Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીના ચારિત્ર પર શંકા કરી પતિ મારકૂટ કરતો:રાજકોટમાં ફેસબુક મારફત પ્રેમસંબંધ બંધાયા ને કોર્ટ મેરેજ કર્યા'તા, પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફરિયાદ નોંધાવી

    1 day ago

    મૂળ વિસાવદરની પરિણીતાને રાજકોટમાં રહેતા પતિએ શારીરિક માનસિક ત્રાસ આપ્યા અંગે ફરિયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં 12 વર્ષ પહેલા ફેસબુક મારફત મિત્રતા કેળવી બાદમાં પ્રેમ સંબંધ બંધાતા સાત વર્ષ પૂર્વે કોર્ટ મેરેજ કર્યા હતા. આ પછી પત્નીને 14 તોલા દાગીના લોકરમાં મુકવાના બહાને લઇ લીધા હતા. જે આજ દિવસ સુધી પરત કર્યા નથી અને 4 લાખ પણ લઇ પરત ન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી પરિણીતા નોકરીએ જતા તેના ચારિત્ર પર શંકા કરી શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા થોરાળા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. પતિ દિલાવરના અગાઉ લગ્ન થયા હતા રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આજથી 12 વર્ષ પહેલા હુ મારા માતા-પિતાની સાથે વીસાવદર ખાતે હતી ત્યારે મારો પરીચય ફેસબુક એપ્લીકેશનના માધ્યમથી રાજકોટ રહેતા દીલાવર ઉઠામણા સાથે થયો હતો આ પછી બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને તા.23 ડિસેમ્બર, 2019ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ હુ મારા પિત દીલાવરની સાથે રહેતી હતી જયાં તેમના પરીવારમાં મારા સસરા, જેઠ જેઠાણી અને તેમના સંતોનો એમ બધા સાથે રહેતા હતા. લગ્નના થોડા સમય પછી અમો બનેં પતિ-પત્ની વચ્ચે સામાન્ય વાતચીતમાં બોલાચાલી થઇ ત્યારે મને જાણવા મળ્યું કે મારા પતિ દિલાવરના અગાઉ લગ્ન થયા હતા અને તે સમયે દીલાવરની પત્ની તેના માતા-પિતાના ઘરે હતી. લગ્નના થોડા સમય બાદ સસરાનુ અવસાન થતા જેઠ-જેઠાણી અલગ થઇ ગયા હતા અને હુ તથા દીલાવર બને એકલા રહેતા હતા. 'નોકરીના બહાને અન્ય કોઇ પુરૂષ સાથે મળવા જાશ' વર્ષ 2024માં સાલમાં એચ.એન.શુકલા કોલેજમાં ખાનગી નોકરીથી શરૂઆત કરી હતી ત્યારથી મારા પતિ દીલાવર મને હેરાન પરેશાન કરતા અને મને માનસીક ત્રાસ આપી મેણાં મારતા કે તુ કોલેજમાં નોકરી કરવા નથી જતી પણ અન્ય કોઇ પુરૂષ સાથે મળવા જાય છે તારે કોઇ અન્ય પુરુષ સાથે સબંધ છે તેવી રીતે મને માનસીક ત્રાસ આપતા હતા અને મારા પતિએ મારા નામે ડી.જે.ક્રેડીટ કો.ઓ.સોસાયટી શરાફી મંડળી શરૂ કરી જે મંડળીમાં હુ ચેરમેન તથા પ્રમોટરનુ સભ્ય ધરાવતી હતી જે ચેરમેન પદ અને પ્રમોટર તરીકે તા.1 ઓગસ્ટ 2024ના રોજ રાજીનામું આપ્યું છે. 14 તોલા સોનુ અને ચાર લાખ પરત આપ્યા નહીં જે તે સમયે મારા લગ્ન થયા ત્યારે મારા માતા-પિતાએ મને સોના-ચાંદીના દાગીના આશરે 14 તોલા જેટલા આપ્યા હતા જેથી મારા પતિ દીલાવરે મને કહ્યું કે ઘરે રીનોવેશનનુ કામ કાજ ચાલુ હોય તારા દાગીના મને આપ હુ તેને લોકરમાં મુકી આવુ તેમ કહીને સોના ચાંદીના દાગીના લઇ ગયા અને આ સોના ચાંદીના દાગીના આજદીન સુધી મને પરત આપ્યા નથી. મારા પતિ દીલાવરે મારી પાસેથી કટકે-કટકે આશરે 4 લાખ રોકડા લીધા છે જે મને પરત આપ્યા નથી. થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી પતિ વાંરવાંર મેણાં ટોણા મારતા કે તુ નોકરી કરે છે તો પગારના રૂપીયા કયાં ઉડાડી દે છે અને મને વાંરવાંર ઘરેથી કાઢી મુકવાનુ કહી માનસીક ત્રાસ આપતા અને ઝગડો કરતા. ગઇ તા.16.04.2026ના રોજ રાત્રીના સમયે અમારા બનેં વચ્ચે દાગીના બાબતે ઝગડો થતા મારા પતિ દીલાવરે મને એક જાપટ મારી મારુ ગળુ દબાવેલ હતુ જેથી મે આ બાબતે પોલીસમાં અરજી કરી હતી છેલ્લા બે વર્ષથી આ જ રીતે માનસિક ત્રાસ આપતા કંટાળી ફરિયાદ નોંધાવતા થોરાળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર:ભીખાભાઈ રબારીને ટિકિટ, ભાજપના સતીષ પટેલ સામે થશે સીધી ટક્કર
    Next Article
    પોલીસ જમાદારની ફેંટ પકડીને મારામારી કરનાર 8 ઝડપાયા:પ્રભાત બસ સ્ટેન્ડ નજીક નાસ્તાની લારી બંધ કરવાનું કહેતા પોલીસ સાથે ઝપાઝપી કરી કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment