Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા નક્કોર રોડ પર ભૂવો પડ્યો:કરોડોના ખર્ચે બનેલો નવો રોડ એક જ મહિનામાં બેસી ગયો, વગર વરસાદે મસમોટો ભુવો પડતાં તંત્રની પોલ ખૂલી

    18 hours ago

    મહેસાણામાં પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ રસ્તાના વિકાસના દાવાઓની હવા નીકળી ગઈ છે. મહેસાણા-મોઢેરા હાઈવે પર દેડિયાસણ ગામ પાસે ગોકુલધામ સોસાયટીની બિલકુલ સામે મુખ્ય રોડ પર વગર વરસાદે એક મસમોટો ભુવો પડી જતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.આશ્ચર્યની વાત એ છે કે, હજુ માંડ એક મહિના પહેલા જ કરોડો રૂપિયાના અધધ ખર્ચે આ નવો રોડ તૈયાર કરવામાં આવ્યો હતો, જે ચોમાસું શરૂ થાય તે પહેલાં જ ધસી પડ્યો છે. વરસાદના એક ટીંપા વગર જ જો રોડની આવી દશા થઈ અત્યંત વ્યસ્ત ગણાતા આ મુખ્ય હાઈવે પર અચાનક ભુવો પડવાના કારણે ત્યાંથી પસાર થતા હજારો વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. ભરચક ટ્રાફિકવાળા આ માર્ગ પર ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે એવી ભીતિ સેવાઈ રહી છે. વરસાદના એક ટીંપા વગર જ જો રોડની આવી દશા થઈ હોય, તો ચોમાસામાં આ રોડની શું હાલત થશે તેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કામગીરીના મોટા-મોટા દાવાઓ આ ભુવામાં ધોવાઈ ગયા માત્ર એક જ મહિનામાં આ નવોનકોર રોડ બેસી જતાં કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓની મિલીભગત તેમજ રોડ બનાવવામાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા કરવામાં આવતા 'પ્રીમિયમ કામગીરી'ના મોટા-મોટા દાવાઓ આ ભુવામાં ધોવાઈ ગયા છે.
    Click here to Read More
    Previous Article
    હળવદમાં વાડીમાંથી જુગાર રમતા 10 ઝડપાયા:પોલીસે રૂ. 1.03 લાખ રોકડ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    કામ ન મળતા લોઠડામાં 18 વર્ષીય શ્રમિક યુવકનો આપઘાત:રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ટેમ્પો સાથે સ્કૂટર અથડાયું, પુત્રની નજર સામે પિતાનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment