Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેન્શનર્સે પડતર માગણી મામલે ભવિષ્ય નિધિ કચેરીને આવેદનપત્ર આપ્યું:કચ્છ કાઠિયાવાડ ગુજરાત નિવૃત્ત કર્મચારી મંડળ જુનાગઢે સ્થાનિક સાંસદને પણ રજૂઆત કરી

    8 hours ago

    ​દેશના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા આશરે 78 લાખ જેટલા વયોવૃદ્ધ ઈપીએસ-95 પેન્શનર્સ છેલ્લા 11 વર્ષથી પોતાના હક્કના પેન્શન માટે ન્યાયની આશાએ સંઘર્ષ કરી રહ્યા છે.આજે જૂનાગઢ ખાતે આવેલી સ્થાનિક ભવિષ્ય નિધિ કચેરી ખાતે કચ્છ કાઠિયાવાડ અને ગુજરાત રિટાયર્ડ એમ્પ્લોઇઝ યુનિયનના પ્રમુખ સલીમ ગુજરાતીની આગેવાનીમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થયા હતા. તેમણે કમિશનર કચેરી અને ભવિષ્ય નિધિ કચેરીના માધ્યમથી વડાપ્રધાનને સંબોધતો આવેદનપત્ર પાઠવ્યું છે, તેમજ આ પત્રની એક નકલ સ્થાનિક સાંસદ સભ્યને પણ સોંપીને રજૂઆત કરી હતી. ​આ અંગે મંડળના પ્રમુખ સલીમ ગુજરાતીએ જણાવ્યું હતું કે દેશભરમાં ઈપીએસ-95 અંતર્ગત આવતા 65 લાખથી વધુ કર્મચારીઓને હાલમાં માત્ર રૂપિયા 300 થી 2,500 સુધીનું જ અત્યંત નજીવું માસિક પેન્શન મળી રહ્યું છે. આજના મોંઘવારીના જમાનામાં આટલી નાની રકમથી દૂધ, શાકભાજી કે જીવનજરૂરી દવાઓનો ખર્ચ કાઢવો પણ અશક્ય બની ગયો છે. 70 થી 90 વર્ષની જૈફ ઉંમરે જ્યારે આ વડીલોને આરામ અને સારવારની જરૂર હોય છે, ત્યારે તેઓ રોડ પર આવીને આંદોલન કરવા માટે મજબૂર બન્યા છે, જે લોકશાહી દેશ માટે ખરેખર ચિંતાજનક બાબત છે. યોગ્ય સારવાર ન મળવાને કારણે અને આર્થિક તંગીના લીધે દેશમાં દરરોજ અંદાજે 200 જેટલા વયોવૃદ્ધ પેન્શનર્સ દુનિયા છોડી રહ્યા છે, જે ખૂબ જ દુઃખદ છે. ​નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા સરકાર સમક્ષ મુખ્ય ન્યાયિક માંગણીઓ રાખવામાં આવી છે, જેમાં તમામ પેન્શનર્સને લઘુત્તમ માસિક પેન્શન રૂપિયા 7,500 અને સાથે મોંઘવારી ભથ્થું મંજૂર કરવાની માંગ પ્રમુખ છે. આ ઉપરાંત તમામ પેન્શનર્સ અને તેમના જીવનસાથીને મફત તબીબી સુવિધા આપવામાં આવે તેમજ ઈપીએસ-95 અંતર્ગત આવતા તમામ વિભાગોના નિવૃત્ત કર્મચારીઓને આ લાભો સત્વરે પૂરા પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે. અગાઉ સરકાર તરફથી બે વખત આશ્વાસન મળ્યું હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર અને સકારાત્મક નિર્ણય લેવાયો નથી. ​આગામી 20 જુલાઈ 2026 થી સંસદનું નવું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું હોવાથી દેશભરના લાખો પેન્શનર્સ આશા રાખીને બેઠા છે કે ચાલુ સત્ર દરમિયાન જ સરકાર તેમની ન્યાયિક માંગણીઓનો સ્વીકાર કરે. જો આ સત્રમાં પણ પેન્શનર્સની વ્યાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો હતાશા અને લાચારીના કારણે દેશના વયોવૃદ્ધ પેન્શનર્સ નાછૂટકે જલદ આંદોલન તરફ આગળ વધશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પૈસાની લેતી-દેતીમાં યુવકની હત્યા:કિશનવાડીમાં 9 શખસે ભેગા મળી 3 વ્યક્તિને ચાકુના ઘા ઝીંક્યા, એકનું મર્ડર; આરોપીઓની અટકાયત થતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
    Next Article
    56 વર્ષીય આધેડે દીકરીની ઉંમરની યુવતીની છેડતી:માતાપિતાની ગેરહાજરીમાં ઘરે એકલી હોય અડપલાં કર્યા, વડોદરાના પાદરા તાલુકાનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment