Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગડિયા પેઢીના કર્મી પાસેથી 6 લાખનું પાર્સલ સેરવી લીધું:બે શખસે ​પાર્સલમાં બે નંબરનો માલ હોવાનું કહી રોક્યા હતા, વિજાપુરમાં પોલીસ ફરિયાદ

    7 hours ago

    વિસનગરમાં અંબાલાલ હરગોવનદાસ પટેલ આંગડિયા પેઢીમાં ફરજ બજાવતા 67 વર્ષીય વૃદ્ધ કર્મચારી વિષ્ણુભાઈ પટેલ વિજાપુર ખાતેથી પાર્સલો એકત્રિત કરી રહ્યા હતા ત્યારે છેતરપિંડીની ઘટના બની હતી. એસ.એમ. જ્વેલર્સમાંથી રૂ. 6,00,000 ની કિંમતનું મુંબઈ મોકલવાનું પાર્સલ મેળવીને વિષ્ણુભાઈ જૂની કોર્ટ પાસે અશોક ફરસાણ નજીકના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ તેમને આંતરીને તેમની પાસે ‘બે નંબરનો માલ’ હોવાનું કહી રોક્યા હતા. વાતોમાં રાખી છ લાખનું પાર્સલ સેરવી લીધું બાઈકસવારોએ વૃદ્ધ કર્મચારીનો થેલો અને પહેરેલી બંડીની ઝડતી લઈને અંદર રહેલા ત્રણેય પાર્સલો બહાર કઢાવ્યા હતા. બન્ને ઈસમોએ પાર્સલો ચેક કરીને પરત થેલામાં મુકાવ્યા હતા અને વૃદ્ધને વાતોમાં પરોવી દીધા હતા. ત્યારબાદ વૃદ્ધ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા ત્યારે તેમને શંકા જતાં થેલો તપાસતા એસ.એમ. જ્વેલર્સનું રૂ. 6 લાખની કિંમતનું સોના-ચાંદી કે કિંમતી માલસામાન ધરાવતું પાર્સલ ગાયબ જણાયું હતું. બે ગઠિયા સામે વિજાપુરમાં પોલીસ ફરિયાદ આમ બાઈક પર આવેલા બે ગઠિયાઓ કર્મચારીને વાતોમાં ઉતારી, તલાશી લેવાના નામે કિંમતી પાર્સલની સેરવી લઈ છેતરપિંડી આચરી ફરાર થઈ ગયા હતા. ઘટનામાં એક ઈસમ સફેદ શર્ટ પહેરેલો હતો જ્યારે બીજા ઈસમે હેલ્મેટ પહેરેલું હતું. આ મામલે પીડિત કર્મચારીએ પાવતીની નકલ સાથે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    માથામાં હથોડી ફટકારી તો લાગ્યું જાણે માથે આકાશ પડ્યું:બાપ અને ભાઈ સોફિયાનો કાળ કેવી રીતે બન્યા, 3 મહિનાનો પ્લાન 3 કડીથી ઉકેલાયો
    Next Article
    બોટાદમાં કથિત રૂ. 1 કરોડના તોડકાંડમાં પોલીસ તપાસ તેજ:DYSP મહર્ષિ રાવલની ટીમે LCBના તમામ કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી, અન્ય લોકોની પણ તપાસ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment