Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં કુપોષિત બાળકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ:ICDS ઘટક આણંદ-4 દ્વારા રાસનોલ સેજામાં યોજાયો

    2 days ago

    આણંદના રાસનોલ સેજા ખાતે ICDS ઘટક આણંદ-4 દ્વારા કુપોષિત બાળકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ)ના મેડિકલ ઓફિસર દ્વારા 60 જેટલા કુપોષિત બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ બાળકોને તબીબી સારવાર અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે CDPO દિવ્યાબેન પંજાબીએ ઉપસ્થિત વાલીઓને સંબોધિત કર્યા હતા. તેમણે ICDS યોજના અંતર્ગત બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે ઉપલબ્ધ વિવિધ સેવાઓ તથા સરકારી લાભો વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ગ્રામજનોને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. કેમ્પ દરમિયાન, એક દિવ્યાંગ બાળકના વાલી સાથે મેડિકલ ઓફિસરે રૂબરૂ પરામર્શ કર્યો હતો. તેમને સૂચવેલી સારવાર સમયસર મેળવવા માટે ખાસ સમજણ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. RBSKના મેડિકલ ઓફિસરે બાળકોમાં કુપોષણ અટકાવવા માટે જરૂરી તકેદારીઓ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વાલીઓને બજારુ અને જંક ફૂડથી દૂર રહી, પોષક તત્વોથી ભરપૂર ઘરનો ખોરાક આપવા ભારપૂર્વક અપીલ કરી હતી. આ કેમ્પમાં ICDS ઘટક આણંદ-૪ ના CDPO અને સ્ટાફ, RBSKની ટીમ, સ્થાનિક ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'અદાણી તારા ઘર આગળ થાંભલો નાખ અમને હેરાન ન કર':મોરબી કલેક્ટર કચેરી સુધી રેલી, મહિલાએ કહ્યું- અમે ભૂખ્યા-તરસ્યા બેઠાં પણ સરકારને દયા ન આવી'
    Next Article
    Zareen Khan shuts down paparazzi as they ask her to try a outfit in front of them. Watch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment