Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરોડોની ઓનલાઈન રોકાણ છેતરપિંડીનો પર્દાફાશ:વાપી અને ધરમપુરના બે સાગરીતો ઝડપાયા, દમણ-દુબઈમાં યોજાતી હતી આલીશાન પાર્ટીઓ

    20 hours ago

    દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન રોકાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. બોટબ્રો , બોટ આલ્ફા, ક્રોસ માર્કેટ, ટ્રેડ ક્રાફ્ટ અને BG વેલ્થ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ્સના માધ્યમથી લોકોને રોકાણ માટે લલચાવી ઠગાઈ કરવામાં આવતી હતી. આ કેસમાં પોલીસે બે સાગરીતોની ધરપકડ કરીને તપાસને મહત્વપૂર્ણ દિશા આપી છે. ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોને ફસાવાયા મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક ફરિયાદીએ પોતાની મહેનતની કમાણી ગુમાવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો. ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 01/2026 નોંધાઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ દર મહિને 5થી 7 ટકા ફિક્સ વળતર, મુદ્દલ રકમની ગેરંટી અને ઊંચી કિંમતના 'TLC ટોકન્સ' આપવાના લોભામણા વચનો આપીને લોકોને ઓનલાઈન રોકાણ માટે પ્રેરિત કરતા હતા. પોલીસને આશંકા છે કે આ કૌભાંડમાં અસંખ્ય રોકાણકારો ભોગ બન્યા છે. વાપી અને ધરમપુરના બે આરોપીઓની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરીને 13 જુલાઈ, 2026ના રોજ આ રેકેટ સાથે સંકળાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં વાપીમાં રહેતી અને મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરની અંજલી યાદવ તેમજ વલસાડ જિલ્લાના ધરમપુરના મિલન કુમાર દિનેશભાઈ મહાલાનો સમાવેશ થાય છે. બંનેની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ફેક ડેશબોર્ડ, દુબઈ-થાઈલેન્ડની પાર્ટીઓ અને નામ બદલવાની તરકીબ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ રોકાણકારોને ખોટો નફો બતાવવા માટે ફેક ઓનલાઈન ડેશબોર્ડનો ઉપયોગ કરતા હતા. નવા રોકાણકારોને આકર્ષવા માટે દમણની આલીશાન હોટલો ઉપરાંત દુબઈ અને થાઈલેન્ડમાં ભવ્ય પ્રમોશનલ ઈવેન્ટ્સ અને પાર્ટીઓ યોજવામાં આવતી હતી. શંકા ન જાય તે માટે પ્લેટફોર્મના નામો પણ સમયાંતરે બદલવામાં આવતા હતા. જ્યારે રોકાણકારો પોતાની રકમ પરત માંગતા ત્યારે તેમને ક્રિપ્ટોકરન્સી મારફતે પૈસા ઉપાડવાની પ્રક્રિયા બતાવવામાં આવતી, પરંતુ વાસ્તવમાં કોઈ રકમ તેમના ખાતામાં જમા થતી નહોતી. માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા પોલીસની તપાસ તેજ તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર લવિશ ચૌધરી ઉર્ફે નવાબ અલી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ તે પોતાના અન્ય સાગરીતો સાથે મળીને દેશના વિવિધ રાજ્યોમાં મલ્ટી-લેવલ માર્કેટિંગ આધારિત અનિયંત્રિત રોકાણ નેટવર્ક ચલાવતો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચ અને ATSના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસના માર્ગદર્શન હેઠળ કૌભાંડની રકમ ક્યાં ટ્રાન્સફર થઈ, કેટલા લોકો છેતરપિંડીનો ભોગ બન્યા અને અન્ય કોણ-કોણ તેમાં સંડોવાયેલા છે તે અંગે સઘન તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના નેતાએ કોન્ટ્રાક્ટરને બચાવ્યો:અંતિમવિધિ માટે ગાદલા-ગોદડા ઉપયોગ કરવો પડ્યો એવા સ્મશાન ગૃહના કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત બાકી
    Next Article
    Days after boy killed in lion attack, Gujarat to deploy drones, trackers for pilgrims’ safety on Mount Girnar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment