Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર પ્રભારી મંત્રીએ વિકાસ કામોની સમીક્ષા કરી:વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની બેઠકમાં પ્રગતિની ચર્ચા, કામોમાં જીઓ-ટેગીંગ ફરજિયાત કરાયું

    16 hours ago

    મહીસાગર, 13 જુલાઈ 2026 ના રોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અગાઉના અને આગામી વર્ષોના મંજૂર થયેલા વિવિધ વિકાસ કામોની ભૌતિક અને નાણાકીય પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં ધારાસભ્ય જોગવાઈ, સાંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS), ATVT, વિવેકાધીન અને પ્રોત્સાહક યોજનાઓ સહિતની સરકારી ગ્રાન્ટ હેઠળના વિકાસ કામોની પ્રગતિ પર વિસ્તૃત ચર્ચા થઈ. મોટાભાગના મંજૂર થયેલા કામો ઝડપથી પૂર્ણ થયા છે, જ્યારે બાકીના કામો પ્રગતિ હેઠળ છે. વિવિધ વિભાગોના સંકલનથી કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. કામોમાં પારદર્શિતા અને ગુણવત્તા જાળવવા માટે જીઓ-ટેગીંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. સમીક્ષામાં મોટાભાગના કામોનું જીઓ-ટેગીંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું હોવાનું નોંધવામાં આવ્યું. મંત્રી પી. સી. બરંડાએ અધિકારીઓને પ્રગતિ હેઠળના અને શરૂ ન થયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી. તેમણે સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે વિકાસ કામો પૂર્ણ કરવા પર ભાર મૂક્યો. છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચાડવા વહીવટી તંત્રને સંવેદનશીલ બની લોકહિતના કાર્યો કરવા અનુરોધ કર્યો. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્યો કુબેર ડીંડોર, માનસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, જિલ્લા કલેકટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ અને પોલીસ અધિક્ષક સફીન હસન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અંબાલાલ પટેલ હવે હવામાનની આગાહી નહીં કરે:જાથાના આક્ષેપો બાદ કહ્યું- 'મારી ઉંમર થઈ ગઈ, હવે વિવાદમાં પડવા માગતો નથી', કિસાન સંઘ પણ વિવાદમાં કૂદ્યું
    Next Article
    હળવદમાં વાડીમાંથી જુગાર રમતા 10 ઝડપાયા:પોલીસે રૂ. 1.03 લાખ રોકડ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment