Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાલાલ પટેલ હવે હવામાનની આગાહી નહીં કરે:જાથાના આક્ષેપો બાદ કહ્યું- 'મારી ઉંમર થઈ ગઈ, હવે વિવાદમાં પડવા માગતો નથી', કિસાન સંઘ પણ વિવાદમાં કૂદ્યું

    16 hours ago

    ગરમી, ઠંડી અને વરસાદના વરતારાથી ગામડાથી લઈ મહાનગરો સુધી ઓળખ બનાવનારા અંબાલાલ પટેલે હવામાનની આગાહી બંધ કરવાની જાહેરાત કરી છે. વિજ્ઞાન જાથાના આક્ષેપો બાદ વ્યથિત થયેલા અંબાલાલ પટેલે કહ્યું છે કે, હવે મારી ઉંમર થઈ ગઈ છે, હું વિવાદમાં પડવા માગતો નથી. આજથી હું આગાહી કરીશ નહીં. મહત્વનું છે કે, થોડા સમય પહેલા અંબાલાલ સહિતના આગાહીકારો સામે મોરચો ખોલનારા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ફરીએકવાર આ મુદ્દે આગાહીકારો પર પ્રહાર કર્યા છે. જયંત પંડ્યાએ કહ્યું છે કે, જુલાઈના મધ્ય સુધઈની તમામ ખાનગી આગાહીઓ કડડભૂસ થઈ ગઈ છે. રાજ્યના 60 તાલુકાઓમાં હજી નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. જેના કારણે ખેડૂતોનું કરોડો રૂપિયાનું બિયારણ બળવાની તૈયારીમાં છે. બોગસ વરતારા કરનારાઓ સામે કાયદેસર ગુનો નોંધાવવો જોઈએ. તો બીજી તરફ ભારતીય કિસાન સંઘ અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યું છે અને તેને આગાહીઓ ચાલુ રાખવા અપીલ કરી છે. હું વિવાદમાં પડવા માગતો નથી, હવે આગાહી નહીં કરું- અંબાલાલ પટેલ પોતાના દિલનું દર્દ વહેવડાવતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, વિજ્ઞાન જાથા દ્વારા તેમની આગાહીઓ પર જે સવાલો અને આક્ષેપો કરવામાં આવ્યા છે તેનાથી તેમને ઊંડો આઘાત લાગ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ આક્ષેપો માત્ર તેમની વ્યક્તિગત ક્ષમતા સામે નથી, પરંતુ સદીઓ જૂની આપણી પરંપરાગત વૈદિક જ્ઞાન પદ્ધતિ અને ઋષિમુનિઓના અનુભવોના નિચોડ સમાન જ્ઞાન પર સીધો પ્રહાર છે. વર્ષોથી તેઓ આ જ પરંપરાગત સંશોધનોના આધારે હવામાનના વરતારા આપતા આવ્યા છે, જેને વૈજ્ઞાનિક ઉપકરણો વિના પણ લોકોએ હંમેશા આવકાર્યો છે. ​અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે, તેઓ નકારાત્મક વિવાદો કે આક્ષેપબાજીના માહોલમાં પડવા માંગતા નથી. તેમના જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય હંમેશા સમાજનું હિત અને લોકકલ્યાણ રહ્યો છે. જોકે, વર્તમાન સમયમાં જે પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, તેમાં આગાહીઓ કરવી તેમને યોગ્ય લાગતી નથી. આથી જ તેમણે કોઈ પણ જાતના વિવાદથી દૂર રહીને થોડા સમય માટે હવામાનના વરતારા આપવાનું મોકૂફ રાખવાનો મક્કમ નિર્ણય લીધો છે. ​ભવિષ્યની યોજનાઓ અંગે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, તેઓ અત્યાર સુધી નિઃસ્વાર્થ ભાવે માત્ર જનહિત માટે જ કામ કરતા આવ્યા છે. જો આગામી દિવસોમાં પરિસ્થિતિઓ સાનુકૂળ બનશે, લોકોનો તેમના પરનો અડગ વિશ્વાસ યથાવત રહેશે અને જનતા તરફથી વ્યાપક સમર્થન મળશે, તો જ તેઓ ફરીથી વરસાદના વરતારા આપવા અંગે ગંભીરતાથી વિચાર કરશે. જોકે, વર્તમાન સંજોગોને જોતા હાલ પૂરતી તેઓ કોઈ પણ પ્રકારની નવી આગાહી જાહેર કરવા બિલકુલ તૈયાર નથી. બોગસ વરતારા કરનારાઓ સામે ગુનો નોંધાવવો જોઈએ- જયંત પંડ્યા બીજી તરફ, ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ વરતારા કરનારાઓ સામે મોરચો ખોલતા જણાવ્યું છે કે જુલાઈના મધ્ય સુધીની તમામ ખાનગી આગાહીઓ કડડભૂસ થઈ ગઈ છે. રાજ્યના 60 થી વધુ તાલુકાઓમાં હજુ સુધી વરસાદ પડ્યો નથી, જેના કારણે કરોડો રૂપિયાનું બિયારણ બળીને ખાખ થઈ જવાના આરે છે. ખેડૂતો જ્યારે પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે ત્યારે આવા બોગસ વરતારા કરનારાઓ સામે કાયદેસરનો ગુન્હો દાખલ થવો જોઈએ. જાથાએ આક્ષેપ કર્યો છે કે સેટેલાઈટની મદદથી માત્ર અનુમાન, ધારણા અને સ્ફુરણાના આધારે વારંવાર તારીખો બદલીને ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, 21મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની સિદ્ધિ સર્વોપરી છે. રાજ્યનું સત્તાવાર મોસમ વિભાગ ૩૦ જેટલા જુદા જુદા કેન્દ્રોના ડેટા, પવનની ગતિ, દરિયાઈ લો-પ્રેશર અને આધુનિક ઉપગ્રહોના પરીક્ષણના આધારે વૈજ્ઞાનિક આગાહી કરે છે. સરકારી હવામાન ખાતું ક્યારેક ખોટું પડે તો પણ તેની પાછળના દ્રશ્ય-શ્રાવ્ય વૈજ્ઞાનિક કારણો રજૂ કરે છે, જ્યારે ખાનગી વરતારા કરનારાઓ પાસે પ્રયોગસિદ્ધ એક પણ ઉપકરણ હોતું નથી. વિજ્ઞાનની ઉપેક્ષા કરનારી માનસિકતા દેશને ગુલામી તરફ ધકેલે છે. આગાહીકારોને વિજ્ઞાનજાથાનો પડકાર વિજ્ઞાન જાથાએ તમામ ખાનગી આગાહીકારોને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે જો તેમનામાં હિંમત હોય તો આગામી પાંચ દિવસમાં 31 ઓગસ્ટ સુધીની આગાહી સોગંદનામા ઉપર જાહેર કરીને પોતાની વિશ્વસનીયતા સાબિત કરે. જાથાએ ખેડૂતોને પણ જાગૃત થવા આહવાન કર્યું છે કે આવા બોગસ વરતારા પર ભરોસો કરવો એ પોતાના પગ પર કુહાડો મારવા સમાન છે. આગામી દિવસોમાં કયા પ્રકારનું વાવેતર કરવું તેની સાચી માહિતી માત્ર ખેતી વિષયક નિષ્ણાતો અને સરકારી હવામાન વિભાગ પાસેથી જ મેળવવી જોઈએ, જેથી કરોડો રૂપિયાના નુકસાનથી બચી શકાય. ભારતીય કિસાન સંઘ અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યું વરસાદનો વરતારો જાહેર કરનારાઓ પર વિજ્ઞાન જાથાએ ગંભીર આક્ષેપો કર્યા બાદ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરવાનો ઈન્કાર કર્યો છે. ત્યારે હવે ભારતીય કિસાન સંઘ અંબાલાલના સમર્થનમાં આગળ આવ્યું છે . કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે આ અંગે એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, અંબાલાલ પટેલે પોતાની હવામાન અંગેની આગાહીઓ ચાલુ રાખવી જોઈએ અને કિસાન સંઘ આ બાબતમાં તેમને પૂરતો સહયોગ આપશે. વધુમાં જણાવ્યું હતું કે,અંબાલાલ પટેલ કોઈ આધુનિક સાધનો વિના, વર્ષો જૂની પરંપરા અને પ્રકૃતિના ચિહ્નોના આધારે હવામાનની આગાહી કરે છે, જે કુદરતી જ્ઞાન પર આધારિત છે અને આવી આગાહીઓ થતી રહેવી જોઈએ. સંગઠનના મતે અંબાલાલ પટેલની આગાહીઓથી ખેડૂતો સાવચેત રહે છે અને તેનાથી ખેડૂતોને કોઈ જ પ્રકારનું આર્થિક કે અન્ય નુકસાન થતું નથી. આ સંજોગોમાં અંબાલાલ પટેલે આગાહી કરવી કે ન કરવી તે માત્ર ખેડૂતો અને અંબાલાલ પટેલ વચ્ચેનો પરસ્પરનો વિષય છે, જેમાં વિજ્ઞાન અથવા વૈજ્ઞાનિક સંસ્થાઓએ જાતે વચ્ચે પડીને હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી. ભારતીય કિસાન સંઘે આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે આ વિવાદમાં જ્યાં પણ જરૂર પડશે, ત્યાં સંગઠન અંબાલાલ પટેલની સાથે અડીખમ ઊભું રહેશે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: રશિયા-યુક્રેને વર્લ્ડ વૉરનો તોડ્યો રેકોર્ડ:બાઠીયા યુક્રેને રશિયાને ધણધણાવ્યું, ભારત માટે ખતરાની ઘંટી, 3 પોઈન્ટથી જાણો ગુજરાત એંગલ
    Next Article
    મહીસાગર પ્રભારી મંત્રીએ વિકાસ કામોની સમીક્ષા કરી:વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની બેઠકમાં પ્રગતિની ચર્ચા, કામોમાં જીઓ-ટેગીંગ ફરજિયાત કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment