Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેલમાંથી છૂટ્યાના 5 દિવસમાં જ ફરી 2 એક્ટિવાની ચોરી કરી:રીઢા વાહનચોરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, 3 ગુનાનો ભેદ ઉકેલ્યો, આરોપી સામે અગાઉ 23 જેટલા ગુનાઓ નોંધાયેલા છે

    1 day ago

    વડોદરા શહેરમાં વાહનચોરીના ગુનાઓને અંજામ આપતા રીઢા ચોરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે જેલમાંથી છૂટ્યાના પાંચ દિવસમાં જ ફરી બે એક્ટિવાની ચોરી કરનાર રીઢા વાહનચોરને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વાહનચોરીના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો. આરોપી પાસેથી ચોરીની બે એક્ટિવા મળી 40 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાહનચોરીના ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જેટ રોડથી ભીમનાથ તરફ જતા રસ્તા પરથી અનિલ દેવજીભાઈ મહીડા (ઉં.વ.40, રહે. સફેદ વુડા, ખોડિયારનગર, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે વધુ પૂછપરછ કરતાં આરોપીએ પાંચ દિવસ પહેલાં કરેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે આવેલી સોસાયટીમાંથી એક્ટિવાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચાર દિવસ પહેલાં નગરવાડા વિસ્તારમાંથી પણ એક એક્ટિવા ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત આશરે એક મહિના પહેલાં નિઝામપુરા વિસ્તારમાંથી ચોરી કરેલી એક્ટિવા ભંગારના વેપારીને વેચી દીધી હોવાની હકીકત પણ સામે આવી છે. પોલીસે આરોપી પાસેથી બે એક્ટિવા કબજે કરી હતી. આ કાર્યવાહીથી કરેલીબાગ, કપુરાઈ અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. આરોપી સામે અગાઉ પણ વાહનચોરી અને ઘરફોડ ચોરી સહિતના વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 23 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દૂધની ખાલી થેલીઓના હાર સાથે મોંઘવારીનો વિરોધ:રાંધણગેસ, પેટ્રોલ-ડીઝલ, દૂધ, દહીં, સિંગતેલ મોંઘુ થતા AAPની કલેકટરને અનોખી રજૂઆત
    Next Article
    Gujarat Breaking News | 1 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર |Top News Of The Day | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment