશ...અંતે ટીમ ઈન્ડિયાને સફળતા મળી:અક્ષર પટેલે લિયામ ડોસનને આઉટ કર્યો; ભારતીય સ્પિનરે 121 રનની મહત્ત્વની ભાગીદારી તોડી
    Next Article
    ભારતે કહ્યું- હોર્મુઝમાં જહાજોને નિશાન બનાવવાનું બંધ કરો:ઈરાની રાજદ્વારીને સમન પાઠવ્યું, આજના હુમલામાં ભારતીય નાવિકનું મોત; ભારત આવી રહેલા 11 જહાજ અટક્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment