Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 2 હાઈવે સહિત 126 રસ્તા બંધ:દિલ્હીમાં યમુનામાં 4 બાળકો તણાયા; યુપી-બિહાર સહિત 18 રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ

    17 hours ago

    દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરમાં જ સારો વરસાદ થઈ રહ્યો છે. જોકે, આજે બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 18 રાજ્યો માટે વરસાદનું રેડ એલર્ટ છે. ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. 2 નેશનલ હાઈવે સહિત 126 રસ્તાઓ બંધ છે. સ્યાનાચટ્ટી પાસે ઋષિકેશ-યમુનોત્રી હાઈવે રવિવારે સતત ત્રીજા દિવસે પણ બંધ રહ્યો. તવાઘાટ-ગુંજી હાઈવે પણ કાટમાળ આવવાને કારણે બંધ છે. હરિયાણામાં હિમાચલથી આવી રહેલા પાણીને કારણે યમુના અને મારકંડા નદીમાં પાણી વધી ગયું છે. આનાથી ઘણા ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. દિલ્હીમાં રવિવારે યમુના નદીમાં નહાવા ગયેલા 4 બાળકો તેજ પ્રવાહમાં તણાઈ ગયા. મોડી રાત સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા. હવામાન વિભાગે આજે યુપી, બિહાર સહિત 18 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. બિહારમાં પટના સહિત 19 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ, આગામી 6-7 દિવસ સુધી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ ચાલુ રહી શકે છે. દેશભરમાંથી હવામાનની તસવીરો… દેશભરના હવામાન વિશે જાણવા માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    બેંગકોકના પબમાં આગ, 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થયા:પાર્ટી કરી રહેલા 60થી વધુ ઘાયલ; જીવ બચાવવા માટે લોકો ટોયલેટમાં સંતાયા
    Next Article
    ભવનાથ રોડ પર ચાલુ બાઈકે હેન્ડલ પર સાપ નીકળ્યો:થોડીવાર માટે પરિવારનો જીવ અધ્ધર, સ્નેક કેચરે રેસ્ક્યૂ કરી જંગલમાં મુક્ત કર્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment