Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના નેતાએ કોન્ટ્રાક્ટરને બચાવ્યો:અંતિમવિધિ માટે ગાદલા-ગોદડા ઉપયોગ કરવો પડ્યો એવા સ્મશાન ગૃહના કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત બાકી

    19 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાનગૃહોમાં અંતિમવિધિ માટે સુકા અને જલાઉ લાકડા તેમજ ખાડા ખોદી આપવા માટે ભાજપના પૂર્વ કોર્પોરેટરની વિવેકાનંદ ગ્રામઉદ્યોગ સેવા સંઘ નામની એજન્સીને બ્લેકલિસ્ટ કરવા અંગેની દરખાસ્ત ભાજપના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન દ્વારા મંજૂર કરવામાં આવી નથી. શહેરના ઓઢવ સ્મશાનગૃહ જ્યાં અંતિમવિધિ માટે લાકડા અને ગોદડાનો ઉપયોગ થયો હતો અને વિવાદ સર્જાયો હતો એમાં આ એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં ભાજપના નેતાઓએ ઠાગાઠૈયાં કર્યા છે. ભાજપના નેતાઓ અને અધિકારીઓએ ત્યારે પણ કોન્ટ્રાકટરને બચાવ કર્યો હતો. 10 દિવસ બાદ કમિટી મળશે ત્યારે દરખાસ્ત લાવવાશે ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા કમિટીના ચેરમેનને એજન્સીને બ્લેકલિસ્ટ અંગે હાલ પૂરતો નિર્ણય ન કરવા સૂચના આપી અને આગામી કમિટી સુધી દરખાસ્તને બાકી રાખવા જણાવવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હવે 10 દિવસ બાદ જ્યારે કમિટી મળશે ત્યારે ફરીથી આ દરખાસ્ત લાવવામાં આવશે ત્યાં સુધી એજન્સી ધરાવનાર અને ભાજપના નેતાઓ વચ્ચે ગોઠવણ ચાલે તેવી ચર્ચા જાગી છે. સંસ્થા દ્વારા ટેન્ડરની શરતોનું પાલન કરાતું નથી આજે મળેલી હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ કમિટીની બેઠકમાં જન્મ-મરણ સ્મશાનગૃહ વિભાગે રજૂ કરેલી દરખાસ્તમાં જણાવાયુ હતું કે, AMC સંચાલિત સ્મશાનોમાં સુકા જલાઉ લાકડા પૂરા પાડવા તેમજ બાળકોનાં મૃતદેહોને દફનાવવા માટે ખાડા ખોદી આપવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ વિવેકાનંદ ગ્રામઉદ્યોગ સેવા સંઘ નામની સંસ્થાને આપવામાં આવ્યો છે. આ સંસ્થા દ્વારા ટેન્ડરની શરતોનું પાલન કરવામાં આવતું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન અને જાહેર જનતાનાં હિત વિરૂધ્ધ જ કામગીરી કરતાં હોવાનુ તપાસમાં જણાઇ આવ્યુ છે. કોન્ટ્રાક્ટ રદ કરી બ્લેક લિસ્ટ કરવાની રજૂઆત કોન્ટ્રાક્ટર એજન્સી વિવેકાનંદ ગ્રામઉદ્યોગ સેવા સંઘની લેખિત અને મૌખિક ફરિયાદો મળી છે. જેથી આ એજન્સીને વારંવાર નોટિસ આપવામાં આવી છે અને તેના જવાબમાં સંસ્થા દ્વારા જે ખુલાસા કરવામાં આવ્યા છે તે લોકોની ફરિયાદોનાં અનુસંધાને યોગ્ય જણાયા નથી. સ્મશાન જેવી જગ્યાએ ખરાબ કામગીરીથી મ્યુનિ.તંત્રની છબી ખરડાય છે, જે બિલકુલ ચલાવી લેવાય તેમ નથી તેથી વિવેકાનંદ ગ્રામઉદ્યોગ સેવા સંઘનો લાકડા પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ રદ કરી એક વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવે એવી રજૂઆત હતી. દરખાસ્તને તરત મંજૂરી આપવાને બદલે બાકી રાખી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન દિપક પંચાલે જાહેર જનતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રતિષ્ઠા ખરડાતી હોવા છતાં આ દરખાસ્તને તરત મંજૂરી આપવાને બદલે બાકી રાખી દીધી હતી. આ બાબતે તેમણે કહ્યું હતું કે આ બાબતે તપાસ કરવી પડશે અને ચર્ચા કરવી પડશે તેવા કારણ આપ્યા હતા. કોઈ રાજકીય પ્રેરિત પણ હોઈ શકે જેથી આ બાબતે પણ તપાસ કરી અને કાર્યવાહી કરીશું. આ એજન્સી ભાજપનાં એક પૂર્વ કોર્પોરેટરની છે! જોકે મ્યુનિ સૂત્રોએ કહ્યું કે, આ એજન્સી ભાજપનાં એક પૂર્વ કોર્પોરેટરની છે અને તેના કારણે આ એજન્સી સામે અનેક પ્રકારની ફરિયાદો હોવા છતાં ભાજપની ઉચ્ચ નેતાગીરી દ્વારા તેમને છાવરવામાં આવે છે. સ્મશાનોમાં લાકડા પૂરા પાડવાનાં કામ કરતાં કોન્ટ્રાક્ટરો બજારભાવ કરતાં ઓછા ભાવ ભરી યેનકેન પ્રકારે ટેન્ડર હાંસલ કરી લે છે અને પછી સુકા જલાઉ લાકડાને બદલે ભીના લાકડા પણ સપ્લાય કરતા હોય છે, એટલુ જ નહિ વજનમાં ગોલમાલનાં પણ આક્ષેપો થાય છે અને સ્મશાનમાં આવતાં ડાઘુઓ પાસેથી કઇ રીતે વધારે પૈસા પડાવવા તેનાં જ કારસા કરાતા હોય છે.
    Click here to Read More
    Previous Article
    સ્વદેશી જાગરણ મંચે મોડાસામાં 21 છોડનું વાવેતર કર્યું:રહીશોએ દરેક છોડ દત્તક લઈ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો
    Next Article
    કરોડોની ઓનલાઈન રોકાણ છેતરપિંડીનો પર્દાફાશ:વાપી અને ધરમપુરના બે સાગરીતો ઝડપાયા, દમણ-દુબઈમાં યોજાતી હતી આલીશાન પાર્ટીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment