Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એરપોર્ટ પર વ્હીલચેર પેસેન્જરોની હાલાકી:બુકિંગ છતાં સમયસર સહાય નહીં, ટર્મિનલ બહાર હેલ્પ ડેસ્કની માંગ

    15 hours ago

    દેશના સૌથી વ્યસ્ત અને પ્રતિષ્ઠિત એરપોર્ટ્સમાં સ્થાન ધરાવતા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુવિધાને લઈને મોટા-મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ હોવાની ફરિયાદો ઉઠી રહી છે. એરપોર્ટ પર વ્હીલચેરની જરૂરિયાત ધરાવતા અશક્ત, દિવ્યાંગ અને વૃદ્ધ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટિકિટ બુકિંગ સમયે જ એડવાન્સમાં વ્હીલચેરની સુવિધા નોંધાવી હોવા છતાં, એરપોર્ટ પર પહોંચતી વખતે ટર્મિનલની બહાર કોઈ પણ પ્રકારની સહાય ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી છે. ટર્મિનલ બહાર કોઈ સત્તાવાર કાઉન્ટર કે હેલ્પ ડેસ્ક જ નથી! અમદાવાદના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દરરોજ હજારો મુસાફરો અને સેંકડો ફ્લાઇટોનું સંચાલન થાય છે. નિયમ મુજબ, અનેક જરૂરિયાતમંદ મુસાફરો ટિકિટ બુકિંગ કરાવતી વખતે જ જે-તે એરલાઇન્સમાં વ્હીલચેરની ખાસ જરૂરિયાત નોંધાવી દેતા હોય છે. તેમ છતાં, મુસાફરોનો આક્ષેપ છે કે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ ટર્મિનલ બિલ્ડિંગની બહાર વ્હીલચેર માટે કોઈ નિશ્ચિત કાઉન્ટર, સંકેત કે સ્પેશિયલ હેલ્પ ડેસ્ક ઉપલબ્ધ રાખવામાં આવ્યું નથી, જેના કારણે મુસાફરો અટવાઈ પડે છે. પાર્કિંગના કડક નિયમો અને એરલાઇન્સની લાપરવાહીથી મુશ્કેલી બેવડાઈ મુસાફરોના જણાવ્યા મુજબ, એરલાઇન્સ કંપનીઓ પાસે અગાઉથી જ વ્હીલચેરની જરૂરિયાત ધરાવતા પેસેન્જર્સની સંપૂર્ણ યાદી અને માહિતી હોય છે. આમ છતાં, ટર્મિનલની બહાર કોઈ પ્રતિનિધિ કે સહાયક સ્ટાફ સમયસર હાજર રહેતો નથી. બીજી તરફ, એરપોર્ટ પર સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટના નામે ખાનગી વાહનોને ટર્મિનલ બિલ્ડિંગથી ઘણું દૂર પાર્કિંગ એરિયામાં જ ઊભા રાખવાના કડક નિયમો લાગુ કરાયા છે. આ સ્થિતિમાં વ્હીલચેર વિના વૃદ્ધ અને દિવ્યાંગ મુસાફરો માટે ચાલીને ટર્મિનલ સુધી પહોંચવું અત્યંત કષ્ટદાયક અને મુશ્કેલ બની જાય છે. લંડનથી આવેલા વૃદ્ધ મુસાફરના પરિવારે વેઠી હાલાકી એરપોર્ટ પર મુસાફરોના પરિવારોનો ગંભીર આક્ષેપ છે કે વિવિધ એરલાઇન્સ અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે યોગ્ય સંકલન (Coordination) નો મોટો અભાવ વર્તાઈ રહ્યો છે. આ જ કારણે બુકિંગ હોવા છતાં સ્ટાફ અને વ્હીલચેર સમયસર મળતા નથી અને પરિવારે કલાકો સુધી રાહ જોવી પડે છે. તાજેતરમાં જ બનેલી એક ઘટના મુજબ, લંડનથી અમદાવાદ આવેલા એક બઝુર્ગ મુસાફરના પરિવારે ટિકિટ બુકિંગ વખતે જ વ્હીલચેરની કન્ફર્મ નોંધ કરાવી હતી. તેમ છતાં અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ તેમને વ્હીલચેર મેળવવા માટે કલાકો સુધી હેરાન થવું પડ્યું હતું. આવી જ અનેક ફરિયાદો રોજબરોજ સામે આવી રહી છે. ટર્મિનલની બહાર જ અલગ વ્યવસ્થા ઊભી કરવા મુસાફરોની માંગ એરપોર્ટ પર મુસાફરોને પડતી આ હાલાકીનો કાયમી ઉકેલ લાવવા માટે હવે પ્રવાસીઓ દ્વારા ઓથોરિટી સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે. મુસાફરોની માંગ છે કે ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ બંને ડિપાર્ચર ટર્મિનલની બહાર વ્હીલચેર આસિસ્ટન્સ માટે તાત્કાલિક અલગ હેલ્પ ડેસ્ક અથવા સમર્પિત કાઉન્ટર શરૂ કરવામાં આવે. આ સાથે જ ફ્લાઇટના શિડ્યુલ અને એડવાન્સ બુકિંગ ડેટાના આધારે પૂરતો સ્ટાફ અને વ્હીલચેર બહાર જ તૈનાત રાખવામાં આવે, જેથી કરીને કોઈ પણ વૃદ્ધ, દિવ્યાંગ કે બીમાર મુસાફરને ભારતની ધરતી પર પગ મૂકતા જ કે અહીંથી જતા સમયે અગવડતા ન ભોગવવી પડે.
    Click here to Read More
    Previous Article
    અંબાજીમાં રાત્રિ પૂજાની માંગ સાથે અમદાવાદનું ટ્રસ્ટ હાઈકોર્ટ પહોંચ્યું:અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નાગર બ્રાહ્મણોના 9 ટ્રસ્ટને જ પરવાનગી અપાઈ, સરકારી વકીલે કહ્યું- 'સુરક્ષાનો પ્રશ્ન'
    Next Article
    ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રથમ રાઉન્ડ જાહેર:કેમિકલ એન્જિનિયરિંગ બેઠકો હાઉસફુલ, વિદ્યાર્થીઓ 17 જુલાઈ સુધી ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment