Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેલેડિયમ મોલને દંડ અને નોટિસ:મચ્છરના બ્રીડીંગ મળી આવ્યા, નારોલની AMC સંચાલિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ દૂષિત પાણી પીતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

    9 hours ago

    ચોમાસાની ઋતુમાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી ન નીકળે અને મચ્છરોનો ઉપદ્રવ અંકુશમાં રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરના વિવિધ ઝોનમાં આવેલી બાંધકામ સાઇટો, મોલ, કોમર્શિયલ શોપિંગ કોમ્પ્લેક્સ અને ધંધાકીય એકમોમાં સતત આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત ઉત્તર-પશ્ચિમ ઝોનની હેલ્થ ટીમે થલતેજ વિસ્તારમાં પેલેડિયમ મોલમાં ચેકિંગ કર્યું હતું. જેમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા. આ બેદરકારી બદલ AMC આરોગ્ય વિભાગે પેલેડિયમ મોલના સંચાલકોને કાયદેસરની નોટિસ ફટકારીને સ્થળ પર જ રૂ. 75,000નો વહીવટી દંડ વસૂલ કર્યો હતો. નારોલની મ્યુ. સ્કૂલમાં પીવાના પાણીની ટાંકીમાંથી ગંદકી મળી શહેરના નારોલ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં બાળકોના પીવાના પાણીની વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. શાળામાં બાળકો માટે રાખવામાં આવેલી પાણીની ટાંકીઓમાં કચરો, ગંદકી, અને લીલ જામી ગયેલી જોવા મળી છે. કોંગ્રેસના મહામંત્રી રાજેશ ટી સોની દ્વારા નારોલમાં કોર્પોરેશનની શાળાઓમાં પાણીની ટાંકીની સીટી ખરાબ હોવાનું અને નાના બાળકોને પીવાનું પાણી આપવામાં આવતું હોવાના આક્ષેપને પગલે તેમના આરોગ્ય સામે જોખમ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નારોલ ગુજરાતી શાળા નં. 1 અને 2 સહિત સામસામે આવેલી મ્યુનિસિપલ શાળાઓની સ્થળ પર પાણીની ટાંકી તપાસતા તેમાં ગંદકી અને કચરો જોવા મળ્યો હોવાના આક્ષેપ સાથે પાણીની ગુણવત્તાની સત્તાવાર લેબોરેટરી તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે. તેમજ મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને શુદ્ધ પીવાનું પાણી અને ગુણવત્તાયુક્ત ભોજન મળવું જરૂરી છે. તેમણે પાણીની ટાંકીઓની તાત્કાલિક સફાઈ અને સેનિટાઇઝેશન કરાવવા તેમજ પાણીના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ કરાવવાની માગ કરી છે. નારોલ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના સુપરવાઇઝર સત્યપાલસિંહ ક્ષત્રિયે જણાવ્યું કે કુલ 7 ટાકીઓ આવેલી છે. જેમાંથી આ ટાકીની સફાઈ કરવાની બાકી રહી ગઈ છે. જોકે, આ ટાકીનો ઉપયોગ વાસણો ધોવા માટે કરવામાં આવે છે. તેમણે દાવો કર્યો કે, દર બે મહિને પાણીની ટાકીની સફાઈ કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ:સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 57 લાખ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી, ચિત્રા-ફુલસર અને બોર તળાવ વિસ્તારમાં કામો હાથ ધરાશે
    Next Article
    ટ્રાફિક અને અકસ્માતો રોકવા ભારે વાહનો માટે પ્રતિબંધ:ગાંધીનગરના ‘ગ’ અને ‘ખ’ રોડ પર આગામી 6 મહિના સુધી સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી નો એન્ટ્રી, વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment