Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ મનપાના વોર્ડ નં-3ની 28 જુલાઈએ પેટા ચૂંટણી યોજાશે:ભાજપના અકરમ કુરેશી અને કોંગ્રેસના અશરફ થઈમે ઉમેદવારી નોંધાવી, અબ્બાસ કુરેશીને હોદ્દા પરથી દૂર કરાયા હતા

    14 hours ago

    ​જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં ભાજપના શાસક પક્ષના કોર્પોરેટર સામે ગુજસીટોક હેઠળ ગંભીર ગુનો નોંધાયા બાદ આ બેઠક ખાલી પડી હતી. જેના પગલે અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. પૂર્વ કોર્પોરેટર અબ્બાસ કુરેશી ગુજસીટોકના ગુનામાં જેલમાં ધકેલાયા હતા. કાયદાકીય જોગવાઈઓ અને નિયમ મુજબ સતત ત્રણ મહિના સુધી પૂર્વ મંજૂરી વગર સામાન્ય સભાઓમાં ગેરહાજર રહેવાના કારણે તત્કાલીન મનપા કમિશનરે 20 માર્ચ 2026થી આ બેઠક સત્તાવાર રીતે ખાલી જાહેર કરી દીધી હતી. બેઠક ખાલી થવાની સાથે જ આ વિસ્તારમાં પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને આચારસંહિતા પણ લાગુ કરી દેવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત 14 જુલાઈ સુધી ઉમેદવારી પત્રો રજૂ કરવાની સમયમર્યાદા રાખવામાં આવી છે. ત્યારબાદ 17 જુલાઈના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 28 જુલાઈના રોજ મતદાન યોજાશે અને 30 જુલાઈના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે. વોર્ડ નંબર 3ની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાઈ ​આ ચૂંટણી જંગમાં મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જોવા મળશે. વોર્ડ નંબર 3ની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર તરીકે અકરમ કુરેશીએ પોતાનું નામાંકન પત્ર ભર્યું છે, જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી અશરફ થઈમે મેદાનમાં ઉતરીને ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરવાના દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો પોતાના ઉત્સાહી કાર્યકર્તાઓ અને સ્થાનિક સમર્થકોના વિશાળ કાફલા સાથે ફોર્મ સબમિટ કરવા જૂનાગઢ પ્રાંત કચેરીના અધિકારી સમક્ષ પહોંચ્યા હતા, જેના કારણે કચેરી પરિસરમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. અકરમ કુરેશીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી ​આ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અકરમ ઇબ્રાહીમભાઈ કુરેશીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ તેમના પર મૂકેલો આ વિશ્વાસ ખૂબ જ ગર્વની બાબત છે અને તેઓ પક્ષના તમામ કાર્યકર્તાઓ તેમજ નેતાઓનો દિલથી આભાર માને છે. તેમણે દાવો કર્યો હતો કે સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક લોકોના સહયોગથી ભાજપ આ બેઠક પર જંગી બહુમતી સાથે ભવ્ય વિજય મેળવશે. વધુમાં તેમણે વચન આપ્યું હતું કે વિજેતા બન્યા બાદ તેઓ વોર્ડના તમામ પડતર પ્રશ્નો અને લોકઉપયોગી કાર્યોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરશે અને જનતાના વિશ્વાસ પર ખરા ઉતરશે. ​અશરફ થઈમે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી બીજી તરફ, કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અશરફ થઈમે જણાવ્યું હતું કે, પક્ષ તરફથી મળેલી સૂચના અને મેન્ડેટ અનુસાર તેમણે સત્તાવાર રીતે પોતાનું ઉમેદવારી પત્ર સોંપ્યું છે. અગાઉ આ બેઠકો બિનહરીફ થતી હોવાની જે પરંપરા ચાલતી હતી તે લોકશાહીના હિતમાં અટકવી અત્યંત જરૂરી હતી. જેથી તેમણે આ ચૂંટણી લડવાનો મક્કમ નિર્ણય કર્યો છે. તેમણે મક્કમતાપૂર્વક દાવો કર્યો છે કે વોર્ડના મતદારો કોંગ્રેસ પક્ષની વિચારધારાને સમર્થન આપશે અને તેઓ આ પેટાચૂંટણીમાં 100 ટકા વિજય મેળવીને જ બહાર આવશે. ગુજસીટોક ને અબ્બાસ કુરેશીને હોદ્દા પરથી દૂર કરાયા હતા ​ભૂતકાળની ઘટનાઓ પર નજર કરીએ તો, ભાજપના પૂર્વ કોર્પોરેટર અબ્બાસ કુરેશી સામે થયેલી કડક પોલીસ કાર્યવાહી ભારે ચર્ચાનો વિષય બની હતી. વોર્ડ નં. 3 ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી ગુજસીટોકના ગુનામા જયુડીશીયલ કસ્ટડીમા છે અને થોડા મહિના પહેલા ગુનો દાખલ થતા તત્કાલીન મનપા કમિશનર દ્વારા નિયમ મૂજબ જનરલ બોર્ડમાં હાજર નહી રહેતા અબ્બાસ કુરેશીને હોદ્દા પરથી દૂર કરાયા હતા. જેને લઈ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં શાસક પક્ષના કોઈ ચાલુ કોર્પોરેટર સામે આવા કડક કાયદાનો ઉપયોગ થયો હોય તેવો આ પ્રથમ કેસ હતો. 305 કરોડ રૂપિયાનું મસમોટું આર્થિક કૌભાંડ પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ આખી ગેંગ આંતરરાષ્ટ્રીય સ્તરના સાયબર ફ્રોડ નેટવર્ક સાથે સીધી જોડાયેલી હતી. આ ગેંગ દ્વારા ડિસેમ્બર 2025ના ગાળામાં અંદાજે 305 કરોડ રૂપિયાનું મસમોટું આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કૌભાંડની રકમને આંગડિયા માધ્યમથી ભાવનગર મોકલવામાં આવતી હતી અને ત્યાંથી ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરીને દુબઈ ખાતે ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ સિવાય આ ગુનાહિત ટોળકીના સભ્યો સામે અગાઉથી જ હત્યાની કોશિશ કરવાના અને ફરજ પર રહેલા પોલીસ જવાનો પર જીવલેણ હુમલા કરવાના ગંભીર ફોજદારી કેસો પણ નોંધાયેલા હતા, જેના કારણે આખરે કાયદાના સકંજામાં આવીને તેમને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણ પુસ્તકાલયે મહિલાઓ માટે બ્યુટીપાર્લર સેમિનાર યોજ્યો:ગંગાબા રોજગાર કેન્દ્રમાં અવનિબેન મોદીએ સ્કિન કેર, મેકઅપ શીખવ્યા
    Next Article
    Madhavan rues not getting residuals for 3 Idiots, Rang De Basanti: ‘Could’ve fed generations’ 

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment