Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પુસ્તકાલયે મહિલાઓ માટે બ્યુટીપાર્લર સેમિનાર યોજ્યો:ગંગાબા રોજગાર કેન્દ્રમાં અવનિબેન મોદીએ સ્કિન કેર, મેકઅપ શીખવ્યા

    13 hours ago

    પાટણના શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા મહિલાઓ માટે રોજગારલક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે. આ અંતર્ગત 'ગંગાબા રોજગાર કેન્દ્ર'માં બ્યુટીપાર્લરના કોર્સનું આયોજન કરાયું છે. રવિવારે પુસ્તકાલયના આસ્થા હોલમાં એક દિવસીય 'લુક એન્ડ લર્ન' સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં પાટણના વતની અને હાલ પાલનપુરમાં રહેતા બ્યુટીપાર્લર નિષ્ણાત અવનિબેન મોદી અને તેમની ટીમે માર્ગદર્શન આપ્યું હતું. મહિલા પ્રમુખ શ્રીમતી હર્ષીદાબેન સોનીએ સ્વાગત પ્રવચન આપી કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમના અધ્યક્ષ રજનીભાઈ સાંડેસરાએ જણાવ્યું હતું કે, તેઓ પુસ્તકાલયના આવા કાર્યક્રમોમાં દાતા તરીકે નહીં, પરંતુ સહયોગી તરીકે ઊભા રહે છે. મુખ્ય મહેમાન ઘનશ્યામભાઈ ઘીવાળાએ પુસ્તકાલય અને મહિલાઓ દ્વારા થતા કાર્યક્રમોની પ્રશંસા કરી હતી. તેમણે પુસ્તકાલયને પાટણનું જ્ઞાનમંદિર ગણાવ્યું અને પ્રમુખ તથા તેમની ટીમને અભિનંદન પાઠવ્યા. અતિથિ વિશેષ ડો. વર્ષાબેન પ્રજાપતિ અને ઉર્મિલાબેન સોનીએ મોટી સંખ્યામાં બહેનોની ભાગીદારી અને તેમને અપાતા ઉત્તમ શિક્ષણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુટીપાર્લર નિષ્ણાત અવનિબેન મોદીએ સેમિનારમાં ભાગ લેનાર બહેનોને સ્કિન કેરની મૂળભૂત બાબતો, સ્કિન એનાલિસિસ, પ્રોડક્ટ નોલેજ, દૈનિક સ્કિન કેર, પ્રોફેશનલ મેકઅપ ટેકનિક, બેઝ તૈયારી, આઈ મેકઅપ, લિપ ટેકનિક અને લાંબા સમય સુધી ટકતા મેકઅપ વિશે પ્રેક્ટિકલ સાથે સમજણ આપી હતી. તેમણે બહેનોને પૈસા કરતાં ગ્રાહકોને સંતોષ મળે તે રીતે કામ કરવા અનુરોધ કર્યો હતો અને તેમના પ્રશ્નોના સરળ ભાષામાં ઉત્તરો આપ્યા હતા. આ સેમિનારને સફળ બનાવવા મહિલા સંયોજક આરતીબેન ચોકસી, વર્ષાબેન સોની, મહિલા ટીમના સભ્યો અને પુસ્તકાલયના કારોબારી સભ્યો રાજેશભાઈ, સુનીલભાઈ, અશ્વિનભાઈ, વિમલભાઈ, નારણભાઈ, દિલીપભાઈએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં ૬૦થી વધુ બહેનોએ ભાગ લીધો હતો, જેમને ખનક કંપની દ્વારા ૫૫૦ રૂપિયાની મેકઅપ કીટ ભેટ આપવામાં આવી હતી. આભારવિધિ મહાસુખભાઈ મોદીએ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અંબાજીમાં રાત્રિ પૂજાની માંગ કરતું અમદાવાદનું ટ્રસ્ટ:કોર્ટે કહ્યું- આ આરાસુર ટ્રસ્ટની વિવેકશક્તિ ઉપર આધારિત, અરજદાર હક્ક દાવો કરી શકે નહીં
    Next Article
    જૂનાગઢ મનપાના વોર્ડ નં-3ની 28 જુલાઈએ પેટા ચૂંટણી યોજાશે:ભાજપના અકરમ કુરેશી અને કોંગ્રેસના અશરફ થઈમે ઉમેદવારી નોંધાવી, અબ્બાસ કુરેશીને હોદ્દા પરથી દૂર કરાયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment