Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ભારે વરસાદથી વાવણી નિષ્ફળ, ખેડૂતો ફરી જોતરાયા:બિયારણ-મજૂરીનો બેવડો ખર્ચ વેઠી કપાસ બચાવવા પ્રયાસ

    8 hours ago

    અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેડૂતો ફરી વાવણી કાર્યમાં જોતરાયા છે. કેરિયા ચાવ ગામ સહિત અનેક વિસ્તારોમાં કપાસની નિષ્ફળ ગયેલી વાવણી બાદ ફરીથી વાવણી શરૂ કરવામાં આવી છે. વરસાદે વિરામ લેતા જ ખેત મજૂરોને કામે લગાડી યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદ અને ખેતરોમાં પાણી ભરાવાને કારણે કપાસના બીજ માટીમાં દબાઈ ગયા હતા. આના પરિણામે ટ્રેક્ટર દ્વારા કરાયેલી અગાઉની 50 થી 60 ટકા વાવણી નિષ્ફળ ગઈ છે. ખેડૂતો પાસે હવે ફરીથી વાવણી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. વરસાદે વિરામ લીધો હોવા છતાં ખેડૂતોની ચિંતા ઓછી થઈ નથી. તેમને બિયારણ અને મજૂરીનો બેવડો ખર્ચ વેઠવો પડી રહ્યો છે. કપાસના પાકને બચાવવા માટે જગતનો તાત રાત-દિવસ મહેનત કરી રહ્યો છે. ખેડૂત હિતેન્દ્રભાઈ માળવીયાએ જણાવ્યું કે, “કોરામાં મુકેલા કપાસિયાની વાવણી 40 ટકા જેટલી સફળ રહી હતી. પરંતુ વરસાદ પડવાથી અને પાણી ભરાવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે, જેથી ફરીવાર વાવણી કરવી પડી રહી છે. મારા 22 વીઘાના ખેતરમાં વાવેતર હતું અને હવે 30 થી 35 વીઘામાં ફરી વાવણી કરી રહ્યા છીએ.”
    Click here to Read More
    Previous Article
    સુરતમાં FIR બાદ કીર્તિ અને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયનાની સો.મીડિયા વોર:રાજુ ભમ્મરને 'હનીટ્રેપિયો' ગણાવી ખોટા કેસ કર્યાનો આક્ષેપ કર્યો, પૂછ્યું- 'સરપંચ મેડમ સુરતમાં રહેશે તો બોરડા ગામની સેવા કોણ કરશે?'
    Next Article
    ભાવનગરમાં એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે જીવલેણ જંગ:પરવાળા ગામે વાડીનો રસ્તો ખુલ્લો કરવા પાવડા-ધારીયાથી સામસામે હુમલો, યુવકનું મોત; બે યુવતી સહિત ચાર ઇજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment