Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેથાપુરમાં દિગંબર જૈન દશલક્ષણ મહાપર્વની ઉજવણી શરૂ:શ્રી પાર્શ્વનાથ ચૈતાલય ખાતે 16 થી 25 સપ્ટેમ્બર સુધી ધર્મ આરાધના કરાશે

    16 hours ago

    પેથાપુર દિગંબર જૈન સમાજ દ્વારા ૧૬ થી ૨૫ સપ્ટેમ્બર સુધી દશલક્ષણ મહાપર્વ ઉજવવામાં આવી રહ્યો છે. દિગંબર જૈન ધર્મમાં દશલક્ષણ પર્વ આત્મશુદ્ધિ અને ધર્મ આરાધના માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.આ દસ દિવસ દરમિયાન આત્માના દસ મૂળ લક્ષણોની આરાધના કરવામાં આવે છે. આ લક્ષણોમાં ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્યનો સમાવેશ થાય છે. ઉત્તમ ક્ષમા ધર્મ એટલે ક્રોધનો ત્યાગ કરીને ક્ષમા ધારણ કરવી. કોઈ અપમાન કરે કે નુકસાન પહોંચાડે ત્યારે પણ મનમાં ગુસ્સો ન લાવવો અને ક્ષમાભાવ રાખવો. ઉત્તમ માર્દવ ધર્મ મનની નમ્રતા અને અભિમાનનો અભાવ દર્શાવે છે. રૂપ, બળ, ધર્મ, જ્ઞાન કે જાતિનો અહંકાર ન રાખવો એ જ માર્દવ છે. ઉત્તમ આર્જવ ધર્મ એટલે કપટ વગરનું સરળ આચરણ. મન, વચન અને કાયાની એકસમાન સરળતા આર્જવ ધર્મ છે.ઉત્તમ સત્ય ધર્મ એટલે સાચું અને હિતકારી બોલવું. માત્ર વચનનું સત્ય જ નહીં, પરંતુ જીવોને દુઃખ ન થાય અને કલ્યાણકારી હોય તેવું સત્ય આચરણમાં મૂકવું. ઉત્તમ શૌચ ધર્મ એટલે મનની પવિત્રતા અને લોભનો અભાવ. મનને લોભથી મુક્ત રાખીને સંતોષી બનાવવું. ઉત્તમ સંયમ ધર્મ એટલે પંચ ઇન્દ્રિયો અને મન પર કાબૂ રાખવો. પાંચ ઇન્દ્રિયો અને મનના વિષયોમાં આસક્ત ન થવું તથા જીવોની રક્ષા કરવી એ સંયમ છે. ઉત્તમ તપ ધર્મ એટલે કર્મનો નાશ કરવા માટે શરીર અને ઇન્દ્રિયોને તાપ આપવો. ઈચ્છાઓનો નિરોધ કરવો, ઉપવાસ કે સ્વાધ્યાય દ્વારા આત્માને તપાવવો. ઉત્તમ ત્યાગ ધર્મ એટલે પોતાની વસ્તુઓ કે આહાર-દાન જરૂરિયાતમંદોને આપવું. ઉદારતાપૂર્વક દાન કરવું અને અનાસક્ત બનવું એ ત્યાગ છે. ઉત્તમ આકિંચન્ય ધર્મ એટલે બાહ્ય અને આંતરિક પરિગ્રહ (સંગ્રહ) નો સંપૂર્ણ અસંગપણાનો ભાવ. 'મારી પાસે કશું જ નથી' એવી આત્મિક ભાવના રાખવી. ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ એટલે આત્મામાં રમણતા કરવી અને સંયમિત જીવન જીવવું. વિષય-વિકાર અને કામવાસનાથી મુક્ત થઈને પરમાત્મામાં લીન રહેવું એ ઉત્તમ બ્રહ્મચર્ય છે. પેથાપુર ખાતે ભક્તો દ્વારા જિનાભિષેક, પૂજા તથા સાંજે આરતી, સ્વાધ્યાય અને દસ ધર્મ વિશેનું જ્ઞાન આપતું ધાર્મિક નાટક ભજવવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    VNSGUમાં અરજી-ફરિયાદનો જવાબ ના આપનાર વિભાગીય વડાઓ સામે પગલા લેવાશે:250 કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા VCનો આદેશ
    Next Article
    અશોકભાઈ દક્ષિણીના અમદાવાદ નિવાસ સ્થાને ગણપતિ બાપાને ૫૬ ભોગ:ચુનીલાલ દાનજી પરિવાર દ્વારા મહા આરતી અને અન્નકૂટનો પ્રસાદ અર્પણ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment