Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    VNSGUમાં અરજી-ફરિયાદનો જવાબ ના આપનાર વિભાગીય વડાઓ સામે પગલા લેવાશે:250 કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા VCનો આદેશ

    15 hours ago

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી અને તેની સાથે સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફરિયાદો અને સમસ્યાઓના નિવારણ માટે નવી અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય મુજબ હવે કોઈપણ વિદ્યાર્થીની અરજી કે ફરિયાદનો સમયસર ઉકેલ લાવવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને વહીવટી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓનો લાંબો સમય સામનો ન કરવો પડે. વિદ્યાર્થીઓની અરજી-ફરિયાદનો જવાબ ના આપનાર વિભાગીય વડાઓ સામે પગલા લેવાશે. 250 કોલેજોને VCની કડક સૂચના આ અંગે માહિતી આપતા VNSGU ના વાઇસ ચાન્સેલર (VC) કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી હસ્તકની 250 કરતા વધુ કોલેજોના આચાર્યો, વિભાગીય વડાઓ અને વહીવટી વિભાગના વડાઓને સ્પષ્ટ સૂચનો આપવામાં આવ્યા છે કે, વિદ્યાર્થીઓની કોઈપણ અરજી કે ફરિયાદ આવે ત્યારે તેનો સત્વરે સંતોષકારક જવાબ અને તે સંદર્ભે જરૂરી કાર્યવાહી કરવામાં આવે. તેમના આ આદેશથી વહીવટી કામગીરીમાં પારદર્શિતા વધશે અને વિદ્યાર્થીઓને સમયસર યોગ્ય ન્યાય મળી શકશે. બેદરકાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાશે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે વિદ્યાર્થીઓની કેટલીક માગણીઓ સાચી હોય છે, પરંતુ યુનિવર્સિટીના વિવિધ અધિકારીઓ વચ્ચેના સંકલનના અભાવને કારણે તેઓને સંતોષકારક જવાબ મળતો નથી. આ સમસ્યાને જડમૂળથી દૂર કરવા માટે યુનિવર્સિટીએ કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ અધિકારી વિદ્યાર્થીઓની ફરિયાદના નિવારણમાં વિલંબ માટે કે ગેરવહીવટ માટે જવાબદાર સાબિત થશે, તો તેને વિવિધ અધિકારી મંડળમાં રજૂ કરીને તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. નિયમોનુસાર દંડ કે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે નવી ફરિયાદ પદ્ધતિ મુજબ, જો વિદ્યાર્થીઓને યુનિવર્સિટી સિસ્ટમમાં સમય આધારિત ઉકેલ ન મળે તો તેઓ યોગ્ય નિર્ણય માટે નિયમાનુસાર ઉપલી કક્ષાએ ફરિયાદ કરી શકે છે. જો અધિકારીઓ દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાય અને તેમની બેદરકારી સાબિત થાય, તો તેવા કિસ્સાને અધિકાર મંડળમાં લઈ જઈને જવાબદાર વ્યક્તિ સામે નિયમોનુસાર દંડ કે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. આ નિયમથી વિદ્યાર્થીઓના પ્રશ્નોનો અગ્રતાના ધોરણે ઉકેલ આવશે.
    Click here to Read More
    Previous Article
    Colombo-Bound Plane Makes Emergency Landing At Chennai Airport Due To Engine Failure
    Next Article
    પેથાપુરમાં દિગંબર જૈન દશલક્ષણ મહાપર્વની ઉજવણી શરૂ:શ્રી પાર્શ્વનાથ ચૈતાલય ખાતે 16 થી 25 સપ્ટેમ્બર સુધી ધર્મ આરાધના કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment