Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંક સીલ મકાન અપાવવાના બહાને છ વ્યક્તિઓ સાથે છેતરપિંડી:વસ્ત્રાલમાં કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી 18 લાખ પડાવ્યા, ડીઝલ ચોરી કરતાં ડ્રાઇવર સહિત ત્રણની ધરપકડ

    10 hours ago

    શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં કન્સલ્ટન્સીની ઓફિસ ખોલીને બેંક સીલ મકાન અપાવવાના બહાને છ વ્યક્તિઓ પાસેથી રૂ. 18.88 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપીએ સસ્તામાં મકાન અપાવવાની રીલ બનાવી હતી જે જોઈને લોકો તેમનો સંપર્ક કરતા હતા. લોકો પાસેથી રૂપિયા લીધા બાદ બેંકમાંથી લેટર આવ્યા બાદ ચાવી આપીશ તેમ કહીને બહાના બતાવતો હતો. બાદમાં ફોન અને ઓફિસ બંધ કરીને ફરાર થઇ ગયો હતો. આ અંગે રામોલ પોલીસે ગઠિયા સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. મૌલિકે હાથીજણ ખાતે એક મકાન બતાવ્યું ઘોડાસરમાં 50 વર્ષીય ભીખીબેન ઓડ પરિવાર સાથે રહે છે. જુલાઇ 2025માં તેમનો પુત્ર ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતો હતો તે સમયે જય જલારામ કન્સલ્ટન્સી નામે સસ્તા ભાવે મકાન વેચાણની જાહેરાત જોઇ હતી. જેથી ભીખીબેન અને તેમનો પુત્ર રીલમાં આપેલી કન્સલ્ટન્સીની ઓફિસના એડ્રેસ ખાતે વસ્ત્રાલ ગયા હતા. જ્યાં મૌલિક દસાડીયા મળ્યો હતો. જ્યાં મૌલિકે પોતે મકાન-જમીન અને દુકાન લે-વેચનો ધંધો કરે છે. જ્યારે ભીખીબેને મકાન લેવાની વાત કરતા મૌલિકે હાથીજણ ખાતે એક મકાન બતાવ્યું હતું. લોન નહિ થાય કહી ટુકડે-ટુકડે રોકડા રૂપિયા પડાવ્યા જે મકાન તેમને પસંદ આવ્યું હતું, ત્યારે મકાન લેવાની વાત કરતા આ મકાન બેંક દ્વારા સીલ કરવામાં આવ્યું છે અને તેને વેચવા આપ્યું છે. મકાનની કિંમત રૂ. 13.51 લાખ જણાવીને 2.5 લાખ રોકડા અને બાકીની રૂ. 11 લાખની લોન કરાવી આપશે તેમ જણાવ્યું હતું. જે બાદ તમામ ડોક્યુમેન્ટ ભીખીબેને આપ્યા હતા. આટલું જ નહિ મૌલિકે લોન નહિ થાય કહીને ટુકડે-ટુકડે રોકડા રૂપિયા આપો બાદમાં ચાવી આપી દઇશ તેમ કહ્યું હતું. મૌલિક ફોન અને ઓફિસ બંધ કરીને નાસી ગયો મૌલિકને કુલ રૂ. 9.50 લાખ આપ્યા હતા. જ્યારે ઘરની ચાવી માંગતા બેંકમાંથી લેટર આવ્યા બાદ આપી દઇશ તેમ મૌલિકે જણાવ્યું હતું. બાદમાં મૌલિકે ફોન અને ઓફિસ બંધ કરીને નાસી ગયો હતો. જેથી ભીખીબેને તપાસ કરતા મૌલિકે આ જ પ્રકારે કુલ છ વ્યક્તિઓ પાસેથી કુલ રૂ. 18.88 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે ભીખીબેને મૌલિક સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ગઠિયાએ 6 લાખના બે કેમેરા ભાડે લઇ ફોન બંધ કરી દીધો ખોખરામાં રહેતા નિમેષ પૌણીકર વીડિયો શુટીંગનો અને કેમેરા ભાડે આપવાનો ધંધો કરે છે. ગત મે મહિનામાં તેમની પર ઓરિસ્સાના નાયેમ હુસેનખાનનો કેમેરા ભાડે લેવા ફોન આવ્યો હતો. પરંતુ નિમેષ ગુજરાત બહાર આપવાની ના પાડતા તે તેના ઓળખીતા નિકોલના ચંદ્રકાંત પંચાલને લઇને રૂ. 6 લાખના બે કેમેરા ભાડે લઇ ગયો હતો. જેમાં એક દિવસનું ભાડુ રૂ. 9 હજાર નક્કી કર્યું હતું. જ્યારે ગઠિયાઓએ બે દિવસ બાદ પણ કેમેરા પરત આપ્યા ન હતા અને ફોન બંધ કરી દીધા હતા. આ અંગે નિમેષે ખોખરા પોલીસ સ્ટેશનમાં બંને ઠગ સામે ફરિયાદ નોધાવી છે. ખુલ્લા મેદાનમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એરપોર્ટના કાર્ગો બહારના ભાગે ખુલ્લા મેદાનમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ મેઘાણીનગર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. આઇસરના ડ્રાઇવરો દ્વારા જ ડીઝલ ચોરી કરવામાં આવતી હતી. પોલીસે સ્થળ પરથી 45 લીટર ડીઝલ અને ચોરીમાં વપરાયેલ છોટા હાથી વાહન સહિત કુલ રૂ. 1.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મેઘાણીનગર પોલીસે બાતમી મળતા રેડ પાડી મળતી માહિતી મુજબ મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમી મળી હતી કે મેઘ SVP એરપોર્ટના કાર્ગો બિલ્ડિંગની પાછળ પ્રીમાઇસીસની બહાર આવેલા સેન્ટર ફોર પેરીસેબલ એન્ડ જનરલ કાર્ગો કોમ્પલેક્ષની CISF કેન્ટીન નજીક ખુલ્લા મેદાનમાં બે આઇસર ટ્રકમાંથી ડીઝલની ચોરી ચાલી રહી છે. જેથી દરોડો પાડ્યો હતો. ત્યાં ત્રણ શખ્સો આઇસર ટ્રકમાંથી પ્લાસ્ટિકની પાઇપ નાખી, બાજુમાં પડેલા અન્ય છોટા હાથી વાહનમાં પ્લાસ્ટિકના કેરબા ભરી રહ્યા હતા. પોલીસે ડ્રાઈવર સહિત ત્રણને દબોચ્યા પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા હતા. બાદમાં આરોપીઓના નામ પૂછતા રાજેશ હરીભાઈ પટેલ, નિલેશ અંબાલાલ સોલંકી અને ગૌતમભાઈ કાંતિભાઈ સોલંકી હોવાનું સામે આવ્યુ હતુ. નિલેશ સોલંકી અને ગૌતમ સોલંકી બંને આઇસરના ડ્રાઇવર હતા. આરોપીઓ આઇસરની ટાંકીમાંથી ડીઝલ ચોરી કરીને મીડવીટ કંપનીના લોડિંગ છોટા હાથી વાહનમાં રાખેલા પ્લાસ્ટિકના કેરબાઓમાં ભરી રહ્યા હતા. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દરેડ GIDCમાં સ્ટેટ GST વિભાગનું મેગા સર્ચ ઓપરેશન:જામનગર બોગસ બિલિંગ કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ, 23થી વધુ વાહનોમાં કાફલો ઉતર્યો
    Next Article
    વાપી RFO દિનેશ ડામોર સામે છેડતીનો ગુનો:મહિલા કર્મચારીને રજીસ્ટર ચેક કરવાના બહાને બોલાવી હાથ પકડી છેડતી કરી હોવાનો આરોપ, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment