Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 'ફ્યુચર ફોરવર્ડ 2.0'માં 1200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા:રેડ એન્ડ વ્હાઇટ દ્વારા કરિયર-ટેક્નોલોજી પર નિષ્ણાતોનું માર્ગદર્શન

    1 day ago

    સુરતમાં રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દ્વારા 10 અને 11 જુલાઈ, 2026ના રોજ "ફ્યુચર ફોરવર્ડ 2.0 – 2026" કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે યોજાયેલા આ બે દિવસીય કરિયર માર્ગદર્શન, ટેક્નોલોજી અને સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 1200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્યના રોજગાર, કરિયર અને આધુનિક ઉદ્યોગની જરૂરિયાતો માટે તૈયાર કરવાનો હતો. બે દિવસ દરમિયાન, દેશ-વિદેશની અગ્રણી કંપનીઓમાં કાર્યરત અનુભવી ઇન્ડસ્ટ્રી મેન્ટર્સે વિદ્યાર્થીઓને નવીન ટેક્નોલોજી, કરિયર પ્લાનિંગ, પ્રોફેશનલ સ્કિલ્સ, ઉદ્યોગના વલણો અને કોર્પોરેટ વિશ્વની વાસ્તવિક જરૂરિયાતો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં ગૂગલ, ફ્લિપકાર્ટ, ઓરેકલ, ઇન્ફોસિસ, ફિલિપ્સ, સુઝુકી અને મેકિન્સી એન્ડ કંપની જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના નિષ્ણાતોએ પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા હતા. મુખ્ય વક્તાઓમાં સિનિયર યુએક્સ ડિઝાઇનર અંકિત દુબે, ડિરેક્ટર – પ્રોડક્ટ મેનેજમેન્ટ અભિજીત બેન્ડીગીરી, આર એન્ડ ડી એન્જિનિયર અભિજિથ ગિરિન, સિનિયર લીડ ડેટા એન્જિનિયર ઋષભ અગ્રવાલ અને ફિલ્મ ડિરેક્ટર જય પરીખનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક પેનલ ડિસ્કશન પણ યોજાયું હતું, જેમાં મોહિત સાવલિયા, પીયુષ નાકરાણી અને ચક્ષુ અદાણી પેનલિસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓના માર્ગદર્શન ઉપરાંત, આ કાર્યક્રમમાં રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના ફેકલ્ટી સભ્યો માટે પણ વિશેષ તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના મેન્ટર્સે ફેકલ્ટીને નવીન ઉદ્યોગ પ્રથાઓ, ટેક્નોલોજી અને શિક્ષણ પદ્ધતિઓ અંગે તાલીમ આપી, જેથી તેઓ વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે વધુ અસરકારક રીતે તૈયાર કરી શકે. રેઝોન સોલારના મેનેજિંગ ડિરેક્ટર ચિરાગ નાકરાણી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોના મતે, "ફ્યુચર ફોરવર્ડ 2.0 – 2026" માત્ર એક કરિયર ગાઇડન્સ કાર્યક્રમ નહોતો, પરંતુ વિદ્યાર્થીઓને ભવિષ્યની સ્પર્ધાત્મક દુનિયા માટે આત્મવિશ્વાસ, યોગ્ય માર્ગદર્શન અને જરૂરી કુશળતાઓ સાથે સજ્જ બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો.
    Click here to Read More
    Previous Article
    વડોદરા સાયબર ક્રાઈમનો વોન્ટેડ જમીન દલાલ સુરતમાંથી ઝડપાયો:રૂ. 57 લાખની ઠગાઈના આરોપી શાહીદખાનને પોલીસે દબોચ્યો, દિલ્હીમાં પણ નોંધાયેલા સાયબર ફ્રોડ-અપહરણના ગુના
    Next Article
    'સુરતના નાસીરનગરનું ડિમોલિશન મ્યુનિ.કમિશનરે જ કરાવ્યું છે':કમિશનરે તેમને મળેલો મેસેજ મને ફોરવર્ડ કર્યો હતો, મનપાના સસ્પેન્ડેડ એક્ઝિ. એન્જિનિયરે હાઇકોર્ટમાં ખેલ ખુલ્લો પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment