Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૈસાની લેતી-દેતીમાં યુવકની હત્યા:કિશનવાડીમાં 9 શખસે ભેગા મળી 3 વ્યક્તિને ચાકુના ઘા ઝીંક્યા, એકનું મર્ડર; આરોપીઓની અટકાયત થતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

    10 hours ago

    વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં પૈસાની લેતી-દેતીના વિવાદને લઈને એક આશાસ્પદ યુવાનની હત્યા કરવામાં આવી છે. કિશનવાડી કૃત્રિમ તળાવ પાસે આ ઘટના બની હતી. 19 વર્ષીય સુમિત વણઝારા પર સાતથી વધુ લોકોએ ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સુમિતને ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 9 શખસે ભેગા મળી 3 વ્યક્તિ પર ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં એકનું મોત થઈ ગયું હતું. આરોપીઓની અટકાયત થતાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો છે. પઠાણી ઉઘરાણી માટે આવેલા શખસોએે હુમલો કર્યો ઘટના દરમિયાન સુમિતના પિતા સહિત અન્ય પરિવારજનો અને આસપાસના લોકોને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. પઠાણી ઉઘરાણી માટે આવેલા શખસો એકસાથે હુમલો કરીને સુમિતને ઘાયલ કર્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ક્રૂર હત્યાકાંડને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિવારજનોનું કહેવું છે કે આ વિવાદ લાંબા સમયથી ચાલતો હતો અને તેના કારણે તેમના યુવાન પુત્રનો જીવ ગુમાવવો પડ્યો છે. પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર સુમિતના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે, જ્યાં પરિવારજનોનો આક્રંદ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિવારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. તેમણે તાત્કાલિક તમામ આરોપીઓની ધરપકડ કરવાની માગ કરી હતી. હોસ્પિટલમાં તેમજ આસપાસના વિસ્તારમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. પાંચથી વધુ આરોપીઓ રાઉન્ડ અપ બાપોદ પોલીસે આ ઘટનામાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે પાંચથી વધુ આરોપીઓને રાઉન્ડ અપ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. પોલીસે વધુ આરોપીઓની શોધખોળ ચાલુ રાખી છે અને આ કેસને ગંભીરતાથી લઈને ત્વરિત કાર્યવાહી કરવાનું આશ્વાસન આપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેપાર ધંધાની ખોટને લઈ ખેલાયો ખૂની ખેલ કિશનવાડી વિસ્તારમાં થયેલી હત્યામાં બાપોદ પોલીસે નવ આરોપીઓને દબોચી લીધા છે. આ ઘટનામાં સુપર બેકરી પાસે વેપાર-ધંધાની ખોટના રૂપિયા 1 લાખની લેવડ-દેવડ બાબતે આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યા બાદ ફરિયાદી વિક્રમભાઈ સાથે બ્રિજેશ અને શૈલેષને ગડદા-પાટુનો માર મારી ધર્મેશ ઉર્ફે ધમો રણછોડભાઇ વણઝારાએ ફરિયાદીના મોટા દીકરા શૈલેષને પીઠમાં ડાબી બાજુ ચપ્પુ મારી ઇજા પહોચાડી હતી. સાથે આરોપી અજય વણઝારાએ ફરિયાદીના નાના દીકરા સુમિતને નાક ઉપર ડાબી બાજુ ચપ્પુ મારી ઇજા પહોચાડી હતી. આ સાથે આરોપી ધર્મેશ વણઝારાએ ફરિયાદીના દીકરા સુમિતને પીઠ ઉપર ડાબી બાજુ ચપ્પુ મારી જીવલેણ હુમલો કર્યો હતો જેમાં યુવકનું ગંભીર ઈજાઓને લઈ મોત નીપજ્યું હતું. આરોપીના નામ
    Click here to Read More
    Previous Article
    South Central 83: Raavan arrests and policing dissent in Andhra Pradesh
    Next Article
    પેન્શનર્સે પડતર માગણી મામલે ભવિષ્ય નિધિ કચેરીને આવેદનપત્ર આપ્યું:કચ્છ કાઠિયાવાડ ગુજરાત નિવૃત્ત કર્મચારી મંડળ જુનાગઢે સ્થાનિક સાંસદને પણ રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment