Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત:એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોમાંથી એકનું મોત, અન્ય બે ઘાયલ

    1 day ago

    અમીરગઢ તાલુકાના પાલનપુર-આબુ નેશનલ હાઇવે પર ગંગાસાગર પાટિયા નજીક માર્ગ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી અમદાવાદ મૃતદેહ લઈ જઈ રહેલી એક એમ્બ્યુલન્સ અન્ય વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોમાંથી એકનું મોત થયું છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસ અને NHAI પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, સારવાર દરમિયાન ત્રણ ઘાયલ પૈકી એક યુવકનું મોત નીપજ્યું છે. અન્ય બે ઘાયલોની સારવાર હાલ ચાલુ છે. અમીરગઢ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમીરગઢ PI બી.ડી. ગોહિલે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે એમ્બ્યુલન્સ અને અન્ય એક વાહન વચ્ચે અકસ્માત થયો હતો. PI ગોહિલના જણાવ્યા અનુસાર, એમ્બ્યુલન્સનો ડ્રાઇવર જોધપુરથી અમદાવાદ મૃતદેહ લઈ જઈ રહ્યો હતો, જેમાં મૃતદેહ સાથે પરિવારના સભ્યો પણ હતા. તેમાંથી એકનું મોત થયું છે અને બેની સારવાર ચાલી રહી છે. જોકે, તેમના સબંધીઓ આવે તે પછી જ સાચી હકીકત બહાર આવશે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    રમેશ પારેખ શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ:મોબાઈલ EVM દ્વારા બાળકો, વાલીઓ અને શિક્ષકોએ મતદાન કર્યું
    Next Article
    'મને ઉશ્કેરવા, આખી રાત ફોન કરીને માનસિક ટોર્ચર કરાયો':નાગરિકોને ભાજપ વિરુદ્ધ બોલવાની સ્ક્રિપ્ટો શીખવાડાય છે: વાયરલ વીડિયો અંગે કુમાર કાનાણીનો AAP પર આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment