Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક મહિનાથી ભૂવો પડ્યો, સમારકામ નહીં:વડોદરાના પરિવાર ચાર રસ્તા નહીં રોડની વચ્ચે ભૂવો પડતા વાહનચાલકો પરેશાન, ચોમાસામાં પણ ભરાય તો અકસ્માતની ભીતિ

    1 day ago

    વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઠેર-ઠેર ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેના કારણે સ્થાનિક રજૂઆતો અને જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરના પરિવાર ચાર રસ્તાથી સવિતા હોસ્પિટલ તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા એક મહિનાથી એક મોટો ભૂવો પડેલો છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચનાનું પણ પાલન નહીં આ વ્યસ્ત માર્ગ પરથી રોજ હજારો વાહનચાલકો અને રાહદારીઓ પસાર થાય છે, પરંતુ તંત્ર દ્વારા આ ભૂવાનું યોગ્ય પુરાણ ન કરાતા તે હવે વાહનચાલકો માટે જીવનું જોખમ સમાન બની ગયો છે. ચોમાસાની ઋતુમાં આ ભૂવામાં પાણી ભરાવાના કારણે અકસ્માત થવાનો ભય સતત મંડરાઈ રહ્યો છે. એક તરફ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ખુદ અધિકારીઓને રેઇનકોટ પહેરીને ફિલ્ડ પર ઉતરવા અને કામગીરીની સમીક્ષા કરવા કડક સૂચનાઓ આપી રહ્યા છે ત્યારે બીજી તરફ પાલિકાના સ્થાનિક અધિકારીઓ અને એન્જિનિયરો આવી ગંભીર સમસ્યાઓ પ્રત્યે ઘોર નિષ્કાળજી દાખવી રહ્યા છે, જે તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે. વારંવાર પડતા ભૂવા હલકી ગુણવત્તાની કામગીરીની ચાડી ખાય છે શહેરમાં વારંવાર પડતા ભૂવાઓ પાછળ પાલિકાના ભ્રષ્ટ અને હલકી ગુણવત્તાના કામો જવાબદાર હોવાનું સપાટી પર આવ્યું છે. વડોદરા શહેરમાં પાણી, ડ્રેનેજ તેમજ વરસાદી ગટરોની નવી લાઈનો નાખવા માટે કરોડોના ખર્ચે ખોદકામ કરવામાં આવે છે. પરંતુ આ ખોદકામ પૂર્ણ થયા બાદ નિયમ મુજબ જે પ્રકારનું વૈજ્ઞાનિક અને મજબૂત પુરાણ કરવું જોઈએ, તે કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતું નથી. માત્ર ઉપરછલ્લી માટી અને કપચી નાખીને સંતોષ માની લેવાય છે. પરિણામે, સામાન્ય વરસાદમાં અથવા તો ભૂગર્ભ ડ્રેનેજ અને પાણીની લાઈનોમાં થતા લીકેજના કારણે અંદરની માટી ધોવાઈ જાય છે અને મોટા-મોટા ભૂવાઓ પડી જાય છે. જનતાના વેરાના પૈસાનો વેડફાટ આ પ્રકારની નબળી કામગીરીને કારણે વડોદરા શહેરની જનતાના પરસેવાના અને વેરાના કરોડો રૂપિયાનો સરેઆમ વેડફાટ થઈ રહ્યો છે. આવી ગંભીર ક્ષતિઓ અને હલકી ગુણવત્તાની કામગીરી રોકવા માટે હવે કમિશનર કક્ષાએથી કડક પગલાં લેવાય તે અત્યંત જરૂરી બન્યું છે. માત્ર નોટિસો આપવાના બદલે, જે તે વોર્ડના જવાબદાર એન્જિનિયર, કાર્યપાલક ઈજનેર અને નબળું કામ કરનાર ઈજારેદાર સામે ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ અથવા તો તેમને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. જ્યાં સુધી જવાબદારો સામે કડક શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી વડોદરાની જનતા આવા જોખમી રસ્તાઓ પર સફર કરવા મજબૂર રહેશે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વડોદરા પાલિકા સત્વરે જાગે અને પરિવાર ચાર રસ્તા પાસેના આ જોખમી ભૂવાનું યુદ્ધના ધોરણે ગુણવત્તાયુક્ત સમારકામ કરાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં ઉંદર પકડવાની ‘ગ્લુ ટ્રેપ’ના ઉત્પાદન-વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ:જિલ્લા વહીવટી તંત્રનો નિર્ણય, નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી થઈ શકે
    Next Article
    Live: US, Iran Both Claim Control Of Strait Of Hormuz As Tensions Escalate

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment