Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં મહિલા સહિતના રહીશો પર બુટલેગરનો હુમલો:અડ્ડો બંધ કરાવવા જતાં હથિયારો સાથે માણસો બોલાવી મારામારી; રાત્રે સોસાયટીમાં અફરાતફરી

    4 days ago

    અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દારૂના અડ્ડાનો વિરોધ કરવા એકત્ર થયેલા રહીશો પર બૂટલેગરો અને તેમના સાગરીતોએ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે દારૂના ધંધાથી કંટાળેલા રહીશોએ રવિવારે (12 જુલાઈ) બેઠક યોજી દારૂનો અડ્ડો બંધ કરાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ વિરોધ બૂટલેગરોને પસંદ ન આવતા તેમણે બહારથી અસામાજિક તત્વોને બોલાવી મહિલાઓ સહિત સોસાયટીના રહીશો પર હુમલો કર્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. મૌખિક રજૂઆત બાદ પણ અડ્ડો બંધ ન થયો સ્થાનિકોના જણાવ્યા મુજબ, સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હતું, જેના કારણે રાત્રિના સમયે અસામાજિક તત્વોનો અડ્ડો જામતો હતો. રોજની મહિલાઓ તેમજ બાળકો માટે અસુરક્ષાની સ્થિતિ ઊભી થઈ હતી. અનેક વખત મૌખિક રજૂઆત છતાં સ્થિતિમાં કોઈ ફેરફાર ન આવતા આખરે રહીશોએ એકજૂથ થઈ દારૂનો ધંધો બંધ કરાવવાનો નિર્ણય લીધો હતો. હુમલાથી સોસાયટીમાં અફરાતફરી, મહિલાને પણ માર મરાયાનો આરોપ રહીશોએ બૂટલેગરને સોસાયટીમાં દારૂનું વેચાણ બંધ કરવા કહ્યું હતું. આ વાતને લઈ ઉશ્કેરાયેલા બૂટલેગરે પોતાના સાગરીતોને બોલાવી દીધા હતા. થોડા જ સમયમાં લાકડાં અને અન્ય હથિયારો સાથે પહોંચેલા શખ્સોએ રહીશો પર હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન વચ્ચે બચાવ કરવા આવેલી મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો છે. હુમલાથી સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા દોડધામ કરવા મજબૂર બન્યા હતા. પઢીયાર બંધુ સહિત ચાર સામે ગુનો દાખલ ઘટનાની જાણ થતાં જ ચાંદખેડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ આવતાં હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. પોલીસે ભોગ બનનારાઓના નિવેદનોના આધારે હુમલાખોરો સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. સ્થાનિક રહીશોએ રહેણાંક વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. મોડીરાતે પોલીસે ઘર્મેન્દ્રસિંગ પઢીયાર, વિશ્વરાજ પઢીયાર, પૃથ્વી અને કિશોર વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કાશી, મથુરા, સંભલમાં સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો ઇનકાર:હિંદુ-મુસ્લિમ પક્ષે કહ્યું- વાતચીતથી સમાધાન નહીં, કેસ લડીને નિર્ણય ઇચ્છીએ છીએ
    Next Article
    હળવદ સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી:ભંગારના વેપારી સહિત બે ઝડપાયા, એકની શોધખોળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment