Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં નવું આધાર સેવા કેન્દ્ર શરૂ:સાંસદ ચંદુભાઈ શિહોરાએ લોકાર્પણ કર્યું, મળશે ઝડપી સેવાઓ

    3 दिन पहले

    સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોને ઝડપી, સરળ અને પારદર્શક આધાર સેવાઓ પૂરી પાડવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા સુરેન્દ્રનગરમાં નવા આધાર સેવા કેન્દ્ર (ASK)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર ડિજિટલ ઇન્ડિયાના વિઝનને મજબૂત બનાવશે અને નાગરિકોને એક જ સ્થળે ગુણવત્તાયુક્ત આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવશે. મિલન આઇકોન, આંબેડકર નગર, સુરેન્દ્રનગર ખાતે શરૂ કરાયેલું આ કેન્દ્ર અઠવાડિયાના સાતેય દિવસ કાર્યરત રહેશે. અહીં નવી આધાર નોંધણી, 5થી 17 વર્ષના બાળકો માટે મફત બાયોમેટ્રિક અપડેટ, નામ-સરનામા સહિતની વિગતોમાં સુધારો અને આધાર સંબંધિત ફરિયાદોનું સ્થળ પર જ નિવારણ જેવી સેવાઓ મળશે. નાગરિકોની સુવિધા માટે કેન્દ્રમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્હીલચેરની સુવિધા, દિવ્યાંગજનો માટે સુલભ શૌચાલય અને સમર્પિત ASK મેનેજરની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો અગાઉથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ બુક કરાવીને પણ સેવાઓનો લાભ લઈ શકશે. UIDAI દ્વારા આગામી સમયમાં શાળાઓમાં વિશેષ બાયોમેટ્રિક અપડેટ કેમ્પનું પણ આયોજન કરાશે. આનાથી બાળકોના આધારની માહિતી સમયસર અપડેટ થશે અને તેમની ડિજિટલ ઓળખ વધુ સુરક્ષિત બનશે. આ ઉદ્ઘાટન સમારોહમાં સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય જગદીશભાઈ પ્રભુભાઈ મકવાણા, મેયર રાકેશકુમાર રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ (IAS), UIDAI રાજ્ય કચેરી અમદાવાદના ડાયરેક્ટર રાજેશ કુમાર ગુપ્તા, ડેપ્યુટી ડાયરેક્ટર સંજુ બાલા તેમજ UIDAI અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, "સુરેન્દ્રનગરમાં શરૂ થયેલું આ આધુનિક આધાર સેવા કેન્દ્ર જિલ્લાના લોકોને વધુ ઝડપી, અનુકૂળ અને પારદર્શક આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવશે. ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે." UIDAI દ્વારા સંચાલિત તમામ આધાર સેવા કેન્દ્રોમાં એકસરખા સેવા ધોરણો, મજબૂત ડેટા સુરક્ષા અને ફરિયાદોના સમયસર નિવારણની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આનાથી દરેક નાગરિકને વિશ્વસનીય અને સુરક્ષિત ડિજિટલ ઓળખ સેવાઓનો લાભ મળશે.
    Click here to Read More
    Previous Article
    રોટરી ક્લબ ઓફ છોટી કાશીનાં નવમાં શપથવિધિ સમારોહનું ભવ્ય આયોજન:નવા હોદ્દેદારોએ સેવા, શિક્ષણ, આરોગ્ય સહિતના કાર્યોનો સંકલ્પ કર્યો
    Next Article
    ઇન્સ્ટાગ્રામ પર લોકોને ઉશ્કેરનાર અને ઠગાઈ કરતો નકલી પત્રકાર ઝડપાયો:પોલીસને પણ ફોન કરીને પોતે યુનિયન લીડર અને પત્રકાર હોવાની ખોટી ઓળખ આપી રોફ ઝાડતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment