Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે જીવલેણ જંગ:પરવાળા ગામે વાડીનો રસ્તો ખુલ્લો કરવા પાવડા-ધારીયાથી સામસામે હુમલો, યુવકનું મોત; બે યુવતી સહિત ચાર ઇજાગ્રસ્ત

    7 hours ago

    ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા ગામમાં બે દિવસ પૂર્વે વાડીએ જવાના રસ્તાના વિવાદે એક જ કુટુંબના બે પરિવારો વચ્ચે હિંસક અથડામણનું રૂપ ધારણ કર્યું હતું. આ જૂથ અથડામણમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાન જયેશ કરશનભાઈ ડાંગરનું સારવાર દરમિયાન મોત નિપજતા મામલો ગંભીર બન્યો છે. ઉમરાળા પોલીસે અગાઉ નોંધાયેલી સામસામી ફરિયાદમાં હવે હત્યાની કલમ (મર્ડર) ઉમેરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રથમ પક્ષની ફરિયાદ: પાઇપ અને પાવડા વડે હુમલો ઘટના સંદર્ભે પ્રથમ પક્ષ તરફથી પરવાળા ગામના ધાર વિસ્તારમાં રહેતા ભાવનાબેન કરશનભાઈ ડાંગરે 12 જુલાઈ 2026ના રોજ ઉમરાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 11 જુલાઈના રોજ ભાવનાબેનના પિતા અને ભાઈ જયેશભાઈ વાડીએ કામ કરી રહ્યા હતા, ત્યારે મેહુલ કરશનભાઈ ડાંગર, જીવા પાંચાભાઈ ડાંગર અને કરશન દેવાભાઈ ડાંગરે આવીને "વાડીનો રસ્તો ખુલ્લો કરી નાખો, નહીંતર જીવતા નહીં છોડીએ" તેમ કહી ધમકી આપી હતી. ભાવનાબેન અને તેમની બહેન વર્ષાબેન વચ્ચે છોડાવવા પડતા આરોપીઓએ પાઇપ અને પાવડાના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. માથાના ભાગે ગંભીર ઈજા પામેલા જયેશ ડાંગરનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેને પગલે પોલીસે આ ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરવાની તજવીજ કરી છે. સામા પક્ષની ફરિયાદ: દાતરડા અને ધારિયાથી હુમલાનો આક્ષેપ બીજી તરફ, સામા પક્ષના મેહુલ કરશનભાઈ ડાંગર (ઉં.વ. 30) એ પણ 12 જુલાઈના રોજ વળતી ફરિયાદ નોંધાવી હતી. 10 જુલાઈના રોજ મેહુલભાઈ અને તેમના પિતા બાઈક લઈને વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે કરસન વાઘાભાઈ ડાંગર, જયેશ કરસનભાઈ ડાંગર અને ભાવના કરસનભાઈ ડાંગરે રસ્તો બંધ કર્યો હતો. રસ્તો બંધ કરવાનું કારણ પૂછતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા આરોપીઓએ દાતરડું અને ધારીયા જેવા હથિયારો વડે હુમલો કરી મેહુલભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ તેમના પિતાને ઢીકાપાટુનો મૂઢમાર માર્યો હતો. ઇજાગ્રસ્ત પિતા-પુત્ર હાલ ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આરોપીઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા એક જ કુટુંબના બે પરિવારો વચ્ચે રસ્તાની સામાન્ય બાબતમાં થયેલી આ હિંસક અથડામણે યુવાનનો જીવ લેતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઉમરાળા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધી, હુમલામાં વપરાયેલા હથિયારો કબજે કરવા તથા આરોપીઓની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ભારે વરસાદથી વાવણી નિષ્ફળ, ખેડૂતો ફરી જોતરાયા:બિયારણ-મજૂરીનો બેવડો ખર્ચ વેઠી કપાસ બચાવવા પ્રયાસ
    Next Article
    ख़ामेनई की हत्या का बदला लेगा ईरान, घबराया अमेरिका, खाड़ी के देशों पर ईरान का ताबड़तोड़ हमला

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment