Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજીમાં રાત્રિ પૂજાની માંગ કરતું અમદાવાદનું ટ્રસ્ટ:કોર્ટે કહ્યું- આ આરાસુર ટ્રસ્ટની વિવેકશક્તિ ઉપર આધારિત, અરજદાર હક્ક દાવો કરી શકે નહીં

    14 hours ago

    અમદાવાદના નરોડાથી જય સીયારામ સુંદરકાંડ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકાર આરાસુરી અંબાજી સેવા ટ્રસ્ટ અને જિલ્લા કલેકટરને પક્ષકાર બનાવીને અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં તેઓએ પણ અંબાજીમાં રાત્રિ પૂજાની માંગ કરી છે. રાત્રિ પૂજા કરવાની માંગ કરતા લોકો વધુ છે આજે આ અરજી ઉપર વધુ સુનાવણી યોજાતા સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, રાત્રિ પૂજા કરવાની માંગ કરતા લોકો વધુ છે, આ પૂજાનું સ્થળ મંદિરની અંદરના ગર્ભનો ભાગ છે. જે સૌથી પવિત્ર સ્થળ છે. અહીં દેશના મોટા લોકો પણ ના જઇ શકે. અરજદારને મંજૂરી નહીં આપી તેની પાછળ કારણો છે. ગયા વર્ષે મંજૂરી અપાઈ નથી, આ વખતે નથી અપાઈ પણ ફક્ત અરજદારને જ મંજૂરી નથી આપી એવું નથી. વર્ષોથી પૂજા કરતા સાચા નાગર બ્રાહ્મણ કોણ છે? કોર્ટે કહ્યું હતું કે, આ તો રાત્રિ પૂજા માટે મંજૂરી આપવી તે આરાસુરી બાજી ટ્રસ્ટ પાસે એકલો પાવર ગણાય સરકારી વકીલે કહ્યું હતું કે પહેલા માત્ર 3 ટ્રસ્ટને જ મંજૂરી હતી. પછી એ ઓળખવાનું રહ્યું કે વર્ષોથી પૂજા કરતા સાચા નાગર બ્રાહ્મણ કોણ છે? કારણ કે ટ્રસ્ટમાં ફાંટા પડે છે અને બીજું ટ્રસ્ટ ઊભું થાય છે. વળી સામાન્ય માણસો માટે તે સમયે મંદિર બંધ રહેતા મંદિર ટ્રસ્ટ આપખુદ લાગે! આ પૂજા નાગર બ્રાહ્મણોના વિશિષ્ટ પંથ દ્વારા કરાય છે. પહેલા 3 ટ્રસ્ટ મંજૂરી આપતા હવે 9 ટ્રસ્ટને આપીએ છીએ કોર્ટે પૂછ્યું હતું કે, રાત્રિ પૂજાનો અવસર આપવાનો આવો પાવર ફક્ત અંબાજી ટ્રસ્ટ પાસે કેમ? સરકારી વકીલે જણાવ્યું હતું કે જે લોકો પરંપરાગત વર્ષોથી પૂજા કરે છે, તેમને મંજૂરી અપાય છે. બધી જ પ્રક્રિયા પારદર્શક છે. આવી અરજીઓનો કોઈ અંત નથી, પહેલા 3 ટ્રસ્ટ મંજૂરી આપતા હવે 9 ટ્રસ્ટને આપીએ છીએ. અરજદાર આ અરજી પાછી ખેંચે અને ટ્રસ્ટ સમક્ષ રજૂઆત કરે કોર્ટે પૂછ્યું હતું કે, જો ટ્રસ્ટ કઈ ખોટું કરે તો? આ બાબતનો વાતચીતથી ઉકેલ લાવવો જોઈએ. જો કોઈએ ટ્રસ્ટ વગર રાત્રિ પૂજા માટે અરજી કરવી હોય તો? સરકારી વકીલે કહ્યું હતું કે, અરજદાર આ અરજી પાછી ખેંચે અને આરાસુર અંબાજી માતા મંદિર ટ્રસ્ટ સમક્ષ રજૂઆત કરે. માનો કે ટ્રસ્ટને મંજૂરીની સંખ્યા વધારવા છત્તા અરજદાર ટ્રસ્ટને મંજૂરી ના મળે તો ? તેમની સાથે અન્યાય થયો છે તેવું અરજદારનું માનવું છે. દર વખતે મંજૂરી પણ ના મળે કોર્ટે કહ્યું હતું કે અરજદારને અગાઉ રાત્રિ પૂજાની મંજૂરી મળી જ છે, દર વખતે મંજૂરી પણ ના મળે. અરજદારના વકીલ પોતાના અસીલને સૂચના મેળવે. આ અંગે વધુ કાર્યવાહી આવતીકાલે યોજાશે. અગાઉ 30 ટ્રસ્ટોને રાત્રિ પૂજાની મંજૂરી અપાતી હતી ગઈકાલે અરજદારે જણાવ્યું હતું કે, અગાઉ 30 ટ્રસ્ટોને રાત્રિ પૂજાની મંજૂરી અપાતી હતી. પરંતુ અંબાજી આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફક્ત 9 ટ્રસ્ટને જ પરવાનગી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાત્રિ પૂજા નાગર બ્રાહ્મણોના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ એક અલૌકિક અને જૂની પરંપરા છે. રાત્રિના 9.45થી 12 વાગ્યા સુધી પૂજા કરી શકતા હતા અગાઉ એક સંઘમાંથી જેટલા 200 વ્યક્તિઓને રાત્રિ પૂજા માટે મંજૂરી આપવામાં આવતી હતી. જે રાત્રિના 9.45 થી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી પૂજા કરી શકતા હતા. જેમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે શરત રાખવામાં આવતી હતી. 200 કરતા વધુ વ્યક્તિઓને પ્રવેશ મળશે નહીં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે ટ્રસ્ટોને મંજૂરી આપવામાં આવે છે. તેમાં જણાવાય છે કે દર વર્ષે રાત્રિ પૂજાનો હક મળતો નથી. ધાર્મિક લાગણી દુભાય તો કોઈ પણ કૃત્ય ટ્રસ્ટ કરી શકશે નહીં. કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ તેમની રહેશે. 200 કરતા વધુ વ્યક્તિઓને પ્રવેશ મળશે નહીં. સરકારની ભલામણથી ત્રણ ટ્રસ્ટોને મંજૂરી આપવામાં આવી જો કે હાઇકોર્ટમાં થયેલી ચર્ચામાં સરકારી વકીલે જણાવ્યું હતું કે સુરક્ષાના પ્રશ્નોને લઈને રાત્રિ પૂજા અમુક ટ્રસ્ટો ને જ આપવામાં આવી છે. જ્યારે અરજદારે જણાવ્યું હતું કે હાટકેશ્વર ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવી છે. જે એની ઉપર અગાઉની રાત્રિ પૂજા દરમિયાન જે મંદિર ગેટ ઉપર સિક્યુરિટી સાથે અભદ્ર ભાષામાં વાત કરવાની ફરિયાદ થઇ છે. ઉપરાંત સરકારની ભલામણથી ત્રણ ટ્રસ્ટોને મંજૂરી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીને સંશોધન પ્રોજેક્ટ મંજૂર:અથર્વવેદમાં કૃષિ-પ્રાકૃતિક વિષયક મંત્રોનું ભારતીય જ્ઞાન પરંપરાના પરિપ્રેક્ષ્યમાં સંપાદન-અનુવાદ માટે રૂ. 13 લાખની ગ્રાન્ટ
    Next Article
    પાટણ પુસ્તકાલયે મહિલાઓ માટે બ્યુટીપાર્લર સેમિનાર યોજ્યો:ગંગાબા રોજગાર કેન્દ્રમાં અવનિબેન મોદીએ સ્કિન કેર, મેકઅપ શીખવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment