Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોટરી ક્લબ ઓફ છોટી કાશીનાં નવમાં શપથવિધિ સમારોહનું ભવ્ય આયોજન:નવા હોદ્દેદારોએ સેવા, શિક્ષણ, આરોગ્ય સહિતના કાર્યોનો સંકલ્પ કર્યો

    3 days ago

    જામનગરમાં રોટરી ડિસ્ટ્રિક્ટ-3060 અંતર્ગત રોટરી ક્લબ ઓફ છોટી કાશીનો વર્ષ 2026-27 માટેનો નવમો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. 'સંકલ્પ: ધ બિલીવર્સ વે' થીમ સાથે આ કાર્યક્રમ આશીર્વાદ ક્લબ રિસોર્ટ ખાતે સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરૂઆત 'ધ ફોર-વે ટેસ્ટ', પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. આ સમારોહમાં નવી ટીમના હોદ્દેદારોએ શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે આગામી વર્ષ માટે સેવા, શિક્ષણ, આરોગ્ય અને યુવા વિકાસ સહિતના વ્યાપક અને અસરકારક સેવાકીય કાર્યોને વેગ આપવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે આગામી વર્ષના સેવાકીય કાર્યોનો મહત્વપૂર્ણ રોડમેપ પણ રજૂ કરવામાં આવ્યો હતો. નવનિયુક્ત હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે પરિન ગોકાણી, સેક્રેટરી ભાવેશભાઈ તન્ના, ઉપપ્રમુખ એન્જલભાઈ સુતારિયા, ખજાનચી સાગરભાઈ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી કૃણાલસિંહ જાડેજા, ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ વત્સલભાઈ ખીમાસિયા, લર્નિંગ ફેસિલિટેટર જસ્મિનભાઈ પટેલ, ફાઉન્ડેશન ચેરમેન ગોપાલભાઈ બથિયા, મેમ્બરશિપ ચેરમેન ભરતસિંહ ચૌહાણ, પબ્લિક ઇમેજ ચેરમેન નિતલભાઈ ધ્રુવ, સર્વિસ પ્રોજેક્ટ ચેરમેન હરીશભાઈ કેશવાલા અને યુથ સર્વિસ ચેરમેન પદે નીલ વચ્છાણીનો સમાવેશ થાય છે. આ સમારોહમાં રોટરી ડિસ્ટ્રિક્ટ-3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિલેશ આર.શાહ, ધૂર્તિબેન શાહ, આસિસ્ટન્ટ ગવર્નર કમલેશ કાનાબાર અને કૃપાબેન કાનાબાર સહિતના મુખ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મનહરલાલ ગોકાણી, રંજનબેન ગોકાણી, જયેશભાઈ જોશી, વિક્રમભાઈ ગોજીયા, મિલનભાઈ શાહ, શરદભાઈ શેઠ, લલીતભાઈ જોશી, નિશિત શાહ, નિમેશ રાજપૂત અને નયનાબેન પટેલ જેવા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. સમગ્ર આયોજનની સફળતા માટે સંદીપ ગણાત્રા, એન્જલભાઈ સુતારિયા, વત્સલભાઈ ખીમાસિયા, કુણાલસિંહ જાડેજા, સાવન પટેલ સહિત ક્લબના તમામ સભ્યોએ યોગદાન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંથન દોશી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વર્ષ દરમિયાનની કામગીરી અને પ્રોજેક્ટ બદલ સભ્યોને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આશીર્વાદ ક્લબ રિસોર્ટના સહયોગ બદલ સંસ્થા દ્વારા હામીરભાઈ ઓડેદરાનો આભાર વ્યક્ત કરાયો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં માત્ર 18 સભ્યો સાથે શરૂ થયેલી રોટરી ક્લબ ઓફ છોટી કાશી આજે આશરે 70 સભ્યોના સશક્ત પરિવાર તરીકે વિકસી છે. છેલ્લા નવ વર્ષ દરમિયાન સંસ્થાએ સામાજિક સેવા, આરોગ્ય, શિક્ષણ, યુવા સશક્તિકરણ, ગ્રામ્ય વિકાસ અને વિવિધ જનકલ્યાણકારી પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહી સમાજમાં યોગદાન આપ્યું છે. કોરોના મહામારી જેવા સમયમાં પણ ક્લબે અનેક લોકોપયોગી સેવાકીય કાર્યો કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    તેલંગાણામાં 6 લોકોનો હત્યારો મૃત હાલતમાં મળ્યો:જામીન પર છૂટ્યા પછી બળાત્કાર પીડિતા, તેના દાદા-દાદી અને તેની પત્ની-બે પુત્રોની હત્યા કરી હતી
    Next Article
    સુરેન્દ્રનગરમાં નવું આધાર સેવા કેન્દ્ર શરૂ:સાંસદ ચંદુભાઈ શિહોરાએ લોકાર્પણ કર્યું, મળશે ઝડપી સેવાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment