Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અદાણી તારા ઘર આગળ થાંભલો નાખ અમને હેરાન ન કર':મોરબી કલેક્ટર કચેરી સુધી રેલી, મહિલાએ કહ્યું- અમે ભૂખ્યા-તરસ્યા બેઠાં પણ સરકારને દયા ન આવી'

    2 days ago

    ગુજરાતમાં ખાનગી કંપનીઓના વીજપોલ માટે સરકારે જાહેર કરેલી નવી વળતર નીતિનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ નીતિના અસ્વીકાર બાદ 'આંદોલન પાર્ટ-3' હેઠળ આજે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી ખેડૂતોએ કૂચ કરી છે. ખેડૂતો દ્વારા કલેકટરને વિવિધ ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કરશે અને તેમની માંગણી મુજબ વળતરની માi કરવામાં આવશે. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે, તેમના ખેતરોમાં ઊભા કરવામાં આવતા વીજપોલ સામે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને તેમને પૂરતું વળતર આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, આ આંદોલનની શરૂઆત મોરબીના જેતપર ગામે થઈ હતી, જ્યાં ખેડૂતો ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતા અને સમયસર વળતરની માગ કરી રહ્યા હતા. અગાઉ પ્રતિક ઉપવાસ અને ત્યાર બાદ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન સરકારે ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર માટે નવી વળતર નીતિ જાહેર કરી હતી અને તેનો પરિપત્ર પણ બહાર પાડ્યો હતો. મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી ખેડૂતોની વિશાળ રેલીની પળેપળની અપડેટ્સ માટે વાંચો લાઈવ બ્લોગ
    Click here to Read More
    Previous Article
    બે અલગ-અલગ રોડ એક્સિડન્ટમાં ત્રણ યુવકો ઈજાગ્રસ્ત:VIP રોડ પર કાર ચાલક બાઇકને ટક્કર મારીને ફરાર, કમાટીબાગ પાસે બે ટુ-વ્હીલર સામસામે ટકરાયા
    Next Article
    આણંદમાં કુપોષિત બાળકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ:ICDS ઘટક આણંદ-4 દ્વારા રાસનોલ સેજામાં યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment