Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરક્ષા ‘અભેદ્ય’ બનશે:મુન્દ્રા સહિત દેશના મહાબંદરો પર પોર્ટ સિક્યોરિટીનું CISF દ્વારા ‘ટ્રાયલ રન’ કરવા આદેશ

    9 hours ago

    દેશના સૌથી મોટા વ્યાપારી બંદરોમાં સ્થાન ધરાવતા મુન્દ્રા પોર્ટ સહિત દેશની દરિયાઈ સરહદોની સુરક્ષાને ‘અભેદ્ય’ બનાવવા કેન્દ્ર સરકારે મોટી કવાયત હાથ ધરી છે. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં નવી એજન્સી ‘બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી (BoPS)’ ની સ્થાપના અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, નવી એજન્સીને સુરક્ષા સોંપતા પહેલા ગુજરાતના મુન્દ્રા પોર્ટ, વિશાખાપટ્ટનમ અને જવાહરલાલ નેહરુ પોર્ટ પર પ્રસ્તાવિત સુરક્ષા વ્યવસ્થાઓના ટ્રાયલ રન (પ્રાયોગિક સંચાલન) તાત્કાલિક ધોરણે CISF દ્વારા શરૂ કરવામાં આવે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર, સરહદ વ્યવસ્થાપન સચિવ, બંદર અને જળમાર્ગ મંત્રાલયના સચિવ, મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ સહિતના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે બેઠકમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, બંદરોની સુરક્ષા માત્ર લાયસન્સ ધરાવતી ખાનગી સુરક્ષા એજન્સીઓને જ સોંપવામાં આવે. આ એજન્સીઓના એવા જ કર્મચારીઓને પોર્ટ પર તૈનાત કરવા જોઈએ જેમણે CISF પાસેથી સઘન તાલીમ મેળવી હોય. આ ‘બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી’ (BoPS) શું છે? ભારતની દરિયાઈ સરહદો અને વ્યાપારી બંદરોને કોઈપણ પ્રકારના ભૌતિક કે ડિજિટલ હુમલાઓથી સુરક્ષિત રાખવા માટે ભારત સરકારે આ અત્યાધુનિક નોડલ એજન્સી બનાવી છે.
    Click here to Read More
    Previous Article
    સેલ્ફ રિડેવલપમેન્ટની માગણી સાથે વેપારીઓ મેદાનમાં:સરકારને અપીલ
    Next Article
    સિટી એન્કર:કાંદિવલીમાં વરસાદી માહોલમાં હાસ્યરસની હેલીમાં ભીંજાયા સાહિત્યરસિકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment