Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સુરતના નાસીરનગરનું ડિમોલિશન મ્યુનિ.કમિશનરે જ કરાવ્યું છે':કમિશનરે તેમને મળેલો મેસેજ મને ફોરવર્ડ કર્યો હતો, મનપાના સસ્પેન્ડેડ એક્ઝિ. એન્જિનિયરે હાઇકોર્ટમાં ખેલ ખુલ્લો પાડ્યો

    1 day ago

    સુરતના નાસીર નગરના ગેરકાયદે ડિમોલિશન મામલે સસ્પેન્ડેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ SMC અને મ્યુસિપલ કમિશન નાગરાજનને પક્ષકાર બનાવીને હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમણે પોતાના સસ્પેન્શનને નિર્ણયને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું છે કે કોઈ પણ ખાતાકીય તપાસ વગર તેને સસ્પેન્ડ કરાયો છે. તેને સસ્પેન્ડ સ્ટેન્ડિંગ કમિટી કરી શકે, પરંતુ કમિશનરે સસ્પેન્ડ કર્યો છે. તેમજ ડિમોલિશન મ્યુનિસિપલ કમિશનરે જ કરાવ્યું હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો છે. સુજલ પ્રજાપતિએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે SMC કમિશનરનું કહેવું છે કે આ ડિમોલિશન અનધિકૃત છે. SMCએ તપાસ કમિટી નીમી હતી અને તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો. જ્યાં અરજદારે કહ્યું હતું કે આ કામ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી કર્યું હતું. તેની ઉપર માત્ર એક ઉચ્ચ અધિકારી છે. અરજદાર તે વખતે રોડ ડિપાર્ટમેન્ટમાં હતા. અરજદારને SMC કમિશનરના ઑફિસિયલ નંબરથી 21 મે, 2026ના રોજ ફોરવર્ડેડ મેસેજ મળ્યો હતો. આ મેસેજની હકીકત સંદર્ભે એફિડેવિટ ફાઇલ કરવા તૈયાર છે. અરજદારે ફક્ત તેમના ઉચ્ચ અધિકારીએ કહ્યું તેમ કર્યું છે. તેને વોર્ડ નંબર 07, ચંદ્રશેખર આઝાદ બ્રિજની બાજુમાં 60 ફૂટનો TP રોડ બનાવવાનો હોવાથી કેટલાક ભાગ ઉપર દબાણ ખુલ્લું કરવા સૂચના અપાઈ હતી. કોઈએ કમિશનરને કરેલો મેસેજ કમિશનરે સુજલ પ્રજાપતિને ફોરવર્ડ કર્યો કોઈ વ્યક્તિએ કમિશનરને મેસેજ કર્યો અને કમિશનરે અરજદારને ફોરવર્ડ મેસેજ કર્યો, એટલે કમિશનરની સૂચના મુજબ તેઓએ આ કામ કર્યું છે. વળી બીજા જજની બેન્ચ સમક્ષ જ્યાં ગેરકાયદે ડિમોલિશન બાબતે સુનાવણી ચાલે છે, ત્યાં SMC કમિશનર એફિડેવિટ કરીને, કોના કહેવાથી ડિમોલિશન કરાયું તેની તપાસ કરાઈ હોવાનું કહે છે, જ્યારે ડિમોલિશન તેઓએ પોતે જ કરાવ્યું છે. ‘હાઈકોર્ટ અરજદારને રક્ષણ આપીને, સસ્પેન્શન રદ કરવા હુકમ કરે’ તેઓએ 03 જૂને નાસીરનગરમાં અસરગ્રસ્ત લોકોના રિલોકેશન માટે સર્વે કરવા પણ કહ્યું હતું. 59 અનધિકૃત મકાન ધારકોને અસર થઈ છે. વળી કોના આદેશથી ડિમોલિશન થયું તે તપાસમાં સામે આવતું નથી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં કમિટી દ્વારા તપાસમાં પણ ડિમોલિશન SMC કમિશનરની સૂચનાથી કર્યું હોવા છતાં કોર્ટમાં કહેવાયું કે અરજદારે તપાસમાં સહકાર આપ્યો નથી. હાઈકોર્ટ અરજદારને રક્ષણ આપીને, સસ્પેન્શન રદ કરવા હુકમ કરે. ‘SMC કમિશનરે પોતાને બચાવવા આવું બધું કર્યું છે’ ખરેખરમાં આ ગેરકાયદે ડિમોલિશનનો મુદ્દો હાઈકોર્ટ પહોંચતા SMC કમિશનરે પોતાને બચાવવા આવું બધું કર્યું છે. અરજદારે કમિશનર સાથેની ચેટના ફોટો કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. કેમ છો સુરત? નામના SMCના અધિકૃત ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર મુકાયેલી ડિમોલિશન અંગેની રીલને ગ્રુપમાં મુકાઈ હતી. સસ્પેન્શન બાદ તેણે અરજદારને આ ગ્રુપમાંથી કાઢી નાખ્યો છે. SMC કમિશનરે કહ્યું તેમજ અરજદારે કર્યું છે, પહેલા તેના કામની પ્રશંસા કરી અને પછી તેને સસ્પેન્ડ કર્યો. મુખ્ય ડિમોલિશન પર હવે 20 જુલાઈએ સુનાવણી ડિમોલિશન વખતે SMC કમિશનરે જાહેરમાં કહ્યું કે ડિમોલિશન SMCના આદેશથી નથી થયું. પછી કહે છે કે રોડ પહોળો કરવાની બાબતમાં ડી માર્કેશન કરવાનું હતું, ડિમોલિશન નહીં. પરંતુ ટોરેન્ટને પહેલેથી જ વીજળી કાપવા SMCના વિભાગમાંથી કહેવામાં આવ્યું હતું. અરજદારે હાઇકોર્ટમાં અરજી કરતા મુખ્ય ડિમોલિશનને પડકારતી અરજી ઉપર ઓથોરિટીએ કોર્ટ સમક્ષ સમય માંગ્યો હતો. જેમાં 20 જુલાઈની મુદત પડી છે. હાઇકોર્ટનો મ્યુનિ.કમિશનરને એફિડેવિટ ફાઇલ કરવા આદેશ ઉલ્લેખનીય છે કે ગુરુવારે સરકારી વકીલે સુરતમાં પૂરની પરિસ્થિતિની કામગીરીમાં SMC વ્યસ્ત હોવાના કારણ સાથે સમય માંગ્યો હતો. સુજલ પ્રજાપતિની અરજી સંદર્ભે હાઇકોર્ટે SMC કમિશનરને એફિડેવિટ ફાઇલ કરવા હુકમ કર્યો છે. સરકારી વકીલે સિલેક્ટેડ સ્ક્રીન શોટ કોર્ટ સમક્ષ મુકાયા હોવાની રજૂઆત કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ SMC કમિશનરે અરજદારને મેસેજ ફોરવર્ડ કર્યો એવું લાગે છે. કમિશનરે જે જવાબ આપવો હોય તે એડિડેવિટ ઉપર આપે. આ અંગે વધુ કાર્યવાહી 21 જુલાઈએ યોજાશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 'ફ્યુચર ફોરવર્ડ 2.0'માં 1200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા:રેડ એન્ડ વ્હાઇટ દ્વારા કરિયર-ટેક્નોલોજી પર નિષ્ણાતોનું માર્ગદર્શન
    Next Article
    અમદાવાદમાં વલભી વિદ્યાવિહારના વિદ્યાર્થીઓએ 5000 વૃક્ષો વાવ્યા:નવા વાડજમાં AMC પ્લોટમાં સામુહિક વૃક્ષારોપણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment