Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રમેશ પારેખ શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ:મોબાઈલ EVM દ્વારા બાળકો, વાલીઓ અને શિક્ષકોએ મતદાન કર્યું

    1 day ago

    તાડવાડી-વરિયાવ સ્થિત કવિશ્રી રમેશ પારેખ પ્રાથમિક શાળા ક્રમાંક-316 ખાતે 11 જુલાઈ, 2026ના રોજ બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી લોકશાહી પદ્ધતિ અનુસાર મોબાઈલ EVM એપ્લિકેશનની મદદથી પારદર્શક રીતે સંપન્ન થઈ. ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત જાહેરનામાથી થઈ હતી. ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા, જેની ચકાસણી બાદ માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરાઈ. ઉમેદવારોએ શિસ્તબદ્ધ પ્રચાર કર્યો. આ ચૂંટણીમાં બાળકોએ જ પ્રિસાઈડીંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, પટ્ટાવાળા, પોલીસ અને એજન્ટની ભૂમિકા ભજવી હતી. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો અને શિક્ષકોએ ગુપ્ત મતદાન કર્યું. મોબાઈલ EVM એપ્લિકેશન દ્વારા મતદાન પ્રક્રિયા સરળ, ઝડપી અને વિશ્વસનીય બની હતી. મતદાન બાદ મતગણતરી કરવામાં આવી અને વિજેતા ઉમેદવારોની જાહેરાત થઈ. વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા. ત્યારબાદ બાળ સંસદના ચૂંટાયેલા પ્રતિનિધિઓને શપથ લેવડાવીને તેમની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આ ચૂંટણી કાર્યક્રમનું આયોજન શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક શિરીષકુમાર એન. પટેલના માર્ગદર્શન હેઠળ થયું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ કણકોટિયાએ તમામ ભાગીદારો અને વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા. તેમણે બાળ સંસદ દ્વારા વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી, શિસ્ત, સહકાર અને લોકશાહી મૂલ્યોના વિકાસ માટે કાર્ય કરવાની શુભેચ્છાઓ આપી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે લોકશાહી વ્યવસ્થાનો જીવંત અનુભવ બન્યો અને તેમના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થયો.
    Click here to Read More
    Previous Article
    એલ.જે. ઇન્સ્ટિટ્યૂટે બેચલર પ્રોગ્રામનું ઓરિએન્ટેશન યોજ્યું:ત્રણ દિવસીય કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું
    Next Article
    અમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત:એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોમાંથી એકનું મોત, અન્ય બે ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment