Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મને ઉશ્કેરવા, આખી રાત ફોન કરીને માનસિક ટોર્ચર કરાયો':નાગરિકોને ભાજપ વિરુદ્ધ બોલવાની સ્ક્રિપ્ટો શીખવાડાય છે: વાયરલ વીડિયો અંગે કુમાર કાનાણીનો AAP પર આક્ષેપ

    1 day ago

    સુરત શહેરમાં ખાડી પૂર અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યારે આ આપત્તિની ઘડીમાં પણ ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે. વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચા જાગી હતી, જેના પર હવે ખુદ કાનાણીએ મોટું નિવેદન આપ્યું છે. કુમાર કાનાણીએ એક વિસ્તૃત વીડિયો નિવેદન જારી કરીને આમ આદમી પાર્ટી પર ખૂબ જ ગંભીર અને સણસણતા આરોપો લગાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, પૂરની આ ભયાનક પરિસ્થિતિમાં જ્યારે લોકો મુશ્કેલીમાં છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ પર મદદ કરવાને બદલે માત્ર ભારતીય જનતા પાર્ટી અને તેના લોકપ્રતિનિધિઓને બદનામ કરવાની હલકી રાજનીતિ રમી રહ્યા છે. કાનાણીએ વધુમાં કહ્યું કે, મને ઉશ્કેરવા, આખી રાત ફોન કરીને માનસિક ટોર્ચર કરાયો, નાગરિકોને ભાજપ વિરુદ્ધ બોલવાની સ્ક્રિપ્ટો શીખવાડાય છે. મેયર અને ધારાસભ્ય પૂરના પાણીમાં હોડી લઈને નીકળ્યા ફેસબુક પર લાઈવ થઇ પોતાની કામગીરીની વિગતો આપતા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, સુરતના વાલમ નગર, એમ.ડી. પાર્ક અને સ્વામિનારાયણ નગર સોસાયટીની અંદર ઘરોમાં પાણી ઘૂસી ગયા હોવાની માહિતી મળતા જ તેઓ સક્રિય થયા હતા. તેઓએ તાત્કાલિક બહારના લોકો માટે હોડીની વ્યવસ્થા કરી હતી. એટલું જ નહીં, કુમાર કાનાણી પોતે સુરતના મેયરને સાથે રાખીને એક હોડી દ્વારા એ.બી.સી. સર્કલ પાસે આવેલા શ્રદ્ધા હાઉસ ખાતે પહોંચ્યા હતા. ત્યાં પૂરના પાણીમાં હોડી ઉતારીને શ્રદ્ધા હાઉસમાં ફસાયેલા એક ભાઈને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડ્યા હતા. જો કે, ત્યાંથી આગળ એમ.ડી. પાર્ક તરફ જતી વખતે વચ્ચે આવતી ખાડીમાં પાણીનો પ્રવાહ એટલો બધો તેજ હતો કે હોડી તણાવવા લાગી હતી. સ્થાનિક લોકોએ જોખમ ન લેવાની સલાહ આપતા તેઓને ત્યાંથી પરત ફરવું પડ્યું હતું. 'આપના નેતાઓ આખો દિવસ અને રાત એ જ પ્લાનિંગ કરે છે' કુમાર કાનાણીએ 'આપ'ની સસ્તી લોકપ્રિયતા મેળવવાની નીતિનો પર્દાફાશ કરતા જણાવ્યું કે, 7 તારીખે જ્યારે બાપા સીતારામ સોસાયટીમાં પાણી ભરાયા ત્યારે તેમણે પોતાના કોર્પોરેટરો મહેશભાઈ કાકડિયા અને હરિભાઈ કાકડિયાને તાત્કાલિક ફૂડ પેકેટની વ્યવસ્થા સાથે ત્યાં મોકલ્યા હતા. ભાજપના કોર્પોરેટરો રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી ત્યાં જ હાજર હતા. તેમ છતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ત્યાં છગનભાઈ નામના વ્યક્તિ પાસે એવું ઇન્ટરવ્યુ અપાવ્યું કે અહીં કોઈ આવ્યું જ નથી! કાનાણીએ આરોપ લગાવ્યો કે 'આપ'ના નેતાઓ આખો દિવસ અને રાત એ જ પ્લાનિંગ કરે છે કે ભાજપના નેતા કે ધારાસભ્ય આવે તો કઈ રીતે લોકોનું ટોળું ભેગું કરવું, કઈ રીતે તેમના હુરિયા બોલાવવા, કઈ રીતે ઉગ્ર રજૂઆતો કરવી અને તેના વીડિયો શૂટ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરીને બદનામ કરવા. 'આ સમય રાજનીતિનો નથી, લોકોની સેવા કરવાનો છે' આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા કાનાણીએ કહ્યું કે, ચૂંટણીમાં જનતા પાસે ભાજપે પણ મત માગ્યા હતા અને આમ આદમી પાર્ટીએ પણ મત માગ્યા હતા. જનતાએ ભાજપને વધુ મત આપીને જીતાડ્યા છે, પરંતુ લોકશાહીમાં ફરજ તો બંને પક્ષોની બને છે. આપના નેતાઓ પણ માજી કોર્પોરેટરો કે હોદ્દેદારો છે, તો તેઓ કેમ પૂરની પરિસ્થિતિમાં જનતાની વચ્ચે જઈને મદદ નથી કરતા? '10-15 લોકોને ભેગા કરી વીડિયો શૂટિંગ કરવાનું હલકું કામ કરે છે' કાનાણીએ આક્રોશ વ્યક્ત કર્યો કે, ભાજપના કાર્યકર્તાઓ જ્યારે પાણીમાં રહીને સેવા કરી રહ્યા છે, ત્યારે આપના લોકો એડવાન્સ પ્લાનિંગ કરીને મંજુબેન કે ગીતાબેન જેવા નિર્દોષ નાગરિકોને ભાજપ વિરુદ્ધ બોલવાની સ્ક્રિપ્ટો શીખવે છે. કચરાના ઢગલા અને પાણીના ફોટા પાડીને ઓળખીતા 10-15 લોકોને ભેગા કરી વીડિયો શૂટિંગ કરવાનું હલકું કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે પડકાર ફેંક્યો કે જો રાજનીતિ જ કરવી હોય તો ચૂંટણીના મેદાનમાં આવજો, અમે જવાબ આપીશું. અત્યારે આ સમય લોકોની સેવા કરવાનો છે, આવી નીચલી કક્ષાની રાજનીતિનો નહીં. 'આખી રાત ફોન કરીને મને માનસિક ટોર્ચરિંગ કરાયું' ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, પૂરની પરિસ્થિતિ દરમિયાન સામાન્ય જનતાના કામ માટે જેટલા ફોન નથી આવ્યા, તેના કરતાં વધારે ફોન આમ આદમી પાર્ટીના સમર્થકોએ તેમને માનસિક રીતે ટોર્ચર કરવા માટે કર્યા હતા. કાનાણીએ જણાવ્યું કે, "મને ઉશ્કેરવા માટે આખી રાત સતત ફોન કરવામાં આવતા હતા, જેથી હું ગુસ્સે ભરાઉં, કોઈ વિવાદિત નિવેદન આપું અને તેઓ તેનું રેકોર્ડિંગ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી શકે." આપના કાર્યકર્તાઓએ તેમને ફસાવવા માટે આખી રાત ષડયંત્રો રચ્યા હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો હતો. જો કે, કાનાણીએ જણાવ્યું કે તેઓ આ તમામ ટોર્ચરિંગ વચ્ચે પણ અડગ રહ્યા અને શાંતિપૂર્વક જનતાની સેવામાં જ વ્યસ્ત રહ્યા. દીકરી પૂર વચ્ચે ફસાયેલી રહી છતાં જનતાની સેવામાં વ્યસ્ત રહ્યા 23 વર્ષના રાજકીય જીવનનો એક અત્યંત ભાવુક કિસ્સો શેર કરતા કુમાર કાનાણીએ કહ્યું કે, વર્ષ 2006માં જ્યારે સુરતમાં ઐતિહાસિક પૂર આવ્યું અને આખું શહેર પાણીમાં ડૂબ્યું હતું, ત્યારે કતારગામ વિસ્તારની મોહનદીપ સોસાયટીમાં માળ વગરના સિંગલ ઘરમાં તેની સગી દીકરી બે દિવસ સુધી પૂરના પાણી વચ્ચે ફસાયેલી રહી હતી. તેમની દીકરીના પરિવારે અગાશી પર પ્લાસ્ટિક બાંધીને બે દિવસ વિતાવ્યા હતા. તે સમયે કુમાર કાનાણી અને કાંતિભાઈ બલ્લર કોર્પોરેટર હતા અને તેમના વિસ્તાર અશ્વિની કુમાર રોડ પર 20 ફૂટ પાણી હોવા છતાં તેઓ રાત-દિવસ હોડી લઈને જનતાને બચાવવામાં, દૂધ અને ખાવાનું પહોંચાડવામાં વ્યસ્ત હતા. જનતાની સેવાની ધૂનમાં તેઓ પોતાની પૂર વચ્ચે ફસાયેલી દીકરીના ઘરે પણ જઈ શક્યા નહોતા. કાનાણીએ કહ્યું કે તેઓ કોઈપણ મંત્રી પદ, ટિકિટ કે કોઈ અપેક્ષા વગર વર્ષોથી દિલથી પ્રજાની ચિંતા કરે છે. 'મારે આમ આદમી પાર્ટીના કોઈ નેતાના પ્રમાણપત્રની જરૂર નથી' ધારાસભ્ય કાનાણીએ અંતમાં જણાવ્યું કે, પૂરના પાણી ઉતરી ગયા બાદ પણ ભાજપનો એક-એક કાર્યકર્તા સફાઈ કામદારો સાથે ટીમ બનાવીને રોડ-રસ્તા અને સોસાયટીઓ સાફ કરવામાં ગ્રાઉન્ડ પર પરસેવો પાડી રહ્યો છે. બીજી તરફ, આપની ટીમ માત્ર કચરાના ઢગલા પાસે ઊભા રહીને ફોટા પડાવવામાં વ્યસ્ત છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, "મારે આમ આદમી પાર્ટીના કોઈ નેતાના પ્રમાણપત્રની જરૂર નથી. હું કેવો છું તે મારી જનતા નક્કી કરશે અને સુરતની જનતા બધું જ જાણે છે." ગમે તેટલા ષડયંત્રો કે ખોટા વીડિયો વાયરલ કરવામાં આવે, તેઓ જનતાની સેવા કરવાના પોતાના સંકલ્પથી ક્યારેય પાછીપાની કરશે નહીં તેવો મક્કમ નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત:એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોમાંથી એકનું મોત, અન્ય બે ઘાયલ
    Next Article
    Girnar Ropeway Closed | ભારે પવનને કારણે જુનાગઢનો ગિરનાર રોપવે બંધ કરાયો| Gujarati Samachar |News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment