Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેલ્ફ રિડેવલપમેન્ટની માગણી સાથે વેપારીઓ મેદાનમાં:સરકારને અપીલ

    8 hours ago

    નવી મુંબઈ વાશી સ્થિત એપીએમસી માર્કેટના ફેઝ-2માં આવેલી સેન્ટ્રલ ફેસિલિટી ઈમારતને નવી મુંબઈ મહાપાલિકા દ્વારા વર્ષ 2016થી અત્યાર સુધીમાં 20 વખત અતિ જોખમી (સી-1) શ્રેણીની નોટિસ આપવામાં આવી છે. છતાં સતત ભારે વરસાદ અને અનેક ચોમાસાં બાદ પણ ઈમારત આજે પણ અડીખમ ઊભી રહેતાં વેપારીઓ અને નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરે સમગ્ર કાર્યવાહી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના જણાવ્યા મુજબ તાજેતરમાં ચેમ્બરે દૂરંદેશી દાખવી પોતાનું કાર્યાલય અને લોકર વ્યવસ્થા સેન્ટ્રલ ફેસિલિટી ઈમારતમાંથી સ્થળાંતર કરીને સી-64, મૂડીબજાર સંસ્થા કાર્યાલય, મસાલા માર્કેટ-1, સેક્ટર-29, વાશી ખાતે શરૂ કરી દીધી છે. તેમ છતાં સેન્ટ્રલ ફેસિલિટી ઈમારતમાં આવેલા 272 કાર્યાલયધારકોના હક્કો અને રોજગારનો પ્રશ્ન આજે પણ યથાવત છે. ચેમ્બરનો દાવો છે કે, વર્ષ 2023માં એપીએમસીની સત્તાવાર મંજૂરીથી લગભગ 33 હજાર ચોરસ ફૂટનો શેડ બનાવવામાં આવ્યો હતો, જેમાં આશરે રૂ. 33 લાખનું રોકાણ કરવામાં આવ્યું હતું. વેપારીઓનું માનવું છે કે, આ શેડના કારણે જ ઈમારત વધુ સુરક્ષિત રહી છે, અને આજે પણ મજબૂત રીતે ઊભી છે. બીજી તરફ, માત્ર કાગળ પરની નોટિસોના આધારે 272 કાર્યાલયધારકોને વર્ષોથી વ્યવસાયિક નુકસાન ભોગવવું પડ્યું હોવાનું પણ ચેમ્બરે જણાવ્યું છે. ચેમ્બરે આરોપ લગાવ્યો છે કે તે સમયના બજાર સમિતિના બેજવાબદાર વહીવટને કારણે પાંચ વર્ષ પહેલાં લિફ્ટો બંધ કરાવી દેવામાં આવી, વીજળી અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ બંધ કરવામાં આવી, પરંતુ કાર્યાલયધારકોને કોઈ લેખિત વૈકલ્પિક વ્યવસ્થા કે ગેરંટી આપવામાં આવી નહોતી. ઉપરાંત, એપીએમસીના અહેવાલમાં દર્શાવેલી 51 ટકા સંમતિના આધારે કથિત રીતે મળતિયા બિલ્ડરને લાભ થાય તે રીતે રિડેવલપમેન્ટની ટેન્ડર પ્રક્રિયા ઉતાવળમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ ચેમ્બરે કર્યા છે. આ સમગ્ર મામલે કથિત અનિયમિતતા અને ભ્રષ્ટાચારની ફરિયાદોને પગલે રાજ્ય સરકારે તે સમયની બરખાસ્ત બજાર સમિતિ સામે તપાસ પણ શરૂ કરી હોવાનું ચેમ્બરનું કહેવું છે. ચેમ્બરના ચેરમેન કીર્તિભાઈ રાણાએ જણાવ્યું કે વેપારીઓમાં એવી શંકા છે કે ઈમારતને અતિ જોખમી જાહેર કરવાની કાર્યવાહી પાછળ અન્ય હિતો કાર્યરત હોઈ શકે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ વેપારીઓની શંકા છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તથા પારદર્શક તપાસ થવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ગેટ નં. 1 અને 2 વચ્ચે સર્જાયો અકસ્માત:સ્મૃતિવન પાસે રોડ ક્રોસ કરતા વૃદ્ધાને કાર ચાલકે ટક્કર મારતા મોત નિપજ્યું
    Next Article
    સુરક્ષા ‘અભેદ્ય’ બનશે:મુન્દ્રા સહિત દેશના મહાબંદરો પર પોર્ટ સિક્યોરિટીનું CISF દ્વારા ‘ટ્રાયલ રન’ કરવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment