Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં ઉંદર પકડવાની ‘ગ્લુ ટ્રેપ’ના ઉત્પાદન-વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ:જિલ્લા વહીવટી તંત્રનો નિર્ણય, નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી થઈ શકે

    1 day ago

    ગાંધીનગર જિલ્લામાં ઉંદર અને અન્ય નાના જીવોને પકડવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી ગુંદરવાળી જાળ એટલે કે ‘ગ્લુ ટ્રેપ’ પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે દ્વારા એક સત્તાવાર જાહેરનામું બહાર પાડીને સમગ્ર જિલ્લામાં ગ્લુ ટ્રેપના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર તાત્કાલિક અસરથી સદંતર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે. 15 જુલાઈથી લઈને 12 સપ્ટેમ્બર સુધી ગાંધીનગરમાં આ નિયમ લાગુ રહેશે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલો આ પ્રતિબંધાત્મક આદેશ આગામી તારીખ 15 જુલાઈથી લઈને 12 સપ્ટેમ્બર સુધી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં કડક રીતે લાગુ રહેશે. આ પ્રતિબંધિત ક્ષેત્રમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવતા તમામ શહેરી વિસ્તારો, ગાંધીનગર ગ્રામ્ય પંથક તેમજ જિલ્લાની તમામ નગરપાલિકાઓના ભૌગોલિક વિસ્તારોનો સમાવેશ થાય છે. વેપારી ગ્લુ ટ્રેપનું વેચાણ કરી શકશે નહીં આ સમયગાળા દરમિયાન કોઈપણ વેપારી ગ્લુ ટ્રેપનું વેચાણ કરી શકશે નહીં કે કોઈ નાગરિક તેનો વ્યક્તિગત ઉપયોગ પણ કરી શકશે નહીં.આ મહત્વપૂર્ણ નિર્ણય પાછળ ગુજરાત હાઈકોર્ટના આદેશો અને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવાનો હેતુ રહેલો છે. ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના પત્ર અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી રિટ પિટિશનના ઓરલ ઓર્ડરના સંદર્ભે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓનો ચુસ્ત અમલ કરાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ કાયદાની કલમ-11 ની જોગવાઈઓ મુજબ કોઈપણ મૂગા પ્રાણીને બિનજરૂરી પીડા, યાતના કે વેદના આપવા પર કાયદાકીય મનાઈ છે, જે અંતર્ગત ગ્લુ ટ્રેપનો ઉપયોગ પણ ગુનાહિત બને છે. પાંજરા કે જાળમાં ફસાયા બાદ તે કલાકો સુધી તડપે છે સામાન્ય રીતે ઘરો કે દુકાનોમાં વપરાતી આ ગ્લુ ટ્રેપની સપાટી અત્યંત ચીકણી અને મજબૂત ગુંદર ધરાવતી હોય છે. જ્યારે કોઈ ઉંદર કે નાનો જીવ આ સપાટી પર ફસાય છે, ત્યારે તે લાખ કોશિશ કરવા છતાં પોતાની જાતે મુક્ત થઈ શકતો નથી. આ પાંજરા કે જાળમાં ફસાયા બાદ તે કલાકો સુધી તડપે છે અને અંતે ડીહાઈડ્રેશન , ભૂખમરો અને ગૂંગળામણના કારણે અત્યંત કમકમાટીભર્યા અને પીડાદાયક મૃત્યુને ભેટે છે. જિલ્લા મેજિસ્ટ્રેટે આ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડ્યું આ અમાનવીય પ્રથાને અટકાવવા માટે જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના સભ્ય સચિવ અને ગાંધીનગરના મદદનીશ પશુપાલન નિયામક દ્વારા એક વિશેષ દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ દરખાસ્તને ગંભીરતાથી ધ્યાને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટે આ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડ્યું છે. નિયમોનો ભંગ કરતા ઝડપાશો તો કાર્યવાહી થઈ શકે વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, આ સરકારી આદેશ માત્ર કાગળ પર નહીં રહે પરંતુ તેનો ગ્રાઉન્ડ લેવલ પર કડક અમલ કરવામાં આવશે. જો કોઈ પણ દુકાનદાર, હોલસેલ વેપારી કે સામાન્ય નાગરિક આ જાહેરનામાના નિયમોનો ભંગ કરતા ઝડપાશે અથવા ગ્લુ ટ્રેપનું ઉત્પાદન અને વેચાણ ચાલુ રાખશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 હેઠળ કાયદેસરનો ગુનો નોંધીને કડક શિક્ષાત્મક અને દંડાત્મક પગલાં ભરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ એરપોર્ટની મુસાફરો માટે એડવાઇઝરી:16 જુલાઈ રથયાત્રાને લઈ વહેલા નીકળવા અપીલ, અનાવશ્યક ઉતાવળ કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે
    Next Article
    એક મહિનાથી ભૂવો પડ્યો, સમારકામ નહીં:વડોદરાના પરિવાર ચાર રસ્તા નહીં રોડની વચ્ચે ભૂવો પડતા વાહનચાલકો પરેશાન, ચોમાસામાં પણ ભરાય તો અકસ્માતની ભીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment