Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનાર તીર્થધામ પર ‘નિર્વાણ લાડુ’ મુદ્દે જૂનાગઢનું રાજકારણ ગરમાયું:સુખરામદાસ બાપુએ કહ્યું-‘બહારના તત્વો ઉપદ્રવ ન કરે’, જૈન સમાજે કહ્યું-‘ધાર્મિક લાગણી દુભાઈ’

    1 day ago

    ગિરનાર તીર્થધામ પર 'નિર્વાણ લાડુ' ચડાવવાની મંજૂરી અને સનાતન ધર્મના વિવિધ પ્રતીકોને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે જૂનાગઢમાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મામલામાં પ્રશાસનની ભૂમિકા, કાયદો-વ્યવસ્થા અને સનાતન ધર્મ સામે થઈ રહેલા કથિત પ્રહારો અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોના માધ્યમથી ફેલાવવામાં આવી રહેલી બાબતો અંગે ખુલાસા કરવામાં આવ્યા છે, જેની સામે સ્થાનિક જૈન આગેવાનો દ્વારા પણ વળતી પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ નિવેદનો અને સામસામેના આક્ષેપોને કારણે જૂનાગઢનું ધાર્મિક અને રાજકીય વાતાવરણ ગરમાયું છે. ગિરનાર પર હોબાળો કરનારા બહારના તત્વો સામે કડક પગલાં લેવા મહંતની માગ પત્રકાર પરિષદ દરમિયાન સુખરામદાસ બાપુએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ભૂતકાળની અંદર પણ નિર્વાણ લાડુ માટે જે માંગણી કરવામાં આવી હતી, ત્યારે સરકારે તે માંગણી રદ્દ કરી દીધી હતી અને ક્યારેય મંજૂરી આપી નથી. એટલે કે ગિરનાર પર નિર્વાણ લાડુનું આયોજન ક્યારેય પણ ન થવું જોઈએ. બહારના અમુક તત્વો અહીં આવીને ઉપદ્રવ કરી જાય છે, જેથી જૂનાગઢના સ્થાનિક પ્રશાસનને વિનંતી છે કે આવા તત્વો સામે કડકમાં કડક સજાના પગલાં લેવામાં આવે. જે લોકોને ધાર્મિક કાર્યક્રમ કરવો હોય તેઓ તળેટીમાં શાંતિપ્રિય રીતે કાર્યક્રમ પૂરો કરીને ચાલ્યા જાય, પરંતુ ગિરનારની ઉપર કોઈ પણ પ્રકારનો હોબાળો કે દેકારો કરી શકાય નહીં. સનાતન ધર્મમાં વિભાજન લાવવાનું મોટું કાવતરું: સુખરામદાસ બાપુ આ પત્રકાર પરિષદ યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મ ઉપર થઈ રહેલા વાર અને પ્રહારોને અટકાવવાનો છે. ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુનું આયોજન કરવા માટે જે લોકો પ્રયાસ કરી રહ્યા છે, તે ક્યારેય સફળ થવા દેવામાં નહીં આવે. જૈન સંપ્રદાયના કેટલાક લોકો રાજકીય લેબલ હેઠળ સક્રિય છે અને તેઓ પોતાના રાજકીય એજન્ડા સંતોષવા અહીં આવા કાર્યક્રમો ન કરી જાય તે માટે આપણે બધાએ સતર્ક રહેવું પડશે. આ 'પૂર પહેલાં પાળ બાંધવા' જેવો પ્રયત્ન છે જેથી કરીને રાજકીય લેબલ ધરાવતા માણસો જૂનાગઢનું કોમી સૌહાર્દ અને શાંતિપૂર્ણ વાતાવરણ બગાડી ન શકે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, કેટલાક તત્વો રાજકીય પાર્ટીઓ સાથે સાંઠગાંઠ કરીને સનાતન ધર્મમાં વિભાજન લાવવા માંગે છે. અલ્પસંખ્યકોના નામે મૂળભૂત રીતે અહિંસાના સિદ્ધાંતોમાં માનતા જૈન સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. મહંતના નિવેદનથી જૈન સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ: હિતેશ સંઘવી આ સમગ્ર વિવાદ અને મહંતના ગંભીર આક્ષેપો અંગે જૂનાગઢમાં રહેતા અને સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેશ સંઘવીએ જણાવ્યું હતું કે જૂનાગઢનો સ્થાનિક જૈન સમાજ આ પ્રકારના કોઈ પણ વિવાદ કે વિભાગમાં પડવા માંગતો નથી. જ્યાં વિવાદ ચાલતો હોય ત્યાં જૈન સમાજ ક્યારેય કોઈ હિસ્સો બનશે નહીં, કારણ કે અમે તો ગિરનારની નીચે ઊભા રહીને પણ ભાવપૂર્વક નેમિનાથ ભગવાનના દર્શન કરી લઈએ છીએ. પરંતુ આ વર્ષે સુખરામદાસ બાપુએ જે નિવેદન આપ્યું કે, કોઈ જૈનોને ઉપર ચડવા દેવા નહીં, તેનાથી જૈન સમાજની ધાર્મિક લાગણીઓ ખૂબ દુભાઈ છે. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે, જ્યાં દરેકને પોતાની આસ્થા મુજબ જીવવાનો અધિકાર છે, ત્યારે આ પ્રકારના નિવેદનો વિવિધ સમાજો વચ્ચેના સૌહાર્દ માટે યોગ્ય નથી. ભગવાન નેમિનાથના નિર્વાણ કલ્યાણક સાથે જોડાયેલી છે દિગંબર સમાજની આસ્થા ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુ ચડાવવાનો વિવાદ વાસ્તવમાં દિગંબર જૈન સમાજની પરંપરા સાથે જોડાયેલો છે, જેમાં સ્થાનિક સ્થાનકવાસી કે મૂર્તિપૂજક જૈન સમાજનો કોઈ સીધો સંબંધ નથી. જૈન શાસ્ત્રો (અંતગડદસા સૂત્ર) મુજબ, ગિરનાર પર્વત એટલે કે રેવતાચલ પર્વત પર ૨૨મા તીર્થંકર નેમિનાથ ભગવાનનું નિર્વાણ કલ્યાણક થયું હોવાથી દિગંબર જૈન સમાજ ત્યાં પૂજન-અર્ચન અને લાડુ ચડાવવાની ચુસ્ત માન્યતા ધરાવે છે, જેઓ શ્રીકૃષ્ણ ભગવાનના પિતરાઈ ભાઈ હતા. વર્ષ 1972 સુધી આ જગ્યાનો કબજો મૂર્તિપૂજક જૈન સંઘ હસ્તક હતો, પરંતુ આઝાદી પછી આ મંદિર સરકાર હસ્તક લઈ લેવામાં આવ્યું છે. કોર્ટના વચગાળાના હુકમ છતાં પ્રશાસન પર દબાણ લાવવાનો આક્ષેપ જૈન અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે કોર્ટનો વચગાળાનો હુકમ છે કે, બંને ધર્મના લોકો પોતાની આસ્થા મુજબ ત્યાં ઉત્સવ ઉજવી શકે, છતાં પણ બહુમતી સમાજ સરકાર અને તંત્ર પર ભારે દબાણ લાવે છે જેથી જૈન શ્રદ્ધાળુઓને ઉપર જતા રોકી શકાય. આમ છતાં, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી પોતાના જીવના જોખમે પણ આવતા દિગંબર જૈન શ્રદ્ધાળુઓ તંત્રના પ્રતિબંધ અને કડક તપાસ વચ્ચે પણ પ્રતીકાત્મક રીતે લાડુ અર્પણ કરીને પોતાની અતૂટ શ્રદ્ધા પ્રગટ કરે છે. ગયા વર્ષે પણ કોઈ વિશેષ પૂજા વિધિની મંજૂરી ન મળતા માત્ર પહેલા પગથિયે જ પ્રતીકાત્મક પૂજા કરીને વિવિધ જૈન સંઘો દ્વારા શાંતિપૂર્ણ રીતે ગિરનાર સર કરવામાં આવ્યો હતો. સ્થાનિક જૈન સમાજે ખાતરી આપી છે કે, સરકાર જે પણ નિયમ બનાવશે, તેઓ હંમેશાં કાયદાનું સન્માન કરીને તેને પૂર્ણપણે અનુસરશે.
    Click here to Read More
    Previous Article
    ખાંભાના મોટા સમઢીયાળામાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ:108 ન પહોંચી શકતાં આરોગ્યકર્મીએ પોતાની કારમાં સગર્ભાને હોસ્પિટલ પહોંચાડી, સમયસર પ્રસૂતિ થતાં માતા અને બાળક બંને સ્વસ્થ
    Next Article
    રાજ્યના 31 શહેરોની સ્કૂલોમાં 697 ડમી વિદ્યાર્થી:રાજકોટના જસદણના આલ્ફા સંકુલમાં બાળકીના મોત બાદ DEOનો રિપોર્ટ, ગુજરાતના ડમી કોચિંગનો પર્દાફાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment