Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ:સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 57 લાખ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી, ચિત્રા-ફુલસર અને બોર તળાવ વિસ્તારમાં કામો હાથ ધરાશે

    7 hours ago

    ભાવનગર મહાનગર પાલિકા ખાતે આજ રોજ સ્ટેન્ડિંગ કિમીટીની સ્ટેન્ડિંગ કમિટી રૂમ ખાતે ચેરમેન કિશન મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી, જેમાં 18 ઠરાવો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો જેમાં કુલ 57 લાખના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી, ભાવનગર મહાનગર પાલિકા આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક મળી હતી જેમાં શહેરમાં અનેક વિકાસ કામોની મંજૂરી આપવામાં આવી છે જેમાં સરદારનગર વિસ્તારમાં આવેલ મીરાપાર્કમાં બ્લોક નાખવા, ટીપી રોડ માં આર.સી.સી રોડ બનાવવા માટે વિવિધ વિકાસ કાર્યો માટે કુલ 57 લાખ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, અમારી ટીમ દ્વારા 40 લાખ રૂપિયાના ખર્ચે ચિત્રા-ફુલસર વિસ્તારમાં ટીપી સ્કીમ અંતર્ગત નવો રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ જણાવ્યુ હતુ કે આ ઉપરાંત, ઝોન-1 અંતર્ગત આવતા ચિત્રા-ફુલસર, કુંભારવાડા અને બોર તળાવ વિસ્તારમાં ચોમાસા કે વરસાદના કારણે રોડ-રસ્તાઓને જે પણ નુકસાન કે ક્ષતિ પહોંચી છે, તેને તાત્કાલિક ધોરણે રીપેર કરવા તથા સવાર કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રજાના હિતમાં તમામ વિકાસ કાર્યો ઝડપથી થાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે, અને હાલ પૂરતા 57 લાખ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂર કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Zimbabwe Boat Tragedy: जिम्बाब्वे की करिबा झील में पलटी नाव, 44 की मौत। Lake Kariba ferry accident
    Next Article
    પેલેડિયમ મોલને દંડ અને નોટિસ:મચ્છરના બ્રીડીંગ મળી આવ્યા, નારોલની AMC સંચાલિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ દૂષિત પાણી પીતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment