Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અફઘાનિસ્તાને ચીન સુધી બનાવ્યો માર્ગ, ભારત માટે ચિંતાનો વિષય:121 કિમીનો વાખાન કોરિડોર ચીન માટે સીધો માર્ગ, લદ્દાખ પાસે વધશે અસર

    14 hours ago

    અફઘાનિસ્તાને ઉત્તર-પૂર્વીય બદખ્શાં પ્રાંતમાં વાખાન કોરિડોર મારફતે ચીનના શિનજિયાંગ સુધી 121 કિલોમીટર લાંબો રસ્તો બનાવી લીધો છે. આશરે 55 લાખ ડૉલરના ખર્ચે બનેલા આ રસ્તાનું ઉદ્ઘાટન પણ થઈ ગયું છે. આ રસ્તો અફઘાનિસ્તાન અને ચીન વચ્ચેનો પહેલો સીધો જમીનમાર્ગ છે. તાલિબાન સરકાર આ રસ્તા મારફતે પોતાના કુદરતી સંસાધનો અને સોનાની ખાણોને ચીનના બજાર સુધી પહોંચાડવા માંગે છે. તેનાથી તેને અન્ય દેશો અને વિદેશી કંપનીઓ પરની પોતાની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે આ માર્ગને વ્યૂહાત્મક રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકી સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ભારતની નજર વાખાનમાં ચાલી રહેલી ગતિવિધિઓ પર છે. ચીન માટે ખનિજ-કનેક્ટિવિટીનો માર્ગ ચીન માટે વાખાન કોરિડોર શિનજિયાંગની સુરક્ષા અને વેપારની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. ચીને આ જ વર્ષે આ વિસ્તારમાં નવો વહીવટી કોરિડોર પણ બનાવ્યો છે. આ માર્ગ દ્વારા ચીનને અફઘાનિસ્તાનના સોના અને અન્ય ખનિજો સુધી સરળતાથી પહોંચ મળી શકે છે. સાથે જ ઈરાન અને મધ્ય પૂર્વના બજારો સુધી પણ જમીનમાર્ગ મળી શકે છે. ભારત માટે ચિંતાનો વિષય કેમ વાખાન કોરિડોર ભારતના દાવાવાળા ગિલગિત-બાલ્ટિસ્તાનની નજીક છે. આવી સ્થિતિમાં આ વિસ્તારમાં ચીનની વધતી હાજરી ભારત માટે ચિંતાનો વિષય માનવામાં આવી રહી છે. આ વિસ્તાર લદ્દાખની પણ નજીક છે. તેના કારણે ભારતને ઉત્તરીય સરહદ પર દેખરેખ અને સુરક્ષા વધારવી પડી શકે છે. ભારતે વ્યૂહાત્મક હાજરી વધારવી પડશે રક્ષા નિષ્ણાત એનસી બિપિંદ્રાના જણાવ્યા મુજબ, વાખાનમાં ચીન અને મધ્ય એશિયાના હિતો જોડાયેલા છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના તણાવ તેમજ આ વિસ્તારમાં ચીનની વધતી હાજરીને કારણે વાખાનનું મહત્વ વધી ગયું છે. તેમના જણાવ્યા મુજબ, ભારતે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશો સાથે સંપર્ક વધારીને પોતાની કૂટનીતિક અને રાજકીય હાજરી મજબૂત કરવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    હમામી કટ્ટરપંથી હતો છતાં તેને પેસેન્જર પ્લેન કેમ સોંપાયું?:ઈરાન કનેક્શન કે સુરક્ષામાં ચૂક? ફ્લાયદુબઈની બેદરકારી પર USનાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- ‘પાઇલટ સમસ્યા હતો’
    Next Article
    એક્ટિવા છે કે દારૂનું ગોડાઉન?, એકપણ જગ્યા બાકી નહિ, VIDEO:વડોદરામાં બે મોપેડના ખૂણે-ખૂણામાંથી નીકળી 455 બોટલ, પોલીસ પણ ચકરાવે ચડી; બેની ધરપકડ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment