Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરેડ GIDCમાં સ્ટેટ GST વિભાગનું મેગા સર્ચ ઓપરેશન:જામનગર બોગસ બિલિંગ કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ, 23થી વધુ વાહનોમાં કાફલો ઉતર્યો

    11 hours ago

    જામનગર શહેરના ઔદ્યોગિક હબ ગણાતા દરેડ GIDC વિસ્તારમાં આજે સ્ટેટ GST વિભાગ દ્વારા 23થી વધુ વાહનોના કાફલા સાથે દરોડા પાડીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા બ્રાસપાર્ટના કારખાનેદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બહારગામના કેટલાક તત્વો દ્વારા ભાડાના શેડ રાખી બોગસ બિલિંગ કૌભાંડ આચરી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાની આશંકાએ આ કાર્યવાહી કરવામાં આવી છે. ભાડાના શેડને ધંધાકીય સ્થળ તરીકે દર્શાવ્યા ઔદ્યોગિક વિસ્તારના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બહારગામથી આવેલા કેટલાક તત્વોએ જામનગરના દરેડ વિસ્તારમાં માત્ર ભાડાના શેડ રાખીને તેને પોતાના ધંધાકીય સ્થળ તરીકે દર્શાવ્યા હતા અને તેના આધારે બોગસ GST નંબર મેળવી લીધા હતા. આ તત્વોએ કાગળ પર જ મોટા પાયે ખોટી વેરાશાખ (ઇનપુટ ટેક્સ ક્રેડિટ - ITC) ઊભી કરીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ કૌભાંડના મૂળિયાં ઊંડા હોવાથી આગામી 8થી 10 દિવસ સુધી બોગસ પેઢીઓ અને ગેરરીતિ આચરનારા ધંધાર્થીઓ સામે સઘન તપાસ ચાલુ રહે તેવી પ્રબળ શક્યતા છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં હાલ પૂરતો સન્નાટો બીજી તરફ, વૈશ્વિક મંદી અને મોંઘવારીના કારણે જામનગરનો બ્રાસપાર્ટ ઉદ્યોગ પહેલાથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે, ત્યારે GST વિભાગના આ મેગા ચેકિંગના કારણે સ્થાનિક અને પ્રામાણિક કારખાનેદારોની સ્થિતિ વધુ કફોડી બની છે. વ્યાપક દરોડાના ડરને પગલે ઉદ્યોગનગરમાં કાચા અને તૈયાર માલની સ્થાનિક હેરફેર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે દૈનિક વ્યાપારિક પ્રવૃત્તિઓ પર બ્રેક વાગી છે. કરચોરોને ડામવા માટે તંત્રનું આ પગલું કડક અને જરૂરી હોવા છતાં, આ મેરાથોન સર્ચ ઓપરેશનના કારણે જામનગરના સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં હાલ પૂરતો સન્નાટો અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા 800થી વધુને છાશ વિતરણ:ઝૂંપડપટ્ટી અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેનાર લોકોમાં વિતરણ કરાયું
    Next Article
    બેંક સીલ મકાન અપાવવાના બહાને છ વ્યક્તિઓ સાથે છેતરપિંડી:વસ્ત્રાલમાં કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી 18 લાખ પડાવ્યા, ડીઝલ ચોરી કરતાં ડ્રાઇવર સહિત ત્રણની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment