Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યના 31 શહેરોની સ્કૂલોમાં 697 ડમી વિદ્યાર્થી:રાજકોટના જસદણના આલ્ફા સંકુલમાં બાળકીના મોત બાદ DEOનો રિપોર્ટ, ગુજરાતના ડમી કોચિંગનો પર્દાફાશ

    1 day ago

    રાજકોટના જસદણ સ્થિત આલ્ફા સંકુલમાં ગત જૂન મહિનામાં ધોરણ 5 માં અભ્યાસ કરતી 10 વર્ષની બાળકી આયુષી બલદાણીયાના રહસ્યમય મોતની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ ગંભીર ઘટનાની તપાસ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આલ્ફા સંકુલમાં ચાલતા એક મોટા 'ડમી કોચિંગ અને સ્કૂલિંગ' નેટવર્કનો ભાંડો ફૂટ્યો છે. શિક્ષણ વિભાગના સત્તાવાર રિપોર્ટ અનુસાર, આ સંકુલમાં રહીને નવોદય અને સૈનિક શાળાની તૈયારી કરતા રાજ્યના 31 શહેરોની શાળાઓના 697 વિદ્યાર્થીઓ અહીં ડમી તરીકે ભણતા હોવાનો સળગતો ઘટસ્ફોટ થયો છે. આ અંગેનો વિગતવાર અહેવાલ ગાંધીનગર રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકને સોંપવામાં આવ્યો છે. આયુષીના મોત પાછળ સંચાલકોની ઘોર બેદરકારી મહુવાના મોટા જાદરા ગામના વતની રમેશભાઈ બલદાણિયાએ પોતાની પુત્રી આયુષીને ગત 27 એપ્રિલે આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં મોકલી હતી. આયુષીને અછબડા અને અતિશય તાવ હોવા છતાં શાળાના સંચાલકોએ પરિવારને સમયસર જાણ કરી ન હતી અને યોગ્ય તબીબી સારવાર પણ ન આપી. 24 જૂનના રોજ બાળકીની સ્થિતિ અત્યંત નાજુક બનતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પિતાના આક્ષેપો અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની તપાસ બાદ જસદણ પોલીસે આલ્ફા સ્કૂલના સંચાલક એવા ટ્રસ્ટી જયસુખ શંખારવા અને હિરેન શંખારવા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105 (સાપરાધ મનુષ્યવધ) અને 54 હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. હાલ સ્કૂલ અને હોસ્ટેલ એક મહિના માટે બંધ કરી દેવાયા છે. આ બાબતે આલ્ફા સ્કૂલના સંચાલક જયસુખ શંખારવાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ હતો. ગુજરાતભરમાં ફેલાયેલું ડમી નેટવર્ક: હાજરી પૂરે છે કોણ? આલ્ફા કોચિંગ ક્લાસમાં બાળકોને હોસ્ટેલમાં રાખવા ફરજિયાત હતા. અહીં વિદ્યાર્થીઓ વર્ષો સુધી રહીને પરીક્ષાની તૈયારી કરતા હતા, જ્યારે સરકારી ચોપડે તેમના નામ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓની શાળાઓમાં બોલતા હતા અને ત્યાં તેમની ઓનલાઈન હાજરી પણ પુરાતી હતી! શિક્ષણ જગત પર સવાલો ઉભા કરતું આ નેટવર્ક છેલ્લા બે શૈક્ષણિક વર્ષથી પૂરજોશમાં ચાલી રહ્યું હતું. શિક્ષણ વિભાગનો સકંજો જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે આ મામલે સત્તાવાર રીતે મૌન સેવ્યું છે, પરંતુ આ તમામ 697 બાળકોની યાદી ગાંધીનગર મુખ્ય કચેરીએ મોકલાતા આગામી દિવસોમાં સંડોવાયેલી અન્ય શાળાઓ સામે પણ કડક પગલાં લેવાય તેવા સ્પષ્ટ એંધાણ છે. વર્ષવાર અને જિલ્લાવાર ડમી વિદ્યાર્થીઓની વિગત આલ્ફા સંકુલમાં વર્ષ 2025-26 માં 250 અને વર્ષ 2026-27 માં 447 મળીને કુલ 697 બાળકો ગેરકાયદેસર રીતે ડમી તરીકે અભ્યાસ કરતા હતા. રાજ્યના 31 જિલ્લાઓનું વિગતવાર માળખું.
    Click here to Read More
    Previous Article
    ગિરનાર તીર્થધામ પર ‘નિર્વાણ લાડુ’ મુદ્દે જૂનાગઢનું રાજકારણ ગરમાયું:સુખરામદાસ બાપુએ કહ્યું-‘બહારના તત્વો ઉપદ્રવ ન કરે’, જૈન સમાજે કહ્યું-‘ધાર્મિક લાગણી દુભાઈ’
    Next Article
    Ex-AAP Leader Tahir Hussain Convicted For Intelligence Officer's Murder During Delhi Riots

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment