Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદ સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી:ભંગારના વેપારી સહિત બે ઝડપાયા, એકની શોધખોળ

    4 days ago

    હળવદના સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા ભંગારના વેપારી અને એક ચોરનો સમાવેશ થાય છે. અન્ય એક આરોપીને પકડવા માટે તપાસ ચાલી રહી છે. હળવદ બસ સ્ટેશન પાછળ રહેતા કિરણભાઈ જીવણભાઈ બારાણીયા (ઉં.વ. 24) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે હળવદ-અમદાવાદ હાઈવે રોડ પર આવેલા સ્મશાનમાંથી અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવેલો ₹50,000ની કિંમતનો લોખંડનો ખાટલો ચોરાઈ ગયો હતો. પોલીસે તપાસ દરમિયાન માહિતી મેળવી કે આ ચોરી હિંમત કાનજીભાઈ પરમાર (રહે. બસ સ્ટેશન પાછળ, હળવદ) અને કાંતિ ઉર્ફે કાનો (રહે. પ્રતાપગઢ) દ્વારા કરવામાં આવી હતી. ચોરાયેલો ખાટલો હળવદની મોરબી ચોકડી પાસે આવેલા ભંગારના ડેલામાં વેચવામાં આવ્યો હતો. આ માહિતીના આધારે પોલીસે ભંગારના ડેલામાં તપાસ કરતા સ્મશાનમાંથી ચોરાયેલા લોખંડના ખાટલાનો ભંગાર મળી આવ્યો હતો. પોલીસે ₹50,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ચોરી કરનાર હિંમત કાનજીભાઈ પરમાર અને ભંગાર ખરીદનાર વેપારી પૂનમભાઈ દેવજીભાઈ મકવાણા (બંને રહે. હળવદ)ની ધરપકડ કરી છે. ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી કાંતિ ઉર્ફે કાનો (રહે. પ્રતાપગઢ)ને પકડવા માટે પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં મહિલા સહિતના રહીશો પર બુટલેગરનો હુમલો:અડ્ડો બંધ કરાવવા જતાં હથિયારો સાથે માણસો બોલાવી મારામારી; રાત્રે સોસાયટીમાં અફરાતફરી
    Next Article
    નસવાડીના નારધા ગામે કૂવામાં દીપડો પડ્યો:વન વિભાગે 4 કલાકની જહેમત બાદ સફળ રેસ્ક્યૂ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment