Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભવનાથ રોડ પર ચાલુ બાઈકે હેન્ડલ પર સાપ નીકળ્યો:થોડીવાર માટે પરિવારનો જીવ અધ્ધર, સ્નેક કેચરે રેસ્ક્યૂ કરી જંગલમાં મુક્ત કર્યો

    16 hours ago

    જૂનાગઢના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ભવનાથ રોડ પરથી એક ચોંકાવનારો અને ડરામણો કિસ્સો સામે આવ્યો છે. રવિવારની રજા હોવાથી પરિવાર સાથે ફરવા નીકળેલા એક બાઈક ચાલકની ચાલુ ગાડીના હેન્ડલ પર અચાનક સાપ દેખાતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ચાલકે સમયસૂચકતા વાપરી ગાડી રોકી દેતાં મોટી દુર્ઘટના ટળી હતી. બાદમાં વન્યજીવ પ્રેમી (સ્નેક કેચર) દ્વારા સાપનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. હેન્ડલ પર સાપ જોઈને બાઈક ચાલકનો જીવ અધ્ધર થયો પ્રાપ્ત વિગતો અનુસાર, એક પરિવાર રવિવારની રજા માણવા માટે ભવનાથ વિસ્તારમાં પોતાની બાઈક લઈને આવ્યો હતો. તેઓ જ્યારે ભવનાથ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઈકચાલકનું ધ્યાન ગાડીના હેન્ડલ તરફ ગયું હતું. હેન્ડલના ભાગમાંથી સાપને બહાર નીકળતો જોઈ ચાલક હેબતાઈ ગયો હતો, પરંતુ ગભરાયા વિના તેણે તુરંત જ ગાડીને રસ્તાની સાઈડમાં ઊભી રાખી દીધી હતી અને પરિવાર સાથે સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયો હતો. લોકોમાં નાસભાગ, સ્નેક કેચરે કર્યું સફળ રેસ્ક્યૂ ચાલુ બાઈકમાં સાપ હોવાની વાત વાયુવેગે પ્રસરતાં આસપાસના લોકોમાં અને પ્રવાસીઓમાં થોડીવાર માટે નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક સ્નેક કેચરને આ અંગે જાણ કરી હતી. સ્નેક કેચર્સની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બાઈકના આંતરિક ભાગોમાં છુપાયેલા સાપને ભારે જહેમત બાદ પકડી લીધો હતો. ગિરનારના જંગલમાં સાપને છોડી મુકાયો બાઈકમાંથી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયા બાદ સ્નેક કેચર દ્વારા તેને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના નજીકના ગિરનારના જંગલમાં સહીસલામત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. સાપ પકડાઈ જતાં બાઈક ચાલક પરિવાર સહિત ત્યાં હાજર પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ચોમાસાની ઋતુમાં વન્યજીવો બહાર નીકળતા હોવાથી વાહનચાલકોને પોતાના વાહનો ચેક કરીને ચલાવવા વન વિભાગ દ્વારા અવારનવાર અપીલ કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 2 હાઈવે સહિત 126 રસ્તા બંધ:દિલ્હીમાં યમુનામાં 4 બાળકો તણાયા; યુપી-બિહાર સહિત 18 રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ
    Next Article
    1 વર્ષમાં શેરમાં 1300% સુધી રિટર્ન, રોકાણના નામે પોલમપોલ:ભાસ્કરે ગુજરાતની 6 કંપનીની રિયાલિટી તપાસી, ફેક્ટરીના સરનામે ક્યાંક ઝેરોક્ષની દુકાન, ક્યાંક બાવળિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment