Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:કાંદિવલીમાં વરસાદી માહોલમાં હાસ્યરસની હેલીમાં ભીંજાયા સાહિત્યરસિકો

    10 hours ago

    મુંબઈમાં મેઘરાજાએ આખરે મન મૂકીને મહેર વરસાવી છે અને વરસાદી માહોલ જામ્યો છે ત્યારે શુક્રવાર, ૧૦ જુલાઈની સુહાની સાંજે કાંદિવલી પશ્ચિમના ગીતા હૉલમાં ગુજરાતી ભાષા અને સાહિત્યપ્રેમીઓનો અદભૂત મેળાવડો જામ્યો હતો. પ્રસંગ હતો પશ્ચિમ મુંબઈના ગુજરાતી સાહિત્યરસિકો માટે શરૂ કરાયેલા ‘ગુજરાતી ભાષા – સાહિત્ય મંચ’ના શુભારંભનો. ગુજરાતી ભાષાના વૈભવશાળી સાહિત્યિક વારસાને જીવંત રાખવા, વાંચનને પ્રોત્સાહન આપવા અને નવી પેઢીને સાહિત્ય સાથે જોડવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલા આ મંચે પોતાના પ્રથમ જ કાર્યક્રમમાં યાદગાર છાપ ઊભી કરી હતી. ઘાટકોપર ખાતે ભવ્ય સફળતા મળ્યા બાદ ખાસ મુંબઈ પશ્ચિમના સાહિત્યરસિકો માટે એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, મુંબઈ અનુસ્નાતક ગુજરાતી વિભાગની પરિકલ્પના હેઠળ મુંબઈના પશ્ચિમી પરામાં રહેતી વિભાગની ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થિનીઓ દ્વારા શરૂ કરાયેલ આ મંચના ઉદ્ઘાટન પ્રસંગે ‘વરસાદી સાંજે હાસ્યવર્ષા’ શીર્ષક હેઠળ ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ હાસ્યનિબંધોનું રસાળ અભિવાચન અને પદ્યરચનાઓની ભાવસભર રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં વિભાગના અધ્યાપક ડૉ. કવિત પંડયાએ મંચ અને કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી અને વિભાગના અધ્યક્ષ ડૉ. દર્શના ઓઝાએ આશીર્વચન આપ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ભારતી શાહ જેઓ આપણા સુવિખ્યાત કવિ રાજેન્દ્ર શાહના પુત્રવધૂ છે, એમના નામની ઘોષણા કરવામાં આવી હતી. આ અવસરે શ્રી સાંઈ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ અનંત મહેતા અને એમના પત્ની મીના મહેતા જેઓ પૂર્વ શિક્ષિકા અને લેખિકા છે; ‘સંવિત્તિ’ સંસ્થાના કીર્તિ શાહ અને મીઠીબાઈ કૉલેજ, વિલેપાર્લાના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. દશરથ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી મંચની પ્રવૃત્તિઓને અને સંયોજક બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું. સાથે જ મંચની પ્રવૃત્તિઓમાં કાયમ સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી. સભાખંડ સાહિત્યપ્રેમીઓથી ખીચોખીચ આ કાર્યક્રમ દરમ્યાન સભાખંડ સાહિત્યપ્રેમીઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાસ્યના ફુવારા અને કાવ્યરસની છોળોએ ઉપસ્થિત સૌને અંત સુધી મંત્રમુગ્ધ રાખ્યા હતા. આ નવા સાહિત્ય મંચને પશ્ચિમ મુંબઈમાં ગુજરાતી ભાષા અને સાહિત્ય ક્ષેત્રે એક નોંધપાત્ર અને આશાસ્પદ પહેલ તરીકે સૌએ હર્ષભેર વધાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરક્ષા ‘અભેદ્ય’ બનશે:મુન્દ્રા સહિત દેશના મહાબંદરો પર પોર્ટ સિક્યોરિટીનું CISF દ્વારા ‘ટ્રાયલ રન’ કરવા આદેશ
    Next Article
    પર્યાવરણીય ક્ષેત્રમાં પહેલ:હવે મુંબઈ સહિત રાજ્યમાં રસ્તાઓની બંને બાજુ સ્વદેશી વૃક્ષોનો છાંયડો મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment